________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વોપરી છે અને તે યોગ્ય જ છે. આચાર્ય શંકર પણ આ જ મત ધરાવે છે, જેમાં બ્રહ્મમાંથી જ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, તેમાં જ સ્થિર રહે છે અને તેમાં જ લય પામે છે. એ જ પતને તેઓ અનુનાંદન આપે
શાંડિલ્ય વગેરે મહર્ષિઓ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ બ્રહ્મને માને છે, તે પુરુષ વસ્તુતઃ જગત્કારણ બ્રહ્મથી અભિન્ન છે અને તેમાં સર્વ સામર્થ્ય રહેલાં છે અને તે માટે તેના ઉપ વાક્યનો પ્રયોગ કરે છે."જે તવમાંથી જગત જન્મે છે તે તો જેમાં જીવે છે અથવા જેમાં રહી પ્રાણ ધારણ કરે છે તે તન; અને જેમાં લય પામે છે તે તત્ત, આ ત્રણનો સમનવયસતી એ સમસ્ત પદથી વર્ણવ્યો છે. આ પુરુષ પામય છે. જેવા યજ્ઞ અને કર્મવાળો આ લોકમાં પુરુષ હોય તેવા તે મરણ પછી થાય છે. તેથી પુરુષે કર્મનિષ્ઠ થવું જોઈએ. આ પુરુષ સ્વભાવે મનાય છે, પ્રાણમય શરીરવાળો છે, જ્યોતિરૂપ છે, સયા સંકલ્પ છે, આકાશાત્મા છે, સર્વ કર્મ કરનાર, સર્વકામને સિદ્ધ કરનાર, સર્વગંધ સર્વરસ અને ટૂંકમાં આ બાઇ જગતમાં પ્રવેશી રહેલો છે, તે ચક્ષુબ્ધ છે અને વાગાદિ ઇન્દ્રિયોથી પર છે. આ મારો આત્મા હૃદયની અંદર છે, તે ડાંગર, જવ, સર્ષપ, ચોખા વગેરેના દાણા કરતાં પણ નાનો છે, તે હૃદયની અંદર વાસ કરી રહેલ છતાં પૃથ્વીથી મોટો, અંતરિયી મોટો, સ્વલકથી પણ મોટા અને સર્વલોકથી પણ મોટા છે. સર્વકમાં, સર્વકામ, સર્વરસ અને ટૂંકમાં આ વિશ્વરૂપ જે આત્મા કહો અને જે અસુબ્ધ તથા વાગાદેિશૂન્ય છે, તે હૃદયવાસી આભા તે જ આ બ્રહ્મ છે અને તે બ્રહ્મરૂપ હું આ દેહ છોડ્યા પછી થઈશ એવો નિશ્ચય થાય તે સત્યનિષ્ઠ છે. તેમાં શંકા ધરવાનો સંભવ નથી." એમ મહર્ષિનું કહેવું છે."
આ જગતનું સર્જન વાસ્તવમાં બ્રહ્મ કરતાં નથી, પરંતુ સ્વયં જગતરૂપે આવે છે. તે આત્મજ્જલાનું સૂત્ર દ્વારા સ્પષ્ટ થાય છે. આ જ બાબતને મૂંડકો. અને શ્રીમદ્દ શંકરાચાર્ય કરોળિયાનાંદષ્ટાત્તથી સમજાવે
છે.
"જે કરોળિયો પોતાનામાંથી પોતાનું જાળું ઉત્પન્ન કરે છે, જેમ પૃથ્વી પર ઔષધો લાગે છે. જીવંત મનુષ્યના શરીર અને મસ્તક પર જેમ વાળ ઊગે છે તેમ એક અવિનાશીમાંસી આ વિશ્વ ઉદ્ભવે
આમ બ્રહ્મનું સ્વતંત્રપણું જાળવીને ઈશ્વરની ક્રિયારૂપી શક્તિ માયા આ વિશ્વ સર્જે છે. એકની અનેક બનવાની પ્રક્રિષા ઉપનિષદો આ રીતે વર્ણવે છે. વેદમાં પણ "એક છું બધું થાઉં." વગેરે દ્વારા માવા દ્વારા બ્રહ્મ સ્વયં જે જગતરૂપે આવે છે. તેનો નિર્દેશ છે.
૨૨૯
For Private And Personal Use Only