________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્પર્શ કરી જાણી અને પુનઃ ત્યાંથી તેવા જ વેગથી પાછા આવી, હૃદયમંડલના શ્યામ સુંદરને સ્પર્શ કરી
જાણે તે સિદ્ધ ઉપાસક
શ્રી જા. દ. ઉપ. અવિમુક્ત સ્થાનમાં તારક બ્રહ્મનો ઉપદેશ કરે છે. અનંત અને અવ્યક્ત આત્મા દેહના અવિમુક્ત સ્થાનમાં મૂર્તરૂપે વ્યક્ત થાય છે. આ સ્થાન બે નદીના સંયોગ આગળ છે. એક નદી તે વરણા" કહેવાય છે, કારણ કે તે ઇન્દ્રિયજન્ય દોષોને વારે છે, અટકાવે છે, બીજી નદી તે "નાશી" કહેવાય છે. કારણ કે તે ઇન્દ્રિયજન્ય દોષનો નાશ કરે છે. એક પાપ અટકાવનારી અને બીજી પાપનાશક નદી જય મળે તે વારાણસી" કહેવાય છે. તેવું સ્થાન આપણા દેહમાં બે ભ્રમરના છેડા અને નાસિકાનો ઉપલો છેડો જ્યાં મસ્તકમાં મળે છે તે દિવ્ય વિમુક્ત ક્ષેત્ર છે, જેને યોગીજનો આજ્ઞાચક્ર કહે છે. આ સંધિસ્થાનમાં બ્રહ્મવિદો એકાગ્રતાથી ઉપાસના કરે છે અને ત્યાં અભ્યાસનો વિપાક થતાં ઉપાસ્યપરમેશ્વર “કાર" એટલે "તારકબ્રહ્મનું રહસ્ય છુટ કરે છે. જે વડે પ્રાણી અમૃતભાવને પામ મોક્ષને મેળવે છે અર્થાત્ પુનર્જન્મ પામતો નથી. વ
પરમતત્વ પરમેશ્વરની શુદ્ધ પૂર્તિ આદિત્ય મંડલમાં છે. તેમાં રહેલા હિરણ્યગર્ભ પુરુષના દિવ્ય ભર્ગનું બ્રાહ્મણો ધ્યાન કરે છે. તે દિવ્ય તેજનું નામ "i" છે, કારણ કે પિકિ તિરસ્થતિ પf:). કિરણો વડે ગતિમાનું થાય છે, વળી સર્વ પ્રાણી-પદાર્થોના અણુઓને તે ભાંગી નાખી શુદ્ધ કરે છે. (પચવૈs :), વળી લોકોને ભાસ” આપે છે તેથી, તથા પ્રાણનું રંજન કરે છે અથવા સુખ આપે છે તેથી અને પ્રાણી છેવટે જેમાં ગતિ કરી શકે છે તેથી તે દિવ્ય તેજ (મરણ, રંજન અને ગમન કરાવનાર હોવાથી "i" એ નામના રહસ્યવાચક શબ્દથી ગાયત્રીમાં ધ્યેય વસ્તુરૂપે વર્ણવવામાં આવ્યું છે. આ "વરણીય” એટલે મેળવવી યોગ્ય દિવ્ય તેજ તે પરમેશ્વર છે.*
મૂર્તિ, મત્ય, સ્થિર અને અપરોક્ષભાવમાં પલટાયેલું બ્રહ્મ, તેનો સાર તે બ્રહ્માંડમાં સૂર્યમંડલ અને પિંડાંડમાં આપણી ચક્ષુરિન્દ્રિય, અમૂર્ત, અમર્ય, ચંચલ અને પરોક્ષ ભાવમાં પલટાયેલું બ્રહ્મ, તેનો સાર તે બ્રહ્માંડમાં સૂર્યબિંબના અભિમાની હિરણ્યગર્ભ દેવતા અને પિંડાંડમાં દ્વારા રણ પામતું પુરુષનું ચેતન જે જે ઉપાધિમાં બ્રહ્મ સ્ફરે તે તે ઉપાધિના વધર્મને ધારણ કરે છે અને તે વિચિત્ર બને છે, પરંતુ આ વિચિત્ર બ્રહ્મ એ છેવટનું સત્ય બ્રહ્મ નથી, ચિત્ર બ્રહ્મ તે પ્રાણમય છે અને જો કે તે વ્યવહાર દ્રષ્ટિથી સત્ય છે તો પણ તેના કરતાં ચઢીયાતું રત્વ શુદ્ધ બ્રહ્મ છે. તે બ્રહ્મના સંબંધમાં આપણે વાણી વડે આ પ્રકારનું છે, તે પ્રકારનું છે એમ કહી શકીએ તેમ નથી. પરંતુ "આ નહિ, તે નહિ” એમ નિષેધ દ્વારા સમજાવી શકીએ પરંતુ આ નિષેધનો અર્થ એવો નથી કે તે શૂન્ય છે. પરંતુ
For Private And Personal Use Only