________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છા. ઉપ.ની આ કથાનું ગ્રીસના ર્ફિક(ORPHEC) દેશનાં સૃષ્ટિ શાસ્ત્ર સાથે સામ્ય દર્શાવતાં ડાં, રાનડે જણાવે છે કે–"કોનીસ(CRONOS) અને અડ઼ાસ્ટ્રિયા" (Adrastea)એ એક વિશાળ ઈડાને ઉત્પન્ન કર્યું અને તેને વચ્ચમાંથી વિભાજિત કરી, ઉપરના ભાગમાંથી આકાશ અને નીચેના ભાગમાંથી પૃથ્વીની રચના કરી. આ ઇંડામાંથી કનીજ' (Planes નામનાં એક જયોતિ સ્વરૂપ દેવ નીકળ્યાં, જેની અંદર બધાં જ દેવતાઓ બીજ રવરૂપે હતાં. આ કલ્પનાની પાછળ કાળ અને નિયતિની કલ્પના સમાયેલી છે. ઈડામાંથી સૃષ્ટિની કલ્પનાપ્રાચીન જાતિઓની પોરાણિક કથાઓમાંરામાત્તરરૂપથી પ્રાપ્ત થાય છે. પરંતુ અસત્ માંથી ઈડાની સુષ્ટિની મૌલિક કલ્પના છા, ઉપ માં જોઈ શકાય છે."
છા. ૯પ. વિશ્વને એક વિશાળ બ્રહ્માંડ માને છે તેમ પેટી પણ માને છે. જેમાં નીચેનો ભાગ ભૂમિ, આકાશ આવરણ, અંતરિક્ષ અંતર્ભાગ, દિશાઓ ખૂણા છે અને તેમાં એક અમૂલ્ય ફોશ રહેલો છે.
અસમાંથી, અભાવમાંથી, શૂન્યમાંથી સર્જન શક્ય જ નથી. કોઈક વસ્તુ ઉત્પન થાય, તો તેનું પહેલાં અસ્તિત્વ હોય જ અને તેથી જ સુષ્ટિપ્રક્રિયામાં આગળ વધતાં ઉપનિષદો "સતુમાંથી સૃષ્ટિના ઉપત્તિ દર્શાવે છે.
છા. ઉપ.માં જણાવેલ છે કે– સુષ્ટિનું મૂળ સતુ છે. સમાંથી તેજ ઉત્પન્ન થયું. તેમાંથી જ, જળમાંથી અને અનમાંથી અંડજ, ધોનિજ તથા ઉભિ પૈદા થયા. જ્યારે આદિ દેવ ત્રણ સ્વરૂપે ઘયા ત્યારે તેમણે તેમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરી, પોતાના આત્મા દ્વારા પ્રવેશ કરી નામ અને રૂપનું ઉદ્દઘાટન કર્યું. અગ્નિશિખામાંલાલવ અગ્નિનો અંશ છે, સફેદ જળનો અને કૃષ્ણવર્ણ પૃથ્વીનો અંશ છે. અગ્નિશિખા નામાભિધાન માત્ર છે. મૂળભૂત સત્તા આ ત્રણ વર્ષોની જ છે. અહીં એમ કહેવામાં આવ્યું છે કે- અગ્નિ, જળ તથા પૃથ્વી પરસ્પર મળીને નિવૃત્ત બની બધી વસ્તુઓનાં કારણ બન્યાં. આમ અહીં ઉપામાં ત્રિવૃત્તકરણનો સિદ્ધાર જોવા મળે છે, જે આગળ જતાં વેદાન્તમાં પંચીકરણના સિદ્ધાજનું રૂપ લે છે.
પંચીકરણનાં સિદ્ધાન્તને રામજાવતા છે. રાનડે જણાવે છે કે- તેજ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશ આ મૂળ પંચમહાભૂતોમાંથી અર્ધો ભાગ અલગ રાખવામાં આવે છે અને બાકીના બધંધામને સમાન ચાર માગોમાં વહેંચવામાં આવે છે. આ અલગ-અલગ મહાભૂતોના ચાર વિભાગ એકબીજાની સાથે સંમિલિત થઈને અર્ધાભાગબને છે, જે મૂળતત્ત્વનાં અભાગ સાથે જોડાઈને મૂળ તત્ત્વનો વિકાસમય એક પૂર્ણ અંશ ચાય છે. આ રીતે ત્રિકરણ’નાં સિદ્ધાન્સમાં મૂળ ત્રણ તત્ત્વો અગ્નિ, જળ, પૃથ્વી એ ત્રણમાંથી બે-બે સમાન અંશોનો વિભાગ કરવામાં આવે છે જેમાંથી એક ભાગને અલગ રાખી બીજા
૨૨૪
For Private And Personal Use Only