________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં "સતુ-અસ"માંથી આપણે પરબ્રહ્મને જ "સતું જ માની શકી એ, કારણ કે સમાંથી જ આગળનો વિકાસ શકય છે. અસતુમાંથી નહીં. તેથી બ્રહ્મ મંદબુદ્ધિને જ શૂન્ય ભાસે છે તેમ ઉપનિષદ જણાવે છે.
0 બ્રહ્મ શૂન્ય નથી :
ઉપ.નું બ્રહ્મ શૂન્ય નથી. તેમાં બ્રહ્મ, આત્મા’ વગેરે શબ્દો દ્વારા સતુના જ નિર્દેશ છે. બુદ્ધિ પાડેલા ભેદો તેને સ્પર્શી શકતા નથી. વાણીથી આકલન થઈ શકતું નથી, તેથી જ શ્રીમદ્ શંકરાચાર્ય તેનાં સ્તોત્રમાં જણાવે છે કે- મનરૂપી વ્યાખ્યાન થી જ તે શક્ય બને છે. તેથી જ આચાર્ય ભગવાનમાં આ નિરપેક્ષતત્વ મંદબુદ્ધિને જ શૂન્ય ભાસે છે તેમ જણાવે છે. આમ બ્રહ્મ શૂન્ય નથી, પરંતુ સત્યનું સત્ય છે. પ્રા. રાવળ લખે છે કે- "બ્રહ્મ અસતું નથી. તે માત્ર કોરી કલ્પના નથી, કારણ કે કાંઈ કાલ્પનિક વસ્તુને માટે પણ તેની કલ્પના કરવા માટે કશોક આધાર તો જોઈએ જ, બધા જ વિદ્યાના સીધી યા આડકતરી રીતે જ્યારે સતુ તવનો નિર્દેશ કરવામાં જ્યારે નિષેધાત્મક વિધાનો ઉપયોગ કરે છે ત્યારે તેમના આ નિષેધમાં પણ વિધિનું સૂચન સમાયેલું હોય છે પદ્ધ અને તેથી જ શ્રુતિવચન છે કે... "જે જાણે છે તે નથી જાણતા અને નથી જાણતાં ને જાણે છે."
ડૉ. રાધાકૃષ્ણન 'સતુ-અસ વિશે જણાવે છે કે- “વ્યક્ત જગત સનું કહેવાય છે અને તેની અવ્યક્ત દશા અસત્ કહેવાય છે. અવ્યક્તમાંથી નામ અને રૂપવાનું વ્યક્ત જગત ઉત્પન્ન થતું કહેવાય છે. શક્યતા હંમેશાં વાસ્તવિક્તાની પૂર્વગામી છે. આમ બન્નેમાંથી એકપણ સ્વરૂપનો નિષેધ કરી શકાતો નથી. તેથી જ બ્રહ્મનાં સગુણ-નિર્ગુણ, મૂત-અમૃત, પર(ાતુ) અને અપર વાસ્તવિક) વગેરે સ્વરૂપોને ઉપનિષદ નિરૂપે છે.
Tબ્રહ્મ નિર્ગુણ-સગુણ :
અમુક શ્રુતિવચનો બ્રહ્માને નિર્ગુણ નિરૂપે છે. જયારે અમુક સગુણ, રામાનુજ વગેરે આચાર્યો બનેની યથાર્થતા સ્વીકારી, અર્થઘટન કરે છે, તેથી વિરોધ શમી જાય છે. જયારે શાંકર વેદાન્તમાં નિર્ગુણ શ્રુતિને પાછળની કૃતિઓ ગણી પર કરતા અપરનું મહત્ત્વ વધારે એ અપવેદ ન્યાયે નિર્ગુણ શ્રુતિઓનું પ્રાધાન્ય ગણી બ્રહ્મને નિર્ગુણરૂપ નિરૂપ છે.
ઉપ.માં અમુક ઋષિઓએ પરબ્રહ્મને સત્ તરીકે સ્વીકાર્યું છે. તેથી તે પરબ્રહ્મને વિશ્વરૂપ અર્થાતુ પોતાના સ્વરૂપમાં સમગ્ર જગતને સમાવી લેતું દર્શાવ્યું છે. છાપ ઉપામાં જવાનું એ રીતે
૧૧
For Private And Personal Use Only