________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રહણ કરવો, અને યજ્ઞોપવીત, અગ્નિ સહિત સર્વનો ત્યાગ કરી દેવો, કારણ કે આત્મધ્યાન યજ્ઞોપવીત છે. વિદ્યા જ શિખા છે, ઉદર જ પાત્ર છે અને જલાશયનો કિનારો નિવાસસ્થાન છે. તે રાત-દિવસ આત્માનુસંધાનમાં રત રહે છે.
અધ્યાય-૨:
ચાલીસ પ્રકારનાં સંસ્કરોથી યુક્ત, ઈર્ષ્યા, આશાથી રહિત અને સાધન ચતુષ્ટયથી સંપન્ન જ સંન્યાસી હોય છે. સંન્યાસી પતિત થાય તો કૃચ્છ-ચાન્દ્રાયણ વ્રત વગેરે બાદ પુનઃ સંન્યાસ ધારણ કરી શકાય છે. નપુંસક, પતિત વગેરે સંન્યાસને યોગ્ય નથી, તેમજ જણાવી યજ્ઞ, તપ વગેરેથી રહિત, શોકમગ્ન વગેરે ક્રમ સંન્યાસ નહીં પરંતુ આતુર સંન્યાસ ગ્રહણ કરી શકે. સંન્યાસી એ '∞ મૂ: સ્વાદ'' કહી શિખાનો ત્યાગ કરે પરંતુ યજ્ઞોપવીત રહેવા દે, 'યજ્ઞ, જ્ઞાન, વૈરાગ્ય મેધાને આપ્યા.” એમ કહી યજ્ઞોપવીત પણ દૂર કરી દે. ” મૂ: સ્વાહા" કહીને વસ્ત્ર અને કટિસૂત્રોનો પણ જળમાં ત્યાગ કરીને જ્ઞાની સંન્યાસી સન્યા મા" એમ ઉચ્ચારણ ફરતાં જ આગળ અને પાછળની સાઠ–સાઠ પેઢીને તારે છે. ત્યારબાદ સંન્યાસીએ કેવો દંડ ધારણ કરવો તે ધારણ કરવાની વિધિ સાથે જણાવે છે.
દંડ વગર સંન્યાસીએ ત્રણ વાર બાણ ફેંકાય તેટલી દૂરથી આગળ ન જવું. "જગત જીવનની આધાર, હે માતા, મારાં જીવનનું રક્ષણ કર.” એમ કમંડલુંને પોતાના જીવનની રક્ષાની પ્રાર્થના કરતાં કરતાં સુખપૂર્વક વિચરણ કરવું. ધર્મ-અધર્મ, સત્ય-અસત્યનો ત્યાગ કરવાનું જણાવી, (૧) વૈરાગ્ય સંન્યાસી, (૨) જ્ઞાની સંન્યાસી, (૩)જ્ઞાન–વૈરાગ્ય—સંન્યાસી અને (૪) કર્મ–સંન્યાસી એમ ચાર પ્રકારનાં સંન્યાસીની સમજૂતી આપે છે. ત્યાર પછી કુટીચક, બહૂદક, હંસ, ૫રમહંસ, તુરીયાતીત અને અવધૂત એમ અન્ય છ પ્રકાર સંન્યાસીનાં આપે છે.
'અન્ય કશું જ નથી, પરંતુ હું માત્ર શુદ્ધ ચૈતન્ય જ છું.' તેમ સંન્યાસીએ ભાવના કરતા કરતાં અંદર અને બહાર વ્યાપ્ત રહેનાર, નિષ્કલ, નિરંજન, નિર્વિકલ્પ અને સર્વવ્યાપી આત્મા હું જ છું, તેમ માની દરેક આત્માને નમસ્કાર કરવા. વાસ્તવમાં ચિત્ત-શક્તિ અત્યંત શક્તિશાળી છે, પરંતુ ઈચ્છા અને કેપથી ઉત્પન્ન દ્વન્દ ભાવને કારણે પ્રાણી મોહવશ પૃથ્વીરૂપ ખાડામાં પડેલ કીટ-પતંગની સમાન છે.
પોતાના આત્માને જ અવિચ્છન્ન શિવરૂપ માનીને નમસ્કાર કરી, નિષ્કામ કર્મ યોગ, સ્થિતપ્રજ્ઞતાની ભાવના રજૂ કરી, સર્વભૂતો તરફ સમાન ભાવે જૂએ છે તેનું જીવન પ્રશંસનીય છે, જગતને સાક્ષીભાવથી જૂએ છે, સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત થયું છે, સારું-નરસું છોડી દીધું છે, તેનું જીવન ધન્ય
For Private And Personal Use Only