________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મા પ્રાણ અને સૂર્ય એમ બે પ્રકારે આત્માનું સ્વરૂપ ધારણ કરે છે. સૂર્ય બહારના આમ છે અને ગતિને આધારે પ્રાણ અંતરાત્મા છે એમ નકકી કરી શકાય છે. સૂર્યની અંદર જે સુવર્ણમય પુરુષ દેખાય છે તે જ હૃદય કમલમાં રહેલ છે અને અન્નનું ભક્ષણ કરે છે. 35
પ્રાણરૂપ આત્મા યોગ દ્વારા ઉપર જાય છે. આ આત્મા શરીરમાંથી બહાર નીકળી પરમ જ્યોતિરૂપ બ્રહ્મને પ્રાપ્ત કરીને પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. આ આત્મા અમૃતરૂપ, અભયરૂપ અને બ્રહ્મરૂપ છે.
‘મનું નામથી વિખ્યાત એ જ આત્મા છે. તે સ્પર્શ, શબ્દ વગેરેમાં આરસન ભૂતાત્મા છે. તપથી મન વશ થતાં તેનું જ્ઞાન થાય છે.”
કૈકયી અશ્વપતી "આ હું જ છું" એમ આત્મારૂપ વૈશ્વાનરની સવારમભાવ ઉપાસના કરવાનું જણાવે છે.
મુક્ત આત્મા મવાનરોમાં પણ સ્થાથી રહે છે. આ આત્મા ચિત્ય અવસ્થાથી પણ ચિદાત્મા મુક્ત છે ?
છે. ઉપ માં ઇન્દ્ર તથા પ્રજાપતિનાં સંવાદમાં આત્માના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં ઉત્તરોત્તર વિકાસની પ્રક્રિયા છે. જેને ડૉ. રાધાકૃષ્ણનું (૧) છાપાત્મા, (૨) સુખાત્મા, (૩) સુષુપ્તાત્મા અને (૪) પર આત્મા, એ રીતે ક્રમશઃ સમજાવે છે. આત્માનું સ્થાન
આત્માના સ્થાન બાબતે અનેક મંતવ્યો છે. તે સંપૂર્ણ શરીરમાં રહે છે, મસ્તકમાં રહે છે. હદયમાં રહે છે વગેરે. પ્રો. જેમ્સ જણાવે છે કે કોઈને કોઈ રૂપે તે ચેતનમય પ્રત્યેક વસ્તુ તરફ રહેલો છે. જેની સાથે તે સંબંધ રાખે છે. આપણા મસ્તકમાં આપણી સક્રિય સત્તા હોવાથી આપણા વિચાર અને બાવ તેની પ્રક્રિયાને પ્રભાવિત કરતાં જોઈ શકાય છે અને તેથી આત્માનું સ્થાન મસ્તિષ્કની બાહ્ય ત્વચા પાસે છે." આઈ. એચ.ફિને આત્માને "
દિવ્યાપી” તત્ત્વ માને છે. લૉન્સેનો સિદ્ધાન્ત છે કે – "શરીર-વિજ્ઞાન સમ્મા મસ્તિષ્કનાં તત્ત્વોમાંથી આકાર હીન વિશિષ્ટ સ્થાનમાં હોવો જોઈએ, જયાં બધાં જ મજજાતંતુ એક બીજા સાથે એકત્ર થતાં હોય." એરિસ્ટોટલનાં મતે આત્માનું સ્થાન હૃદય છે, તે આ નિર્ણય ઉપર નીચેના નિરીક્ષણને આધારે આવ્યાં હતા કે-- (૧) હૃદયના રોગો અત્યંત ઉગ્ર અને નિશ્ચિતરૂપથી ઘાતક હોય છે. (૨) ભય, શોક, હર્ષ વગેરે મનોભાવ સર્વ પ્રથમ હૃદયમાં જ હલચલ મચાવે છે.
૧૯૭
For Private And Personal Use Only