________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
આત્મા
-
૪.૪.૨
ઉપ.નું મુખ્ય ધ્યેય, આત્મા એ જ પરમાત્મા છે' તેમ દર્શાવવાનું રહ્યું છે. "સ્ને એક જ છે,
તરૂપ છે. તે બાબત સ્પષ્ટ રીતે ઉપષ્ટ દર્શાવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપ. (૧) અન્વય વિધિ અને (૨) વ્યતિરેક વિધિથી આત્માનું નિરૂપણ કરે છે. પ્રથમ પદ્ધતિમાં આત્મા સર્વવ્યાપી, સર્વસાક્ષી, સર્વજ્ઞ, સર્વેશ્વર છે. એ રીતે નિરૂપણ છે; જ્યારે બીજી પદ્ધતિમાં "નૈતિ નેતિ' – અજ્ઞેય, અમર્ત્ય, અવાચ્ય, અનક્ષ એમ નિરૂપણ છે.
આત્મા વાણીથી ૫૨, શુદ્ધ, પવિત્ર, શૂન્ય, શાંત, અનંત, અવિનાશી, સ્થિર, સનાતન અને જન્મ રહિત છે. તેની પ્રેરણાથી જ ચેતન-રહિત શરીર ચેતનવાળુ લાગે છે.' આત્મા શુદ્ધ, સ્વયંપ્રકાશ સુખરૂપ, નિત્ય, એકરસ, સર્વવ્યાપી અને દોયહીન છે..
આત્મા જ પરમાત્મા છે. આ આત્મા સૂક્ષ્મ, અગ્રાહ્ય, અદશ્ય છે, તેનું નામ પુરુષ છે, તે એક અંશથી બુદ્ધિપૂર્વક ક્રિયા કરે છે, આ અંશ જ ચેતન પ્રાણીઓમાં જીવાત્મારૂપ બને છે. તે ક્ષેત્રજ્ઞ છે. આ આત્મા દેહમાં જ બિરાજમાન છે." યોગીઓ પરમાત્માનું દર્શન પોતાના આત્મામાં જ કરે છે. મહો. જણાવે છે કે- હૃદયરૂપી કમલમાં જે આત્મા નિવાસ કરે છે. તે જ પરમાત્મા છે. તે બ્રહ્મા, ઈશાન, ઇન્દ્ર, તથા અવિનાશી અને પરમ સ્વરટ્ છે, પ્લેટો પણ આત્માને અવિનાશી માને
છે.
ww
છા. ઉપ.માં બ્રહ્મને જ આત્મારૂપે નિરૂપતા શાડિલ્ય ઋષિ કહે છે કે તે મારા હૃદયની અંદર ચોખા, સરસવથી પણ અત્યંત સૂક્ષ્મ છે, પરંતુ સાથો સાથ પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ લોકથી પણ મહાનૂ અને અનંત છે. મુનિ સનત્કુમાર પણ ભૂમા જ પરબ્રહ્મ છે, તે જ આત્મા છે’“ તેમ જણાવે છે.
આત્મા બહાર અને અંદર વ્યાપ્ત રહેવા વાળો, નિષ્કલ, નિરંજન, નિર્વિકલ્પ, ચિદાભાસ અને સર્વવ્યાપી એક આત્મા હું જ છું, તે આત્મારૂપી ચૈતન્યથી જ બધુ તેજસ્વી બનાવાય છે,અગ્નિમાંથી જેમ તણખા પ્રગટ થાય છે તેમ અન્ય સર્વ તેમાંથી ૪(ચૈતન્યમાંથી જ) ઉત્પન્ન થાય છે.
આત્મા એ જ પરમાત્મા છે, કારણ-કાર્ય નથી. તે પ્રજ્ઞાન ઘન સ્વરૂપ, અદ્વિતીય, સત્ય-સ્વરૂપ આનંદમય છે, દેહમાં નિવાસ કરે છે તેમ છતાં દેહથી ભિન્ન છે, તે વ્યાપક અને મહાન્ આત્મા બધાનો સ્વામી છે. આ આનંદ સ્વરૂપ અક્ષર બ્રહ્મને જાણે છે, તેનાં શોકનો નાશ થાય છે. જે તેને બહાર શોધે છે તે વ્યર્થ ભટકે છે.૧
૧૯૩
For Private And Personal Use Only