________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
જગત વચ્ચેના સંબંદ્ધ વિષે કશો ખુલાસો આપી શકાય એમ નથી, તે અનિાર્ચનીય છે. એવું ઉપ.એ માની લીધેલું છે અને એ અનિર્વચનીયતાને વેદાન્તે 'માયા’ ના૫ આપ્યું છે."
D જગત અને બ્રહ્મ :
આ દશ્યમાન જગત વાસ્તવમાં પ્રેમ છે, વાસ્તવિક નથી, પઆ દશ્યમાન સંપૂર્ણ જગત્—પ્રપંચ વાસ્તવમાં બ્રહ્મા/પ્રણવ જ છે. આ જે દેખાય છે તે જ ચિત્ત વિશ્વમાં દેખાય છે અને તે સ્પંદનનો એક અંશ માત્ર છે.
૧.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ જગત્ પણ બ્રહ્મ છે, તેનાથી અલગ સત્તાવાળું નથી. તે બ્રહ્મથી અનન્ય છે એટલે અન્ય અથવા જુદું નથી તે. બ્રહ્મમાં અંતર્ગત છે. મૂલ પ્રેરક બ્રહ્મના સચ્ચિદાનંદના અંશો પૂર્ણ વિભાવવાળા છે; પ્રેર્ય અથવા ભોના જીવમાં તે સચ્ચિદાનંદના અંશો પૂર્ણ નિભવવાળા છે; પ્રેર્ય અથવા ભોક્તા જીવમાં તે સચ્ચિદાનંદના અંશો અપૂર્ણ અથવા આવૃત કલાવાળા છે. ભોગ્ય જગનું બીજ જો કે બ્રહ્મામાં અંતર્ગત છે તો પણ તે સચ્ચિદાનંદવાળા સ્વભાવનું નથી, પરંતુ તેથી વિરુદ્ધ ધર્મવાળું છે એટલે કે અસહુ જડ અને દુઃખ સ્વભાવવાળું તે દ્રવ્ય છે, પરંતુ આ જગતુનું બીજ બ્રહ્મની સત્તા મર્યાદા બહાર નથી. તે જે જે રૂપને ધારણ કરે તેવાં સ્વભાવનું બની જાય છે. તે નામ રૂપકર્મની ત્રિપુટીને આધારે તેનામાં રહેલી ગૂઢ શક્તિને માયા એવું નામ આપવામાં આવેલ છે.
જગતને ન સ્વીકારનારા અદ્વૈતવાદનાં જે પ્રકાર છે તેનાથી ઉપ.નો સિદ્ધાંત અલગ પડે છે. ઉપનિષદનો સિદ્ધાંત વારતવિક હકીકતોનો સ્વીકાર કરે છે, તે તેને દઢતાથી વળગી રહે છે. એ સિદ્ધાંતમાં સર્વોચ્ચ અથવા પરમ તત્ત્વ અર્થાત્ ઈશ્વરને 'અધિદેવ' નામ આપેલું છે. અધિભૂત' અને 'અધ્યાત્મ અર્થાત્ બાહ્ય જગત અને આંતરિક જીવ બન્ને એ અધિદેવની અંદર સમાઈ ગયેલાં છે અને છતાં અદિવ એ બન્નેની પારને તેનાથી મોટું પણ છે, પારમાર્થિક અથવા સર્વોચ્ચ અવરથામાં ફક્ત એક બ્રહ્મ જ હોય છે. 'એના સિવાય બીજું કશું આપણે જોતા નથી, બીજું કશું આપણે સાંભળતા નથી, બીજું કશું જાણતા નથી.
* !
જેવી રીતે વટવૃક્ષ એવાં સૂક્ષ્મ તત્ત્વનું બનેલું છે જે અમે જોઈ શકતા નથી, તેવી જ રીતે આ જગત્ અસીમ બ્રહ્મનું બનેલું છે.
=
આમ ઉપનિષદો અદ્વૈતમાં જ વિશ્વાસ રાખે છે. બ્રહ્મ જ સૃષ્ટિરૂપે પરિવર્તિત થાય છે. તે જ આત્મા છે. કર્મફળ ભોગવતો હોય આત્મા જ જીવ કહેવાય છે. વાસ્તવમાં તેને કોઈ બંધન હોતું નથી.
૨૧
For Private And Personal Use Only