________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજાવે છે કે– જગતુમાં કર્મ દ્વારા પ્રાપ્ત કરેલ ભોગ જેવી રીતે નાશ પામે છે, તેમ પરલોક પણ પુણ્ય ભોગવાઈ જતાં ક્ષીણ થાય છે. પરંતુ જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને દેહ છેડે છે તે પરલોકને પ્રાપ્ત કરે છે અને બધાં ભોગો ભોગવવાની સ્વતંત્રતા રહે છે. શ્રીમદ્ ભગવદગીતા પણ પુણ્ય માગવા જતાં ફરીથી મૃત્યુલોકમાં આવવું પડે છે, જ્યારે જ્ઞાન પ્રાપ્તિ બાદ જે સિધાવે છે તેને પુનર્જન્મ પ્રાપ્ત થતી નથી.. "
. ઉપ માં જ સામગાનમાંના અંતિમ 'સ્તાભ'હુંછે, જેને મહર્ષિ વર્ણનાતીત બ્રહ્મ કહે છે. અર્થાતું વર્ણનથી જે પર છે, તે નિર્ગુણ બ્રહ્મ. થીબોના મતે "બ્રહ્મ ગુણમાત્રથી પર નિર્ગુણ, નિર્વિશેષ, નિર્વકલ્પ, અખંડ, એકરસ ને ચિધન છે."
સગુણ બ્રહ્મવાદ થોડા-જાજા અંશે દરેક ઉપામાં છે. સામવેદના ઉપનામાં પણ આ જ બાબત લાગુ પડે છે. નિર્ગુણ બ્રહ્મવાદ તે ઉપર શિખર સ્થાને રહેલો છે. જેમ શેરડી રસમય છે... એનો અર્થ એમ નથી કે તેમાં ચા-પાણી ન હોય. પરંતુ તેનો અર્થ શેરડીના પ્રત્યેક અવયવમાં મધુરતા રહેલી છે અને તે ચૂસવાર્થી સમજાય છે. તેવી જ રીતે વિશ્વ બ્રહ્મમય છે. તેનો અર્થ એ નથી કે જડ અને અજડ; ભિોગ્ય અને ભોક્નવર્ગ સમૂળગો છે જ નહીં, બ્રહ્મવિચારક તો શ્ય-ભોક્તા અથવા ભાગ્યમાં બ્રહ્મના અથવા હરિના રસનો અભિધ્યાન દ્વારા આસ્વાદ લઈ શકે છે."
પ્રા. દવે જણાવે છે કે- "ઉપનિષદો નિબ્રાનપણે બ્રહ્મનાં આ બન્ને સ્વરૂપને સમકક્ષ જ ગણે છે. તેને બે કક્ષાઓ કે પ્રકારો ગણવાના નથી, પરંતુ ચિંતનશીલ મન નિરાકાર પ્રત્યે વધારે આકર્ષાયેલું રહે છે. "સર્વે નિશ્ચિતતા નકાર છે એમ કહી સ્પીઝા અંતિમ સત્તામાં કોઈપણ ગુણના આરોપના ઈન્કાર કરે છે. બીજીબાજુએ નિશ્ચિતતા વિના કેટલાંકને ચિંતન મુશ્કેલ લાગે છે. આથી સગુણ ઉપાસનાનો પણ એક વિશાળ વર્ગ દરેક સમયે હોવાનો જ નિર્ગુણ અને સંગુર વચ્ચે કોઈ સમાધાનની ભૂમિકા જ નથી એવું માની બ્રેડલે જેવા ચિંતકો Absolute અને Gcતને જુદાં જ ગણવાની પણ હિમાયત કરે છે."
ભારતીય મનીષિઓ સગુણા–નિર્ગુણમાં ભેદ દર્શાવતા નથી. સગુણ એ નિર્ગુણનું જ સ્વરૂપ છે. ઉપાસક આગળ વધવા માટે બ્રહ્મનાં જ કોઈ એક સ્વરૂપની સાકાર સગુણરૂપે કલ્પના કરી ઉપાસના કરે છે અને આ બન્ને ઉપાસદો અંતે એક જ પરબ્રહ્મને પામે છે. જે નિર્ગુણ નિરાકાર, ચિઘન અને અવ્યક્ત સ્વરૂપ છે.
છા. ઉપ.માં બ્રહ્મનાં વિવિધ ગુણોનું વર્ણન કરતાં જણાવ્યું છે કે તે (૧) પાપ વિનાનું, (૨) જરા વિનાનું, (૩) મૃત્યુ વિનાનું, (૪) શોક વગરનું, (૫) સુધારહિત, (૬) તૃષા રહિત, () સત્યકામ, (૮)
For Private And Personal Use Only