________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહાર કાઢી શકાતું નથી. તે જલ ચાખવાનું કહેવામાં આવે છે. ઉપરથી, વચ્ચેથી, નીચેથી એમ જુદી-જુદી જગ્યાએથી લઈને શ્વેતકેતુ જલ ચાખે છે, ખારું લાગે છે. તેથી પિતાજી ઉદ્દાલક જણાવે છે કે- જેવી રીતે નિમક જળમાં દરેક જગ્યાએ રહેલ છે, તેમ તે પરમાત્મા આ સંપૂર્ણ સૃષ્ટિમાં ઓતપ્રોત રહેલ છે અને તે જ છે. આમ તે પરમાત્મા તું જ છે." એમ આત્મરૂપ બ્રહ્મનો ઉપદેશ કરવામાં આવે છે.”
આ આત્મારૂપ બ્રહ્મને જે હૃદયમાં જાણે છે, તે પોતાના સ્વરૂપમાં યોગ્ય રીતે સ્થિત હોય છે. આચાર્ય જણાવે છે કે આત્માં, અવિનાશી, અભિય છે, બ્રહ્મ છે, સત્ય છે.
આ આત્મારૂપ બ્રહ્મ હંમેશાં પ્રકાશમાન છે, તેને બ્રહ્મચર્ય દ્વારા જે જાણે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે, તેનો પુનર્જન્મ થતો નથી અને ઈચ્છાનુસાર ગતિ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ યજ્ઞ, મૌન, અનશન વગેરે બ્રહ્મચર્ય જ છે તેમ જણાવી બ્રહ્મલોકમાં "અર" અને "યનામના બે સમુદ્રો અને ત્રીજો અન્ન રસથી પૂર્ણ સમુદ્ર છે તેમ જણાવે છે. ત્યાં એક પીપળાનું વૃક્ષ છે જેમાંથી અમૃતરસ ટપકે છે, જેને બ્રહ્મચર્ય દ્વારા પ્રાપ્ત કરવાથી ઈચ્છાનુસાર ગતિ પ્રાપ્ત થાય છે.
સનસ્કુમાર નારદમુનિને ઉપદેશ આપે છે કે – "આત્મા જ બ્રહ્મ છે, તે જ સર્વસ્વ છે અને કાર્ય કરે છે, તેમ સમજનાર જ્ઞાની મૃત્યુ કે રોગને જોતા નથી, તેની અવિદ્યાથી ઉત્પન્ન બાવરૂપ ગ્રંથીઓ નાશ. પામી જાય છે,"es
"હું બ્રહ્મ છું" એમ બધા જાણે છે, તેથી તેને બ્રહ્મ થતાં રોક્વા માટે ભગવાન શક્તિમાન છે. માણસ ખરેખર જંગલના રાજા જેવો લાગે છે. વૃક્ષની છાલ જેવી તેની ચામડી છે. રકત છે તે રસાયણ છે જે નાડીઓમાં વહે છે. જે ઇન્દ્રિયો સુધી વહે છે. જે કપાઈ જતાં મૂળમાંથી વૃક્ષ ફરીથી જન્મે છે. મનુષ્ય મૃત્યુ પછી ફરીથી જન્મે છે. આ મૂળ તે બ્રહ્મ છે. જે જ્ઞાન એ જ પરમ સુખ છે.? ૨ કાર્ય-કારણરૂપ બ્રહ્મ :
મો. બ્રહ્મનું કાર્ય-કારણરૂપે વર્ણન કરે છે. આ વર્ણન કરતાં જણાવે છે કે બ્રહ્મ વિરા અથવા નારાયણ છે, તે હૃદયમાં નિવાસ કરે છે. તે જ પ્રહ્મા વગેરે છે. તે તત્વ અવિનાશી અને વિરાટ છે. આ બ્રહ્મ જ કાર્ય-કારણરૂપ છે, તેનો સાક્ષાત્કાર થતાં પ્રાણીનાં બધાં શરાયો, દૂર થાય છે અને કમનો ક્ષય થાય છે.
ગીતામાં પણ બ્રહ્મ હૃદયમાં રહે છે તેમ કહ્યું છે.'
આ કાર્ય–કારરૂપ બ્રહ્મ વિશે ન. દ. મહેતા જણાવે છે કે- “જગતુકારા અક્ષરબ્રહ્મ ત્રિવિધ
૧૩૮
For Private And Personal Use Only