________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
બ્રહ્મની વ્યાખ્યા આપી છે. તેનો અર્થ છે, “તે જ જગતને જન્મ આપે છે, તેનો પોતાના સ્વરૂપમાં લય કરી દે છે અને તેને ટકાવી રાખે છે. ૫૪ ગીતા" પણ જ્ઞેય બ્રહ્મને સર્વત્ર ફેલાયેલું નિરૂપે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ સર્વત્ર વ્યાપ્ત હોય વાણી દ્વારા તે પરમ સત્યનું આક્લન શક્ય નથી. તેથી બ્રહ્મ નિર્ગુણ છે, તેથી જ બ્રહ્મને "એક જ અને અદ્વૈત" કહેવામાં આવ્યું છે.પ
સગુણ બ્રહ્મ;
વ્યાવહારિક દૃષ્ટિએ બ્રહ્મનાં બે સ્વરૂપ છે, શ્રીમદ્ શંકરાચાર્યનાં મને બ્રહ્મનાં બે રૂપો- એક નામરૂપના ભેદથી પરિણમતું ઉપાધિ સ્વરૂપ(સગુણ) અને બીજું ઉપાધિ વર્જિત હોય એવું સ્વરૂપ (નિર્ગુણ). આમ બ્રહ્મ તો એક અને અદ્વિતીય જ છે પરંતુ ઉપાધિ સંબંધયુક્ત તરીકે તેની ઉપાસના કરવાનો અને ઉપાધિ સંબંધયુક્ત તરીકે તેનું જ્ઞાન મેળવવાનો શાંકરવંદાનો ઉપદેશ છે.
ડૉ. રાધાકૃષ્ણન્ જણાવે છે કે- "પરબ્રહ્મના નિર્ગુણ તેમજ સગુણ, અ-પૌરુષય તેમજ પૌરુષય, નિરાકાર તેમજ સાકાર, એ ઉભયરૂપે એક જ સનું વર્ણન કરવાની નિરપેક્ષ અને સાપેક્ષ રીતો છે. આપણે જ્યારે સ્વતંત્ર પણે સતુનું સ્વરૂપ નિહાળીએ ત્યારે પરબ્રહ્મને જોઈએ છીએ અને એ સતૂના આપણી સાથેના સંબંધ પર ભાર મૂકીએ ત્યારે ભગવાન પરમાત્માને જોઈએ છીએ.
*7 *
*
બ્રહ્મનાં સગુણ નિર્ગુણરૂપનું વર્ણન કરતાં શ્રી જા... ઉપ.′ જણાવે છે કે– પરબ્રહ્મ પ્રજ્ઞાનઘન, અદ્વિતીય, સર્વવ્યાપક અને અક્ષર છે. આ બ્રહ્મા બૌધમય, કલ્યાણમય, અનિર્વચનીય પરમાત્મનું ધ્યાન કરતાં કરતાં પૂર્ણ કલારૂપ રૂપ પરમેશ્વરનાં આત્માનાં લય કરવો જોઈએ. પરબ્રહ્મ જ્ઞાનસ્વરૂપ. આદિ-મધ્ય—અંતથી રહિત છે, સ્કૂલ પ્રપંચથી પર છે, વાયુથી વિલક્ષણ, આકાશ- -અગ્નિ-પૃથ્વીથી ભિન્ન, અપ્રમેય, અનુપમ, દેહાતીત પરમેશ્વર છે.
બ્રહ્મ નિર્ગુણ, સત્યસ્વરૂપ, દ્વન્દ્વાતીત, ચિદ્ઘન અને આનન્દમય છે. શ્રેષ્ઠી શ્રેષ્ઠ છે. મહાથી પણ મહાનુ છે. શાશ્વત, કલ્યાણમય, પરમ તેજોમય, સર્વજ્ઞ, સનાતન અને પુરુષ છે, તે બ્રહ્મ જ આત્મા
છે.
છા. ઉપ.નાં અષ્ટમ અધ્યાયમાં સગુરૂપનાં વર્ણન દ્વારા બ્રહ્મનાં સ્વરૂપનું જ્ઞાન આપે છે. તેમાં ક્રમશઃ હૃદયરૂપ ઘરમાં અંતરાકાશ, ભૌતિક આકાશની જેમજ આંતરિક આકાશમાં પૃથ્વી વગેરે છે, પરંતુ આ શરીરમાં વૃદ્ધાવસ્થા આવવાથી અંતર આકાશમાં રહેલ બ્રહ્મ જીર્ણ થતું નથી, કે વિનાશ પામતું નથી. આ અંતઃપુરમાં રહેલ આત્મા પાપ, મૃત્યુ, જરા, મનોવ્યથા વગેરેથી રહિત છે. દષ્ટાન્ત આપતા
૧૧૨
For Private And Personal Use Only
스