________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.orgen
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતત અભ્યાસ જ જરૂરી છે તેમ જણાવે છે. આ કોશ માટે શ્રીમદ્ શંકરાચાર્ય જણાવે છે કે... શબ્દ, પદિ પાંચ વિષયોરૂપ એક વન છે. તેમાં 'મન રૂપી વાઘ ફર્યા કરે છે, માટે મુમુક્ષુજનો એ તે વનમાં ન જવું. (૪) વિજ્ઞાનમય કોશ:
બુદ્ધિ સહિત પંચ જ્ઞાનેન્દ્રિયો બનેલો છે. બુદ્ધિ એ જાણવાની શક્તિ છે પરંતુ તે નિદ્રા તેમજ સમાધિમાં જતી રહે છે. આ કોશ પણ હું જાણું છું વગેરે દ્વારા અહંકાર બની જીવરૂપ બની રહે છે. આમ અહંકારયુક્ત બુદ્ધિ એ પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે બુદ્ધિએ ગ્રહણ કરેલું સાધન જ છે. (પ) આનંદમય કોશ:
આનંદમય કોશએવિષયભોગ રહિત, ફલાંગની સમાપ્તિ છે. તે સહજ આનંદ છે. કમલભોગ ન્યાય અનુસાર જીવને આનંદનો અનુભવ કરાવવાનું આનંદમય કોશનું કર્તવ્ય છે. બ્રહ્મરૂપ આનંદ એ અન્ય આદોનો આધાર છે અને દષ્ટા-આત્મા તો તેનાથી પર છે.
આ પંચ કોશથી આત્મા આચ્છાદન પામેલો હોવાથી જોઈ શકાતો નથી. પરંતુ પાંચેય કોશરૂપી ભ્રમ દૂર થતાં શુદ્ધ, નિત્ય, આનંદરૂપ,સ્વયંપ્રકાશ પરમાત્મા દેખાય છે.
જીવને પોતાનો માર્ગ પસંદ કરવાનો અધિકાર છે. તેથી જ છે અને શ્રેયનું મહત્ત્વ છે. તેથી જ મુક્તિકો જણાવે છે કે શુભ અને અશુભ બે માર્ગો છે, જે વાસનારૂપી નદી જેવા છે. જે ઈચ્છા પ્રમાણે પસંદ કરી શકાય છે. શુભ માર્ગમાં વિરોધ પુરુષ પ્રયત્ન જરૂરી છે. આપણે એ સહજ રીતે સમજીએ છીએ કે- "સારા માર્ગે આગળ વધવા માટે અત્યંત તીવ્ર ઈચ્છા અને વિશેષ પ્રયત્નની જરૂર છે. જયારે ખરાબ માર્ગે થોડી જ ઈચ્છા અને પ્રયત્નથી તીવ્ર ગતિ થાય છે. આ ઈચ્છા સ્વાતંત્ર્ય હોવાથી જ શ્રવણ, મનન, નિદિધ્યાસનનું મહત્ત્વ છે. તેથી જ પ્રા. આત્રેય જણાવે છે કે- “જો મનુષ્યની અંદર કર્તા અકર્તવ્ય, અનાથા કર્તવ્યની સ્વતન્ત્રતા અને શક્તિ નહોય તો તેનાં જીવનમાં એવો પ્રશ્ર કયારેય ઉપસ્થિત ન થાય કે– મારે શું કરવું જોઈએ અને ન કરવું જોઈએ. આ બાબત ત્યારે જ શક્ય બને છે તે કરી શકતાં હોવ "૩૨
૨૧૨
For Private And Personal Use Only