________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી સંધ્યા કેવા પ્રકારની ? -- ટૂંકમાં જ્ઞાન સંન્યાસીને આવા કોઈ બાહ્ય નિત્ય-નૈમિત્તિક કર્મની જરૂર નથી.
ભિક્ષા માટેના વિશિષ્ટ નિયમો :
ભિક્ષાના સમયે ડાબા અથવા જમણા માર્ગેથી પ્રવેશ ન કરવો. જે ઘરમાં કોઈ દોષ ન હોય તે ઘરને ભૂલથી કે મોહથી છોડવું નહીં. વેદ પરંતુ શ્રદ્ધા-ભક્તિથી રહિત હોય તો તેને ત્યાં ભિક્ષા માટે જવું નહીં પરંતુ સંસ્કારહીન – ભક્તિવાળો હોય તો તેને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરવી. હંમેશા હાથથી ભિક્ષાવૃત્તિ કરી જીવન નિર્વાહ કરવો. એક જ ઘરે ભિક્ષા માંગવી; પરંતુ શાંત ભાવથી પ્રતિક્ષા કરતાં હોય ત્યાં પ્રયત્નપૂર્વક જવું. બે ભાગમાં ખાવું, એક ભાગમાં પાણી પીવું અને એક ભાગ વાયુ માટે ખાલી રાખવું. રાત્રીના ભોજન ન કરતાં ઉપવાસ કરવો. શુદ્ધ આચારવાળા પાંચથી સાત ઘરોએ જ ભિક્ષા માટે જાવું, અને ગાયને દોહવામાં જેટલો સમય લાગે તેટલો સમય જ પ્રતિક્ષા કરવી,
ભિક્ષાવૃત્તિ માટે વસ્તીમાં જાય ત્યારે " f"નું ત્રણવાર ઉચ્ચારણ કરી ભિક્ષા માર્ગ. જે આ પ્રમાણે ઉપ.ને જાણે છે તે જ સાચો જ્ઞાની છે." પાંચ પ્રકારની ભિક્ષા :
(૧) અસંકલ્પિત ભિક્ષા:
મનમાં સંકલ્પ કર્યા વગર ત્રણ, પાંચ અથવા સાત ઘરોમાં મધમાખીની સમાન ભિક્ષા ગ્રહણ કરવી તે અસંકલ્પિત માધુકરી ભિક્ષા છે. (૨) પ્રાક–પ્રણિત ભિક્ષા :
પ્રાતઃકાળ અથવા આગળના દિવસે આવીને ભક્તિપૂર્વક પ્રાર્થના કરેલી હોય તેને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરવી તે પાણી મિક્ષ કહેવાય છે.
(૩) અયાચિત :
ભિક્ષા માટે ફરના સંન્યાસીને કોઈ નિમંત્રિત કરે તો તે ભિક્ષા અપાચિત બિશ્ના છે. (૪) તાત્કાલિક ભિક્ષા :
ભિક્ષા માટે નીકળવાના સમયે જ કોઈ બ્રાહ્મણ આવીને ભોજન કરવાનું કહે તો તે તાત્કાલિક ભિક્ષા છે. તેને હંમેશાં ગ્રહણ કરવી.
૧૪૮
For Private And Personal Use Only