________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
તો તમે જ પ્રતિષ્ઠાવાનું છે.' કન્દ્રિયે કહ્યું કે- “જો હું સંપત્તિ છું, તો તમે જ સંપત્તિવાન છો.' મને કહ્યું કૈ’– "જો હું શ્રેષ્ઠ અધિષ્ઠાન છું, પરંતુ વાસ્તવમાં તમે જ શ્રેષ્ઠ અધિષ્ઠાન છો,’’
s
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાત્ત્વિક દષ્ટિએ જગતનાં સ્વરૂપ અને ઉત્પત્તિને સમજાવવા માટે ઋષિઓ જળ, અગ્નિ વગેરે તત્ત્વોને જગતના મૂળ તરીકે ગણાવે છે. તેમ છતાં એ અનુભૂતિનો પ્રશ્ર હોય બૌદ્ધિક વિચારણા હંમેશાં અધૂરી જ રહેવાની. તેથી તેઓ અનુભૂતિની આધ્યાત્મિક વિચારણા તરફ આગળ વધે અને આ પરબ્રહ્મનો જે અનુભવ મેળવ્યો છે, તેને રજૂ કરવા પ્રયત્ન કરે છે. તે કયારેક અલ્પ, કયારેક વિટાળ દેખાય છે. તે માત્ર દષ્ટિનું પરિવર્તન છે. મૂળ બ્રહ્મનું નહીં. એક જ વસ્તુ નજીકથી વિશાળ અને દૂરથી સૂક્ષ્મ દેખાશે. તેમાં દષ્ટિમંદ છે. મૂળવસ્તુમાં કોઈ ભેદ નથી આવું જ જગતની ઉત્પત્તિ બાબતમાં છે.
અંતિમ સત્ને જાણવાની જિજ્ઞાસામાં ઉપનિષદો બ્રહ્મને જગતનું મુળ ગણાવે છે. તેમાંથી જ આ જગત ઉત્પન્ન થાય છે, સ્થિર રહે છે અને લય પામે છે. આ આધ્યાત્મિક દૃષ્ટિમાં આગળ વધતા શરૂઆતમાં બ્રહ્મામાંથી સૃષ્ટિ ઉત્પત્તિની સાંખ્યમત પ્રમાણે રજૂઆત આવે છે. યોગચૂડામણિ ઉપ. બ્રહ્મામાંથી લોક, દેવ, તિર્થંક, નર અને સ્થાવર સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે તેમ જણાવી તેમાં પ્રાણીનું શરીર પંચ મહાભૂતોમાંથી બને છે, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, જ્ઞાન, વિષય, પ્રાણ વગેરે પાંચ વાયુ, ન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ સ્થૂળરૂપમાં કલ્પના કરેલા છે, તે શરીર પણ સ્થૂળ પ્રકૃતિ કહેવાય છે. આ જા જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, જ્ઞાન, વિષય, પંચવાયુ, મન, બુદ્ધિ સૂક્ષ્મ રૂપમાં ''લિંગ' કહેવાય છે.૩૭
બ્રહ્મમાંથી સૃષ્ટિ ઉત્પત્તિની વાત મહો. સહેજ જુદી રીતે કરે છે. તેમાં આત્મા જીવ જ વાસનારૂપી સંકલ્પોથી ચંચલ મનના સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય છે અને અંતે ક્રમશઃ પંચમહાભૂતને ધારણ કરે છે છે. તેમાંથી પિતામહ બ્રહ્મા ઉત્પન્ન થાય છે. આ બ્રહ્મા ભૂત, ભવિષ્ય અને વર્તમાનને પ્રત્યક્ષ જોનારા છે, તેમણે આત્મ દષ્ટિથી ભૂતકાળમાં થયેલ અનેક સૃષ્ટિને જોઈ, ત્યારબાદ પોતાના સંકલ્પો દ્વારા લીલાપૂર્વક અનેક પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી, તેમજ ધર્મ વગેરે પુરુષાર્થોની સિદ્ધિ માટે અનેક પ્રકારનાં શાસ્ત્રોની પણ રચના કરી. વાસ્તવમાં મન જ બ્રહ્મરૂપ છે, કારણ કે તેની કલ્પના દ્વારા જ સંસાર સ્થિર રહે છે. આમ મનનું જીવન બ્રહ્માજી સાથે જોડાયેલ છે. બ્રહ્માજીનું આયુષ્ય પૂર્ણ થતાં મનનું જીવન પુર્ણ થાય છે. પરંતુ વાસ્તવમાં કોઈ જન્મતું નથી કે મૃત્યુ પામતું નથી. તેથી મોહ—માયાનો ત્યાગ કરી પ્રાપ્ત ોગોને ભોગવવા તેમજ આરિક--બાયદોને ન ત્યજવા કે ન ગ્રહણ કરવા તે જ કર્મ છે. તેમ જણાવી નિષ્કામ કર્મ કરનારને જ ઉચ્ચપદની પ્રાપ્તિ થાય છે, તેમ જણાવે છે. આ મહો.માં બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે. પરંતુ વાસ્તવમાં આત્મામાંથી સૃષ્ટિ રચનાની રજૂઆત છે. કારણ કે સર્વ પ્રથમ અાત્મામાંથી
ક
For Private And Personal Use Only