________________
Shri
Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
જગત/સૃષ્ટિવિદ્યા - ૪.૪.૫
વિચારસીલ વ્યક્તિને સહજ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ સંપૂર્ણ સૃષ્ટિમાં જે વિવિધતા અને નિયમિતતા છે, તે શા માટે હશે ? તે વિવિધતામય સૃષ્ટિ શેમાંથી ઉત્પન્ન થઈ હશે ? આદિકાળથી આ પ્રશ્ન છે અને તેની ચર્ચા તત્ત્વજ્ઞાનીઓ કરે છે. ઋગ્વેદના નાસદીય સૂક્તમાં આ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યાં છે. સૃષ્ટિનાં આ રહસ્યને મનુષ્ય દેવ વગેરે તો સમજી શકતા નથી, કારણ કે તેઓ તો સ્વયં સૃષ્ટિની અંદર છે. ગ્વેદમાં જ દશમાં મંડલમાં હિરણ્યગર્ભમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થઇ છે તેમ દર્શાવ્યું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકનું અનેક ભાવમાં આવવું અને અનેકનું એક સૂત્રમાં ગ્રથિત થવું તે વિશ્વ સૃષ્ટિનો મૂળ સિદ્ધાન્ત છે. વૈદિક વાદ્ગમયમાં વિશ્વનું યાત્ત્વિક સૃજન(વિકાસ દ્વારા) અને પ્રકૃતિક ઉદ્ભાવનું પરિણા, એમ બે સિદ્ધાન્તો જોઈ શકાય છે.
ગ્વેનાં પુરુષ સૂક્તમાં સૃષ્ટિ ઉત્પત્તિની પ્રક્રિયા આપેલી છે. તેમાં પ્રથમ વિરાટ્ પુરુષમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તેમ દર્શાવેલ છે.
માયાવાદી સિદ્ધાન્તને મહત્ત્વ આપવામાં આવે છે. તેને આધારે સૃષ્ટિ રચનાના વિવિધ સિદ્ધાન્તોનો સ્વીકાર કરી શકાય છે. જેમાં સર્વ પ્રથમ આ સંપૂર્ણ જગત્ દેવીના સ્વતંત્રરૂપમાંથી નિઃસૃત થયું, બીજો સિદ્ધાન્ત બે કે દેવીએ વિશ્વનું સૃજન કર્યું અને પછી આ વિશ્વ દેવીથી અલગ થઈ ગયું. ત્રીજું સ્વરૂપ દેવીએ વિશ્વરૂપમાં જ પોતાનું પરિવર્તન કરી દીધું. અર્થાત્ અખંડ આનંદ સ્વરૂપ પરમાત્મા પોતાની માયાથી કાલ્પનિક જીવ બનીને સંપૂર્ણ સાંસારિક શરીરોમા કલ્પિત તાદાત્મ્ય દ્વારા પ્રવિષ્ટ થઈ ગયા.
પુરુષ—પ્રકૃતિના સંયોગથી સૃષ્ટિની ઉત્પત્તિ પણ માનવામાં આવે છે. તેમાં ડૉ. રાધાકૃષ્ણન્ જણાવે છે કે— “પુરુષ-પ્રકૃતિમાં સંપૂર્ણ મિલનને કારણે આ પૂર્ણ વિશ્વ અસ્તિત્ત્વમાં આવ્યું."પ
જગતની વ્યાખ્યાને વિશ્વ નિર્માણ મોમાંસા કહેવામાં આવે છે. તેમાં તાત્ત્વિક અને આધ્યાત્મિક એવી એ દૃષ્ટિઓ ઉપનિષદ્મા રહેલી છે. આમાં આધ્યાત્મિક દૃષ્ટિ ઉપરનાં ઋષિઓને અભિપ્રેત છે. કારણ કે તાત્ત્વિક દ્રષ્ટિબિંદુથી પૂર્ણસમાધાન શકમ નથી. કારણ કે તે અનુભવ દ્વારા જ વ્યક્ત કરી શકાય છે.
D વાયુ :
છા. ઉપ,માં રેક્વમુનેિ સંપૂર્ણ સૃષ્ટિનું મૂળ વાયુ માને છે. તેઓ પોતાનાં સિદ્ધાન્તને સમજાવવ માટે કથારીલીનો પ્રયોગ કરે છે.
-૧
For Private And Personal Use Only