________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતુમાંથી આગળ વધતાં ઉપનિષદો આદર્શવાદની નજીક પહોચતા જણાવે છે કે- સુષ્ટિની ઉત્પત્તિ પ્રાણમાંથી જ થાય છે અને પ્રલય સમયે ફરીથી તેમાં જ લય થાય છે, તેમ મહર્ષિ ઉષતિ ચાયણ જણાવે છે.
પ્રાણનો મૂળ અર્થ શ્વાસ છે. શ્વાસ મનુષ્યનું જીવન સર્વસ્વ છે. ક્વિઋષિનો વાયુનો સિદ્ધાન પણ આ જ બાબત સમજાવે છે. પરંતુ તેઓ પિણ્ડ અને બ્રહ્માંડ વચ્ચે સંગતિ સ્થાપવા ઈચ્છતા હોય તેમ લાગે છે. તેઓ વાયુને જ વિશ્વનું જીવન તત્વ કહે છે. તે જ રીતે શ્વાસ મનુષ્યનું જીવન તત્ત્વ છે.” “પ્રાણ પ્રલયનું ચરમ આશ્રય છે, બધાં જ પદાર્થોનો સંવગ અર્થાતુ અંત છે. સુપુસ્તિમાં મનુષ્યની વાણી તેના પ્રાણમાં વિલીન થઈ જાય છે. નેત્ર, કાન, મન બધાં જ પ્રાણમાં વિલીન થાય છે. પ્રાણ થનો ગરમ આશ્રય છે. ક્વત્રષિજણાવે છે કે- "લયના બે ગાધાર છે. એક વ્યષ્ટિ જગતુ અને બીજું સમષ્ટિ જગતુ, એક વાયુ અને બીજુ પ્રાણ. આ જ સિદાત્તને સમજાવતાં સનસ્કુમાર જણાવે છે કે "જેવી રીતે ચક્રની બધી નાડીઓ નાભિ કેન્દ્રમાં કેન્દ્રિત હોય છે, તેમાં બધાં જ પદાર્થોની સંપૂર્ણ સત્તા પ્રાણમાં કેન્દ્રીભૂત છે.
પ્રાણની શ્રેષ્ઠતાની કથા છા, ઉપનાં પંચમ અધ્યાયમાં છે. જેમાં બધી ઈન્દ્રિયો વચ્ચે વિવાદ ઉપસ્થિત થયો કે આપણામાંથી શ્રેષ્ઠ કોણ? સ્પર્ધા થતાં 'વાણી' બધથી પ્રથમ બહાર નીકળી; એક વર્ષ બાદ પરત ફરતાં અન્ય ઇન્દ્રિયોએ જણાવ્યું કે, જેવી રીતે મૂક વ્યક્તિ જીવન જીવે તેમ શરીર જીવિત રહ્યું. તેથી વાણીએ પુનઃ શરીરમાં પ્રવેશ કર્યો ત્યારબાદ આખા શરીર છોડી એક વર્ષ માટે બહાર ચાલી ગઈ. પરંતુ તે પરત ફરી ત્યારે તેને પણ ઘણું જ આશ્ચર્ય થયું, કે મારાં વગર પણ શરીર જીવિત રહ્યું. તેને જણાવવામાં આવ્યું કે- એક અંધ વ્યક્તિની જેમ શરીર જીવિત રહ્યું, તેથી ગાખોએ શરીરમાં પુનઃ પ્રવેશ કર્યો. ત્યારબાદ શ્રવણેન્દ્રિય શરીરની બહાર એક વર્ષ માટે ચાલી ગઈ. તે પરત ફરતાં આશ્ચર્યમય બની. તેને જણાવવામાં આવ્યું કે બધીર પુરુષની જેમ શરીર જીવિત રહ્યું. તેથી શ્રવણદ્રિ શરીરમાં પુનઃ પ્રવેશ કર્યો. ત્યારબાદ મન એક વર્ષ માટે શરીરની બહાર ચાલ્યું ગયું. તેણે પરત ફરતાં શરીરને જીવિત જોતાં આશ્ચર્ય ચકિત બન્યું. તેને જણાવવામાં આવ્યું કે– એક અબોધ બાળકની જે મન વગર શરીર જીવિત રહ્યું. તેથી તેણે મને શરીરમાં પુનઃ પ્રવેશ કર્યો. ત્યારબાદ 'પ્રાણ' જ્યારે શરીર છોડવા નો હતો; ત્યારે તેણે અન્ય ઇન્દ્રિયોને એવી રીતે ઉખાડીને ફેંકી દીધી જેવી રીતે શ્રેષ્ઠવંશવાળો ઘોડો પોતાના ખૂટાને ઉખાડીને ફેંકી દે. ત્યારે બન્ધ જ ઈન્દ્રિયોએ પ્રાણાને કહ્યું કે "તમે અમારાં સ્વામી છો; અમને ન છોડો.” વાણીએ પ્રાણને કહ્યું કે- હું જો શ્રીમતી છે, તો તમે જ શ્રીમાન છો." નયને કહ્યું કે-- "જો હું પ્રતિષ્ઠા છું,
૨૨૬
For Private And Personal Use Only