________________
Shri Mahavir Jain Aradhana Kendra રે ."
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરક બ્રહ્મ અને પ્રેર્યબ્રહ્મ – શિવ અને જીવ – બ્રિા ને જીવ ચેતન સ્વરૂપે એક તત્ત્વરૂપ છતાં બન્નેના સ્વભાવધર્મ અને ગુણધર્મમાં ફેર છે. તેનું નિમિત્ત કારણ પ્રધાન, અન, માયા એવું નામ આપવામાં આવે છે અને તેમાંથી જે જે જડ, અને જડાજs પરિણામો પ્રકટ થાય છે તે પરિણામોને ઉપાધિરૂપે સ્વીકારવાથી મૂળ ચેતન અનેક આભાસી ઉત્પન્ન કરે છે. આ આભાસો પૈકી સર્વોત્તમ જ્ઞાનપ્રકાશ એશ્વર્યાદિવાળો આભાસ જે ઉપહિત ચેતનામાં પડે છે, તેને ઈશ્વર સંજ્ઞા મળે છે અને અજ્ઞાન અનૈશ્વદિવાળો આભાસ જે ઉપહિત ચેતનામાં પડે છે, તેને જીવસંજ્ઞા મળે છે, જ્યાં સુધી આ ઉપાધિઓમાં હું છું એવી અધ્યાત બુદ્ધિ રહે ત્યાં સુધી ઉપહિત ચેતનાના આભાસમાં મૂળ સ્વરૂપનું ભાન જાગતું નથી અને તેવા માનના અભાવે, એટલે અવિદ્યાને લઈને, જીવ ચેતન બદ્ધદશાનું એટલે સંસરણ ધર્મ– વાળું રહે છે. વિદ્યાની પ્રાપ્તિ થતાં ઉપાધિગ્રસ્ત હું છું એવી પ્રતીતિ બંધ થાય છે અને જીવ ચેતન બ્રહ્માકાર થઈ કેવલ્યનો અનુભવ કરે છે."
યોગચૂડામણિ ઉપ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય એમ જીવની ચાર અવસ્થા વર્ષાવે છે. તેના અધિપતિઓ અનુક્રમે વિશ્વ તૈજસ, પ્રાશ અને આત્મા એ ચાર પુરુષ છે. સ્થૂળના ભોકતા વિશ્વ, એકાંતના ભોક્તા તેજસ, આનંદનાં ભોકતા પ્રાજ્ઞ અને "પર બધાનાં સાક્ષી સ્વરૂપ છે. આ ચાર અવસ્થાઓને પ્રા. સી. વી. રાવલ પોતાના પુસ્તક "શ્રીમદ્દ શંકરાચાર્યનું તત્ત્વજ્ઞાન"માં વિસ્તૃત રીતે સમજાવે છે.
પ્રજાપતિ પણ આ ચાર અવસ્થા દ્વારા જ ઇન્દ્રને પરબ્રહ્મનું જ્ઞાન આપે છે. . •
3 જાગ્રત અવસ્થા:
આ અવસ્થામાં જીવાત્મા મન અને ઇન્દ્રિયો દ્વારા બાહ્ય વિષયોને પ્રત્યક્ષ કરે છે. બાહ્ય જગાનો અનુભવ આ અવસ્થામાં થાય છે તેથી તેને જાગ્રત અવસ્થા પણ કહે છે. આ અવસ્થાને સર્વ પ્રજાપતિ દર્શાવે છે કે-- જલ, દર્પણ આ ચારેબાજુ જે પ્રતિબિંબ પડે છે તે "આત્મા” છે. જ
સ્વપ્ન અવસ્થા :
આ અવસ્થામાં માણસ પોતાની માનસિક કલ્પનાનું જગતુ સર્જે છે. અને તેનો અનુભવ કરે છે. જાગ્રત અવસ્થામાં કરેલી કલ્પના સ્વપ્ન અવસ્થામાં વાસ્તવિક બનતી જઈ શકાય છે. આ કાલ્પનિક જગમન હિતા' નામની અત્યંત સૂક્ષ્મ નાડીમાં સર્જે છે. જાગ્રત અને સ્વપ્નમાં એ તફાવત છે કે જાગ્રતમાં ઈન્દ્રિયો બહારથી સંવેદનો ગ્રહણ કરે છે જ્યારે સ્વપ્નમાં ઈન્દ્રિયોની મદદ વગર જ માત્ર મન એકલું જ
૨૦૮
For Private And Personal Use Only