________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૩ આત્મા જ બ્રહ્મ :
a
Learn
આત્મા જ બ્રહ્મ છે તેમ શ્રી જા. ટ. ઉપ.માં જણાવેલ છે. આત્મામાં જ બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ અનેપોતાના આત્માનો સ્વરૂપ પરમેશ્વરમાં લય કરી દેવો જોઈએ. યોગચૂડામણિ ઉપ. પણ આત્મા જ બ્રહ્મ છે– હૃદયમાં જ છે તેને બહાર શોધવાની જરૂર નથી તેમ કહે છે. મહા. ઉપ. બ્રહ્મમાં કર્તાપણું અકર્તાપણું બન્ને રહેલાં છે તેમ જણાવી "આત્મા જ બ્રહ્મ છે” અને તે પ્રાણીઓમાં ચિદાત્મારૂપે રહેલ છે. તેથી મનુષ્યે હું જ બ્રહ્મ છું." એમ જાણી શોક વગેરેનો ત્યાગ કરવો જોઈએ.ક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
♦
બ્રહ્મનું ધ્યાન કરનાર બ્રહ્મ જ છે, શિવ છે. અર્થાત્ આત્મા જીવ જ પરમાત્મા બ્રહ્મ છે. આ બ્રહ્મ આનંદમય છે તેમ જાણવું અને તે આનંદમય સ્વયં(પોતેજ) છે તે જ્ઞાન પ્રાપ્ત કરવું. જે સર્વશ્રેષ્ઠ પરમ શક્તિ દ્વારા જગતના સર્વ પદાર્થો ઉત્પન્ન થાય છે તે શક્તિ પ્રત્યેક મનુષ્યના હૃદયમાં વસતા અંતરતમ આત્માથી અભિન્ન છે. આ જ બાબત, ઓંગસ્ટાઈનનાં વચનામાં રહેલી છે. તેઓ જણાવે છે કે- "મેં પૃથ્વી પાસે ઈશ્વરને માગ્યો, તેણે જવાબ આપ્યો, "હું ઇશ્વર નથી.” મેં સમુદ્રને, ઊંડાણોનેએમ બધાને પૂછ્યું' તેઓએ જવાબ આપ્યો, "અમે પણ તું શોધે છે તે ઈશ્વર નથી.” મારા દેહની પાસે રહેલી સર્વ ઈન્દ્રિયોને પૂછ્યું, તેઓએ.... એણે અમને બનાવી છે.' આ શોધ ચાલુ રહે છે, ને છેવટે જ્યારે આત્માને પૂછવામાં આવે છે ત્યારે જવાબ મળે છે. 'તારો ઈશ્વર તારી પાસે છે, તે તારા પ્રાણનો પણ પ્રાણ છે."
=
વાસુદેવ ઉપ.માં આત્મરૂપ બ્રહ્મનું નિરૂપણ કરતાં જણાવ્યું છે કે-હૃદયની મધ્યમાં અત્યંત સૂક્ષ્મ ઊર્ધ્વમુખી અગ્નિશીખા રહેલી છે, તે અગ્નિશીખા પ્રકાશમય, પાતળી, પિત્તવર્ણ તથા અણુમય છે તેની મધ્યમાં ૫૨માત્મા સ્થિત છે. આ આત્મરુપ પોતાની હરરૂપે – ભગવાન વાસુદેવ રૂપે ભાવના કરવી. આમ અહીં આત્મા એ જ પરમાત્મા જણાવેલ છે. આમ આત્મા-પરમાત્માનો અભેદ દર્શાવેલ છે. આ અભેદને વિશેષ સ્પષ્ટ કરતા જણાવે છે કે એક જ વિષ્ણુ અનેકરૂપોથી જંગમ તથા સ્થાવર મૂતોમાં ઓતપ્રોત થયેલ છે. પરંતુ દેહ વગેરેથી રહિત, સૂક્ષ્મ, ચિત પ્રકાશ(જ્ઞાન સ્વરૂપ) નિર્મલ બ્રહ્મ સ્વરૂપ છે. આ બ્રહ્મસ્વરૂપનું ધ્યાન દ્વારા અનાસક્તભાવે હૃદયમાં ભગવાન વિષ્ણુનાં ભક્તો દર્શન કરે છે.
ઓતપ્રોત આત્મરૂપ બ્રહ્મને સમજાવવા માટે ઉદાલક આર્પણ નિમકનું દૃષ્ટાન્ત આપે છે. સર્વપ્રથમ શ્વેતકેતુને એક પાણીનો પ્યાલો ભરી લાવવાનું કહેવામાં આવે છે. તે પાણીનો પ્યાલો ભરી લાવે છે, તેમાંથી પાણી ચાખવાનું કહેવામાં આવે છે, તે મોળું હોય છે, તે પાણીમાં નિમક નાખવાનું હેવામાં આવે છે. થોડીવાર બાદ નિમક બહાર કાઢી લેવાનું કહે છે. પરંતુ નિમક પિગળી ગયું હોય
૧૭૭
For Private And Personal Use Only