________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
સ્વાભાવિક જ્ઞાનવાળો છે, તેની મરણ પછી ગતિ આગતિ થાય છે. માટે તે સંસારી દશામાં સૂક્ષ્મ પરિમાણવાળો છે. હૃદયમાં રહ્યા છતાં તે સાકાર દેહમાં પ્રકાશની જેમ ફેલાયેલો રહે છે, પરંતુ અ અદ્ભુત્વ જીવનું ઔપાધિક છે અને અંતઃકરણ વડે તેનું જ્ઞાત અને અજ્ઞાતરૂપ ઘડાય છે. તે જીવાત્મા સ્વયંકર્તૃત્વ ધર્મવાળો છે, તેથી શાસ્ત્રીય કર્મની જવાબદારીવાળો છે, બુદ્ધિનો નિયામક છે. તેમાં સ્વયંકર્તૃત્વ ન હોય તો સમાધિ બને નહિ. જેમ સુઘાર સાધનો લે ત્યારે કર્તા, અને સાધનો મૂકી દે ત્યારે અકર્તા, તેમ જીવાત્મા પણ પોતાના બુદ્ધિ વગેરે સાધનોને પ્રેરે ત્યારે કાં અને તેવા પ્રેરણ વિના રહે ત્યારે અકર્તા ગણાય. આ પ્રકારે સ્વયં જ્ઞાનવાળો અને સ્વયં કર્તા છતાં તે પરબ્રહ્મ અથવા પરમાત્માને આધીન છે. તે પરમાત્માનો ચેતનરૂપ અંશ છે અને પરમાત્મા અંશી છે. પરંતુ સ્વકર્મ વડે જેવો જીવ સુખી-દુઃખી થાય છે. તેવા પરમાત્મા સુખી—દુ:ખી થતાં નથી. દેહ સંબંધ વડે વિધિ-નિષેધને આધીન જીવે છે તે પરમાત્મા નથી. અશાંશીભાવ ઉપરાંત બિંબભૂત પરમેશ્વર અને પ્રતિબિંબરૂપ જીવ છે એવું પણ પ્રતિપાદન કરવામાં આવે છે. ધર્માધાદિ સામગ્રી મર્યાદિત ઉપાધિવાળા આત્મામાં રહે છે અને સુખ–દુ:ખનું મિશ્રાપણું થવાનાં ભય નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગચૂડામણિ ઉપ. જીવ અને આત્મા વચ્ચે ભેદ દર્શાવતા જણાવે છે કે ઇન્દ્રિયો જીવને બંધનમાં નાખી શકે છે, આત્માને નહીં, પરંતુ મમતા દૂર થતાં જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. જ્યારે જાબાલિ ઉપ., વજાસૂચિકો, છા. ઉપ. આત્મા અને જીવમાં તાત્ત્વિક ભેદ પાડતા દર્શાવે છે કે, પશુપતિ પરબ્રહ્મ જ જીવ છે તે બંધનમાં પડેલ અને વિવેકહીન હોય છે, તેથી જીવ કહેવાય છે. જીવ મૃત્યુ પામતો નથી, સ્થૂળ શરીર જ મૃત્યુ પામે છે. તે સૂક્ષ્મ ભાવવાળો આત્મા છે. વજ્રાસૂચિકો. જણાવે છે કે- દરેક શરીરમાં
この
જીવ એક જ છે, તે મૃત્યુ પામતો નથી અને તે જીવ જ આત્મા અને બ્રહ્મ છે. પરંતુ આત્મા બંધન પામતાં
નથી, જ્યારે જીવ કર્મ અનુસાર નવા—નવા દેહ ધારણ કરે છે.
શ્રીમદ્ શંકરાચાર્ય જીવાત્માને ઇન્દ્રિય જ્ઞાનની દષ્ટિથી સત્ય કહે છે, પરંતુ પરમાર્થ દ્રષ્ટિથી ધ્યેયાત્મક અથવા અતીન્દ્રિય છે. વ્યાવહારિક દષ્ટિથી આપણે તેને અલગ સત્તા કહી શકીએ પરંતુ પારમાર્થિક દષ્ટિથી બ્રહ્મરૂપ છે. આ જ બાબત છો. ઉપ. દર્શાવતા કહે છે કે— "આત્મા ’આ ઐતહૃદયમાં વસે છે તે મૂલતઃ બ્રહ્મ છે, જેવો આ નાશવાન શરીરમાંથી છૂટે છે કે તરત જ હંમેશને માટે બ્રહ્મમાં લીન થઈ જાય છે.જે
ન. દ. મહેતા પ્રેરફ બ્રહ્મ, તેનાં સગુણ-નિર્ગુણરૂપો જણાવ્યાં બાદ બ્રહ્મનાં અંશ એવા ભોક્તા--- બ્રહ્મની રજૂઆત કરે છે. ભોક્તાનું બીજું નામ જીવ અથવા ક્ષેત્રજ્ઞ છે.r
*
૨૦૧
For Private And Personal Use Only