________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થાત પરબ્રહ્મ છે તેમ જણાવે છે. ૧. ઉપ. આત્મા અને જીવમાં અભિનત્વ દર્શાવે છે, પરંતુ માત્મા મુક્ત છે જ્યારે જીવ નિશ્ચય સ્વરૂપ છે. યોગચૂડામણિ ઉપ. પણ આત્મા જ જીવ છે પરંતુ ગમતામાં બંધાયેલ હોય ત્યારે જીવ છે, તેમાંથી છૂટી જતાં કૈવલ્ય સ્વરૂપ બની જાય છે. તેથી જ પાપ રહિત આત્મા
બ્રહ્મ જ છે. તેમ કહેલ છે. ઇન્દ્રને ઉપદેશ આપતાં પ્રજાપતિ જીવ, આત્મા અને બ્રહ્મનું અભિન્ન વ્યક્ત કરતાં કહે છે કે આ શરીર વિનાશશીલ છે પરંતુ અશરીરી આત્માનું અધિષ્ઠાન છે. પરંતુ આત્મા રાશરીર હોવાથી જ અર્થાત્ શરીરમાં જીવરૂપ હોવાથી શુભાશુભ કર્મથી ગ્રસ્ત થાય છે.
છા. Üપ. સત્ તત્ત્વ જ દરેક જગ્યાએ વલસી રહ્યું છે, અર્થાત્ પરબ્રહ્મ જ આત્મા, જીવ, જગત્ સર્વ છે. તે સમજાવવા માટે વટવૃક્ષ, નિમક, મધ, નદીઓ વગેરે દષ્ટાન્તો આપે છે. આ દરેક કથાઓ 'આત્મતત્ત્વ'માં વિસ્તૃત રીતે રજૂ કરેલ છે.
કેનો.માં આત્મા જ બ્રહ્મ છે. તેની જ શક્તિ આત્મચેતના અને કલ્પના દ્વારા વ્યક્ત થાય છે. તે જ આપણને કલ્પના અને કાર્ય કરવામાં સમર્થ ખાવે છે. તેની વિસ્તૃત સમજ ઉમા-હૈમવતી આખ્યાયિકા દ્વારા આપવામાં આવે છે.
છા. ઉપ.આ બધુ બ્રહ્મ જ છે તેમ જણાવી, તે બ્રહ્મ જ જીવાત્મારૂપે પ્રવેશ કરે છે તેમ જણાવ્યું છે.
ર
પાણીમાં ઓગળી ગયેલું મીઠું, કરોળિયાનું જાળું વગેરે ની જેમ આત્મામાંથી જગતની પસ્તુઓ નીકળે છે. ફાર્ય ઉત્પન્ન થવા છતાં કારણમાં કશો વિકાર ન થવા પામે ? તેમાં કશી ક્ષતિ કે ઊણપ ન આવે, એવી જાતનો પરિણામવાદ પણ સૂચવવામાં આવે છે. સૂર્યમાંથી પ્રકાર આવે છે, છતાં સૂર્યમાં કશો ફેરફાર થતો નથી. આને આધારે જ આગળ જતાં એવો વાદ નીકળ્યો લાગે છે કે જીવ તે બ્રહ્મનો કેવળ આભાસ અથવા વિવર્ત છે. કરોળિયો ને તેણે પોતાના શરીરમાંથી પેદા કરેલી જાળ, મા ને તેણે જવુંલું બાળક વગેરે રૂપકો એમ દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે- કાર્ય કારણ વચ્ચે કેટલો ગાઢ સંબંધ છે. પ્રતીકોને રૂપકોના આ બધા વૈવિધ્ય દ્વારા બ્રહ્મ અને જગતનું તાદાત્મ્ય અર્થાત્ ઐક્ય બતાવવાનો ઉદ્દેશ છે. બાહ્ય જગત તે કંઈક જુદીને બ્રહ્મની જોડાજોડ પડેલી, વસ્તુ નથી. સતુ તત્ત્વનું પારમાર્થિકરૂપ અર્થાત્ બ્રહ્મ અને સત્ તત્ત્વનું વ્યાવહારિકરૂપ અથાત્ જગત એ એકબીજાથી જુદાં નથી.
:
બેડલી જણાવે છે કે— "પરિમિત કેન્દ્રોનાં બ્રહ્મનો અંતર્ભાવ અથવા વાસ અને બ્રહ્મમાં પરિમિત
કેન્દ્રોનો વાસ કેમ છે એ અકળ વસ્તુ છે એમ મેં હંમેશાં માન્યું છે... એ કળી શકાય એવું આપણું ગજું નથી, એટલું જ નહીં પણ માસ માત્રની બક્ષા માટે પણ, એ અકળને અગોચર વસ્તુ છે." "બ્રહ્મ અને
૨૧૭
For Private And Personal Use Only