________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અદ્વિતીય, નિર્મલ, જ્ઞાન સ્વરૂપ, આદિ–મધ્ય અંત રહિત પરમાત્મા છે અને તે પરબ્રહ્મ હુંજ છું, એવી બુદ્ધિ ભાવના કરે તો ચોક્કસ મોક્ષ પ્રાપ્ત થાય છે. તે આત્મા એ જ પરમાત્મા એમ અત જ સિદ્ધ થાય છે.
આત્મા જ પરમાત્મા છે તેમ જણાવતાં બ્રહ્મા કહે છે કે– પ્રજાપતિએ પ્રથમ નિર્જીવ સૃષ્ટિની રચના કરી, તેનાંથી આનંદ ન થતાં, સચેતન કરવા માટે વાયુરૂપ બનીને તેમાં પ્રવેશ કર્યો. તેના પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન એમ પાંચ ભેદ થઈ ગયા. તે હૃદય ગુહામાં રહે છે. તે મન, પ્રાણ વગેરે અનેક રૂપોમાં સત્યસંકલ્પવાળો છે. ત્યારબાદ રથનું રૂપક શરીરને આપીને રૂપકાત્મક શૈલીમાં રસમજાવે છે કે- શરીરને પ્રેરનાર આત્મા છે, આત્મા શરીરનાં કર્મબંધનમાં આવી ગયો, હોવાથી ભિન્ન-ભિન્ન શરીરમાં સંચાર કરતો રહે છે. વાસ્તવમાં આત્મા અવ્યક્ત, સૂમ, અદશ્ય, મમતા રહિત, શુદ્ધ, સ્થિર, અચલ, દુઃખ રહિત, ઈચ્છા રહિત, દષ્ટાની જેમ રહીને પોતાના કમનું ફળ ભોગવે છે."
શ્રી શુકદેવજી આત્માને અનિર્વચનીય, અગમ્ય જણાવી, અણુપરમાર તરીકે ઓળખાવી મનમાં રહે છે તેમ જણાવે છે, આત્મા અત્યંત સૂક્ષમ, આકાશથી ભિન્ન પરંતુ બાહ્ય શૂન્યતાને લીધે તે આકાશરૂપ પણ છે, તે વસ્તુરૂપ નથી પરંતુ સત્તારૂપ હોવાથી વસ્તુરૂપ પણ છે. એમ પરસ્પર વિરોધી વર્ણન દ્વારા પરમાત્મા જ આત્મા છે, તે જ વિશ્વરૂપ છે. બ્રહ્મ છે."
મહાપ્રલયના સમયે દરેક સત્તાનો અભાવ થઈ જાય છે, માત્ર શાંત આત્મા જ રહે છે, જે દોષોથી પર છે, દેવ સ્વરૂપ છે, ત્યાં પાણી પણ પહોચી શકતી નથી, તે સર્વકતા, સર્વરૂપોનાં જ્ઞાતા મુક્ત પુરુષ જ છે, જેમાંથી આત્મા અને રૂપોની કલ્પના જતી રહે છે તે જ રૂપ રહિત બ્રહ્મ જ પરમાત્મા કહેવાય છે.”
જ્ઞાનીજનો આત્માને જ પરબ્રહ્મ દર્શાવે છે. જેવી રીતે અલંકારમાં સુવર્ણથી અલગ સતા નથી, તેમ પરબ્રહ્મથી પૃથસત્તા નથી, પરબ્રહ્મ જ જગતના રૂપમાં માયાથી પરિવર્તિત થઈ જાય છે. નરસિંહ મહેતા પણ આ જ અનુભવ વ્યક્ત કરે છે.*
આત્મા એક હોવા છતાં માયાથી ઉત્પન્ન થતાં હોવાથી ભ્રમને કારણે બિન-ભિન્ન દેખાય છે. વાસ્તવમાં તેમાં કોઈ ભેદ નથી. આ બાબતને પૂ. સ્વામી વિવેકાનંદ અને ઉદા. આપી સમજાવે છે કેદશ્ય અને આપણી વચ્ચે પડદો હોય છે, ત્યારે જેમ રંગમંચ ઉપરનું દૃશ્ય જોઈ શકાતું નથી, પરંતુ પડદો દૂર થતાં જોઈ શકાય છે, તેમ માયા-દેશ-કાલ અને નિમિત્તરૂપ પડદો દૂર થતાં હું જ આત્મા છું એમ જાણી શકાય છે”
For Private And Personal Use Only