________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફસાયેલ છે. તેથી વાસ્તવમાં સર્વપ્રથમ મનનો જ ઉદ્ધાર કરો, કારણ કે તે પોતાના પિતામહ આત્માને પણ ભૂલી ગલ છે, માટે સર્વપ્રથમ તેનો ઉદ્ધાર કરો, જીવને આશ્રિત અનેક ભાવો બ્રહ્મ તારા કલ્પિત થઈને ઉત્પન્ન થાય છે. આ ઉત્પત્તિનું વર્ણન સામાન્ય તફાવત સાથે સાંખ્યશાસ્ત્રને મળતું આવે છે.
આ જીવ જ સર્વલોકનાં પિતામહ બ્રહ્મા બની જાય છે. આ પ્રકટ થયેલ બ્રહ્મા ભૂત-ભવિષ્ય અને વર્તમાનને પ્રત્યક્ષ જોનારા છે, તેમણે પોતાના સંકલ્પો દ્વારા અનેક પ્રકારનાં રૂપરંગ ધરાવનાર સૃષ્ટિની રચના કરી એટલું જ નહીં સ્વર્ગ-નરક વગેરેની રચના કરી, હે પુત્ર, બ્રહ્માના જીવનની સાથે જ તેનું જીવન જોડાયેલ છે. બ્રહ્માનું જીવન પૂર્ણ થતાં તેનું જીવન પણ પૂર્ણ થાય છે, પરંતુ વાસ્તવમાં કોઈ જન્મતું નથી અને કોઈ મરતું નથી, કારણ કે આ બધુ જે દેખાય છે તે મિથ્યા છે. તેથી આ સંસારનો ત્યાગ કરવો એ જ શ્રેયસ્કર છે, તેથી અવિધાના અંશરૂપ પુત્ર, પત્ની વગેરેની મોહ-માયાનો ત્યાગ કરવો અને તેથી અપ્રાપ્ત ભોગની ઈચ્છા ન કરવી અને પ્રાપ્ત ભોગનો સમજદારીપૂર્વક ઉપભોગ કરવો એ જ વિદ્રતા છે. વાસ્તવમાં એ જ કર્મ છે જે નિષ્કામભાવે કરવામાં આવે, નિષ્કામભાવે કર્મ કરનારને જ ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે.
આ સંસાર સાગર વાસનારૂપી જળથી પરિપૂર્ણ છે. તેને પ્રશારૂપી નાવ હોડીની ઉપર ચડીને જ પસાર કરી શકાય છે, જે પુરુષ આ સાંસારિક પ્રપંચને જાણે છે, તે સાંસારિક વ્યવહારોની ઈચ્છા કરતો નથી, તેનો ત્યાગ કરતા નથી, અનાસક્ત રહે છે. સંકલ્પ ઉત્પન્ન થાય તેને જ આત્મ તત્ત્વરૂપ ચેતનનું વિષય તરફ જવું માનવામાં આવે છે, માટે હે પુત્ર, સંકલ્પ રહિત બનવાનો પ્રયત્ન કરવો, તેથી શસ્ત્રને શસ્ત્રથી જ છેદી શકાય છે, તેમ સંકલ્પથી સંકલ્પને છેદી નાખવો જોઈએ. વાસ્તવમાં મનુષ્યના મલદાંપ ક્રિયા દ્વારા જ નષ્ટ થઈ જાય છે.
અધ્યાય-૬:
હે પુત્ર, અંતરની આસ્થા અને ભાવરૂપી સંપત્તિને દૂર કરી પોતાના થથા સ્વરૂપમાં વિચરણ કરો અને પોતાને અકર્તા માનો તો અમૃતારૂપ સમતા જ અવશિષ્ટ રહે છે.
ચેતન જ પ્રકાશરૂપ છે પરંતુ તે અંધકાર બની જાય છે અને માનસિક સંક૯પનું રૂપ ધારણ કરી લે છે; તમ વાસનાના કારણોના મૂળ સહિત નાશ કરીને આકાશ સમાન સ્વચ્છ અને શાંત મનવાળા થાઓ. કારણ કે પ્રયત્નપૂર્વક સદાચારમાં રત રહેનાર જ્ઞાની પુરુષ આ સંસાર-સાગરને રજમાં તરી શકાય તવા બનાવી લે છે,
૫૪
For Private And Personal Use Only