________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
આત્મા દરેકમાં એક સરખો જ હોય છે– એક જ હોય છે, પરંતુ વૃક્ષમાં ઓછો પ્રકાશિત અભિવ્યક્ત, તેથી વધુ પશુમાં, તેથી વધુ મનુષ્યોમાં હોય છે, તેથી વધુ સુ-સંસ્કૃત-આધ્યાત્મિક મનુષ્યમાં હોય છે, આપણી જે કાઈ પ્રવૃત્તિ હોય છે, તે માયારૂપ પડદાને દૂર કરી તે તરફ જવાની હોય છે.'' અહીં ગીતાનું વિભૂતિ વર્ણન યાદ આવે છે. ત્યાં ભગવાન સ્પષ્ટ રીતે જણાવે છે કે– જેમાં—જેમાં મારો વધુ પ્રકાશિત અંશ હોય તે મારી વિભૂતિ, અર્થાત્ દરેકમાં પરબ્રહ્મ છે જ પરંતુ શ્રેષ્ઠ પદાર્થોમાં, મનુષ્યોમાં તે વિશેષ પ્રમાણમાં પ્રકાશિત હોય છે,
આત્મા જ સર્વ છે, તે જ તું(શ્વેતકેતુ) છે; તે જ બ્રહ્મ છે, તે આત્મા 'અણુરૂપ' છે તેમ જણાવી મહર્ષિ ઉદ્દાલક તેમના સમર્થનમાં વટવૃક્ષ, નિમક વગેરેનાં ઉદા. આપે છે. આ સતુ તત્ત્વ આત્મ તત્ત્વ જોઈ શકાતું નથી, પરંતુ અનુભવી શકાય છે, તે માટે શ્રદ્ધા જરૂરી છે,
“તત્ત્વમસિ" વાક્યને સમજાવતા નવ દષ્ટાંત આપે છે,
છે.)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- જળમાંથી શરીર ઉત્પન્ન થાય છે, જળનું મૂળ તેજ અને તેજરૂપી કર્મનું ફળ સત્ તત્ત્વ છે. આ સત્ તત્ત્વ જ ત્રિવિધરૂપ ધારણ કરીને દરેક પ્રાણીમાં વ્યક્ત થાય છે અને ફરી લય સમયે સતુ તત્ત્વમાં લીન થાય છે.
"તત્ત્વમસિ" વાક્યને સમજાવવા બીજુ ઇષ્ટાન્ત મધુમાખીનું આપે છે.("ઉપાસના" પ્ર.માં આપેલ
ત્રીજું દૃષ્ટાન્ત નદીનું આપે છે. દરેક નદીઓ સમુદ્ર તરફ વહે છે, તે સમુદ્ર સાથે ભળી જઈને પોતાના નામ– –રૂપને જાણતી નથી, તેમ આ સંપૂર્ણ પ્રજા એક જ સન્માંથી ઉત્પન્ન થાય છે અને તે નથી જાણતી કે અમે 'સમાંથી જ આવ્યાં છીએ. જન્મ પામીને તે મચ્છર, ફીટ વગેરે જે હોય તે જ થઈ જાય છે. આ અણુરૂપ આત્માવાળું જ આ જગત્ છે, હે શ્વેતકેતુ "તું પણ તે જ છે."પ
{ વૃક્ષની જડમાં, મધ્યમાં અને ઉપરનાં ભાગમાં કોઈ ઘા મારે તો તે રસ બહાર કાઢે અને વિત રહે છે અને ત્યારે પણ તે જીવરૂપ આત્માથી વ્યાપ્ત જળ પીએ છે અને આનંદમાં રહે છે. આ વૃક્ષની શાખામાંથી જીવ નીકળી જાય ત્યારે તે શાખા સૂકાઈ જાય છે, તે જ પ્રમાણે વૃક્ષમાંથી જળ નીકળી જાય ત્યારે વૃક્ષ સૂકાઈ જાય છે. તે જ પ્રમાણે આપણું શરીર મરે છે, જીવ મરતો નથી. સૂક્ષ્મ ભાવવાળું આ જગત્ છે, હે શ્વેતકેતુ તે સત્ય છે. 'તું તે જ છો.' .'' આ જ બાબત વૃક્ષમાં જીવ છે તે વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે પણ સિદ્ધ કરેલ છે.
૧૯૫
For Private And Personal Use Only