________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
વિશેષ સમજાવવાનું કહેતા વટવૃક્ષનું દૃષ્ટાન્ત આપે છે. શ્વેતકેતુ વટવૃક્ષનું એક બીજ લઈ આવે છે. તેને તોડવાનું કહેવામાં આવતા તેને તોડે છે. તેની અંદરથી ઘણાં જ અત્યંત સૂક્ષ્મ બીજ નીકળે છે. તેમાંથી એકને લઈને તોડવાનું કહેવામાં આવતા તે તોડે છે. તેમાંથી અત્યંત સૂક્ષ્મ બીજ નીકળે છે, જે જોઈ શકાતા નથી. તેથી શ્વેતકેતુ જણાવે છે કે "આમાં કશું જ દેખાતું નથી.' તેથી પિતા ઉદાલક જણાવે છે કે આ અત્યંત સૂક્ષ્મ બીજમાં જે અત્યંત સૂક્ષ્મ ભાવ છે તેમાંથી જ આ વિશાળ વટવૃક્ષ ઉત્પન્ન થયું છે. તું શ્રદ્ઘા રાખ, આ સૂક્ષ્મ ભાવમાં જ જગત્ રહેલું છે, તું તે જ છો.''
_
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“.... નિમકનાં દૃષ્ટાન્તથી પ્રત્યક્ષ અનુભવ દ્વારા ફરીથી સમજાવે છે. શ્વેતકેતુ એક જલપાત્રમાં નિમકનો ટુકડો નાંખીને આવે છે. તેને જણાવવામાં આવે છે કે– કાલ રાત્રે જે નિમકનો ટુકડૉ નાખેલ છે, તે મને આપ, તે જલ—પાત્રમાં શોધે છે, તે મળતો નથી. તેથી તેને જણાવવામાં આવે છે કે તે ટુકડાને તું જોઈ શકતો નથી, પરંતુ જાણવા ઈચ્છે તો અનુભવથી જાણી શકે છે. ત્યારે તે સૂચના પ્રમાણે ઉપરથી, મધ્યમાંથી અને નીચેના ભાગમાંથી જળ લઈને આચમન કરે છે, ખારું લાગે છે, તેથી શ્વેતકેતુ જણાવે છે કે– નિમક જોઈ શકાતું નથી પરંતુ જળમાં સર્વત્ર વ્યાપ્ત છે. તેથી પિતા ઉદાલક આરુણિ જણાવે છે કે“સત્ તત્ત્વને જોઈ શકાતું નથી, પરંતુ સર્વત્ર વિદ્યમાન છે, તેને જોઈ શકાતું નથી, પરંતુ અનુભવી શકાય
$}
છે. આમ અનુભવ જન્ય જ્ઞાન નિમકનાં દષ્ટાંત દ્વારા પ્રત્યક્ષ અનુભવથી જણાવે છે.
હું આ પ્રત્યક્ષ અનુભવને દઢતર બનાવવા માટે ગાંધાર પુરૂષનું દષ્ટાન્ન આપે છે. કોઈ પુરૂષને ગાંધાર દેશમાંથી લઈ આંખે પાટા બાંધી જંગલ પ્રદેશમાં છોડી દે છે, ત્યાં તે દરેક દિશાઓ તરફ જોઇ અવાજ કરે છે. કોઈ પુરૂષ તેનાં બંધન ખોલીને ગાંધાર તરફનો રસ્તો દર્શાવે છે, પરિણામે તે બુદ્ધિમાન અને ઉપદેશ પ્રાપ્ત કરેલો પુરુષ ગાંધાર પહોંચી જાય છે. તેમ ઉપદેશ પામેલ મનુષ્ય પુરુષાર્થ દ્વારા ગુરુએ દર્શાવેલા માર્ગ દ્વારા ‘સત્’ તત્ત્વને પ્રાપ્ત કરી લે છે. “હું શ્વેતકેતુ, તે તું જ છો.”
મરણાસન્ન વ્યક્તિની આસપાસ દરેક બાંધવજનો બેસીને પોતાની ઓળખાણ બાબતે પૂછે છે. એ સમયે જ્યાં સુધી વાણી મનમાં લીન નથી થતી, મન પ્રાણમાં, પ્રાણ તેજમાં, તેજ પરાદેવતામાં લીન ન થાય ત્યાં સુધી તે દરેકને ઓળખે છે. પરંતુ તે ક્રમશઃ લીન થઇ જતાં ઓળખી શકતો નથી. આમ સૂક્ષ્મ ભાવ વાળા આત્માવાળું જ આ જગત્ છે, "ને તું જ છો.’’૧
ં અંતિમ દૃષ્ટાન્ત આપતા જણાવે છે કે- અપરાધી જો જુઠુ બોલીને પોતાના અપરાધને છુપાવે છે; તે જલતી કુહાડીને સ્પર્શ કરે છે તો તે જલે છે, પરંતુ અપરાધી ન હોય તો તે “સત્ત્વ” બોલીને સ્પર્શ કરે છે તો તે જલતો નથી. આ પ્રમાણે 'સત'ને પ્રાપ્ત કરનાર પુનર્જન્મને પામતો નથી.
૧૯૬
For Private And Personal Use Only