________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ણન તૈત્તિ. ઉપ કરે છે.% આ પરમ આનંદમાં રત રહેવાને કારણે જ પડતા કષ્ટોની ફરિયાદ કરતાં આપણે ઋષિઓને જોતાં નથી આમ બ્રહ્મ સનુચિ-આનંદ સ્વરૂપ છે. એમ ઉપનિષદો વર્ણવે છે. ઉપસંહાર:
ઉપનિષદોમાં મૂર્તિ—અમૂર્ત બ્રહ્મનાં વર્ણનમાં દેવતાનાં નામ અને સ્વરૂપ ઉપર ભાર મૂકવામાં આવેલ નથી, પરંતુ તેને સમજવાની કલા ઉપર ભાર મૂક્વામાં આવેલ છે. તેથી જ ઈશ ઉપ.પરમતત્ત્વને “ઈશ તરીકે, કેનો.માંથનામ દ્વારા, અંતે ઉમા હૈમવતીએ ઇન્દ્રને વિધુતના રૂપકમાં તત્વન' નામરૂપે, છો. ઉપ માં પરા દેવતા, સદ્ બ્રહ્મને, આકાશ વગેરે નામથી સમજાવવા પ્રયત્ન કરેલ છે. પબ્દ આમ ઉપનિષદો એક જ પરબ્રહ્મને જુદાં જુદાં સ્વરૂપે સમજાવા પ્રયત્નશીલ છે.
આમ ઉપનિષદોનાં જુદાં-જુદાં વાક્યોને આધારે અદ્વૈતવાદનું પ્રતિપાદન કરી શકાય છે.
વેરે સર્વમ્ (છા.૭.૨૫.૨); સર્વ હતુ ? ત્ર(ા (છા. ઉપ. ૩.૧૪.૧)તત્ત્વમણિ (છા. ૬.૮.૧૬) વગેરે વાક્યો આ સંપૂર્ણ જગત્ બ્રહ્મ જ છે- સર્વ બ્રહ્મ જ છે એમ અત પ્રતિપાદિત કરે છે. બૃહ, ઉપ.માં પણ આત્મા થા એમ અદ્વૈતવાદને જ સિદ્ધ કરે છે. આ અદ્વૈતવાદને વાસ્કમુનિ પણ અનુમોદન આપતાં જણાવે છે કે એક જ આત્માની ઘણી રીતે સ્તુતિ કરવામાં આવે છે. ઋગ્વદમને પણ એક જ સત્યને વિપ્રો ઘણી રીતે વર્ણવે છે. આ જ બાબત પોતાના અનુભવથી સિદ્ધ ભક્ત કવિ નરસિંહ મહેતા પણ બ્રહ્મ માત્ર એક જ છે તેમ વર્ણવે છે. બ્રહ્મનું વિભાગીકરણ એ ગપગોળા જેવી વાત છે, જયારે મહત્ત્વના સૂચન સાથે સરખામણીની દષ્ટિએ બધાને શારીરિક અને ગપગોળા જેવી વાત લાગે છે, વ્યક્તિગત અને સાર્વત્રિક અને રીતે જોવા મળે છે. આ રીતે પ્રાણ-વાયુનો ખ્યાલ આપણી પાસે છે. શ્વાસોશ્વાસ સમાન બને છે, પવન દ્વારા પ્રાણદેવતા દારા); અન્ય ખ્યાલની એક જોડી મન અને આકાશ દ્વારા બંધાયેલી છે, આ બંને પ્રતીક નીચે બ્રહ્મ રજૂ થાય છે. આ રીતે બ્રહ્મના શ્રમના વધારે માનસિક
ખ્યાલ આપવામાં આવ્યો છે. આ ખ્યાલના માટે મુખ્ય આધાર(ઋ. ૩.૧૮) છે. પ્રથમ દષ્ટિએ આકાશ-મન વચ્ચેનો સંબંધ મુશ્કેલ છે, પરંતુ આકાશ એ સામાન્ય વિશાળ જગ્યા તરીકે લઈએ અને તેમ છતાં જેમાં મનને દશ્યમાન કરવામાં આવ્યું છે. એ ટૂંકું પગલું છે. વિશ્વ અને ખાલી જગ્યા બન્નેમાં બ્રામિક રીતે આ ખ્યાલને દર્શાવવામાં આવ્યો છે
ડૉ. રાધાકૃષ્ણનનાં મતે બ્રહ્મ તે ભૂમા, અનન્ત, અન્તિમ તત્ત્વ છે. તે જ સમગ્ર વિશ્વના અણુએ અણુમાં વ્યાપી રહેલું છે, છતાં મન કે બુદ્ધિ ગ્રહણ કરી શકે એવી એની વ્યાખ્યા આપી શકાતી નથી, તેની જીવતી જાગતી સત્તાનો, તેના અનન્યત્ત્વનો, આ જગતની વસ્તુમાત્રરૂપી ઉપાધિથી રહિતને તેનાથી
૧૪
For Private And Personal Use Only