________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય-સંકલ્પ. એવા અષ્ટ દિવ્ય ગુણવાળા આત્મદેવને જે જાણે છે તે સર્વલોકના પદાર્થોને મેળવવા
સમર્થ બને છે.
3 પર અને અપર(ય અને ઉપાસ્ય:
પર અને અપર બ્રહ્મની વ્યાખ્યા આપતાં શ્રીમદ શંકરાચાર્ય જણાવે છે કે... “અવિદ્યા એ કરેલા નામરૂપ વગેરે વિશેષનો નિષેધ કરીને આ–સ્થળ" વગેરે શબ્દોથી બ્રહ્મનો જ ઉપદેશ કરવામાં આવે છે તે પરબ્રહ્મ છે. તેને જ જ્યાં ઉપાસના માટે કોઈ નામ, રૂપ વગેરે વિશેષ લગાડીને દા.ત. તે મનોમય છે , પ્રાણરૂપી શરીરવાળો છે, તેજસ્વી રૂપવાળો છે વગેરે શબ્દોથી ઉપદેશ કરવામાં આવે છે ત્યાં તે અપરબ્રહ્મ છે. આમ સર્વવ્યાપી હોવા છતાં પ્રતીતિને અર્થે બ્રહ્મને અમુક સ્થાનમાં રહેલું વર્ણવ્યું હોય તો. તેમાં શ્રુતિવચનોમાં વિરોધ આવતો નથી.”
"તજજલાનું, "તત્ત્વમસિ" વગેરે દ્વારા પરબ્રહ્મનું વર્ણન છે. ઉપ.માં છે. ત્યાં જ અન્યત્ર નામરૂપ બ્રહ્મનાં વર્ણન દ્વારા બ્રહ્મની ઉપાસના દર્શાવી છે. તેમાં ગાયત્રી રૂપ બ્રહ્મનું નિરૂપણ છે.
ગાયત્રી દ્વારા બ્રહ્મનું નિરૂપણ કરતાં જણાવે છે કે ગાયત્રી જ સર્વભૂતરૂપ છે, જે કાંઈ સ્થાવર અને જંગમરૂપ છે તે બધુ ગાયત્રી જ છે. વાણી જ ગાયત્રી છે. વાણી જ બધા પ્રાણીઓનું ધન અને રક્ષણ કરે છે, પૃથ્વી, પુરુષનાં શરીરની અંદર પ્રાણ વગેરે ગાયત્રીરૂપ છે તેમ જણાવી ગાયત્રીનાં ચાર પાદોનું વર્ણન કરીને ગાયત્રીનો મહિમા વર્ણવતા જણાવે છે કે- તે જ બ્રહ્મ છે અને આ અવિનાશી બ્રહ્મની જે ઉપાસના કરે છે તે ઉચ્છેદ રહિત વિભૂતિને પામે છે.”
ઉપર્યુક્ત ગાયત્રી નામથી સંબોધિત બ્રહ્મની પંચ પ્રાણો દ્વારા ઉપાસનાનું વર્ણન કરીને જણાવે છે કે- આ પ્રકારે ઉપાસના કરનાર કીર્તિવાન બનીને પરમાત્માને પ્રાપ્ત કરે છે.
સ્વર્ગથી ઉપર ઉત્તમ લોકોમાં જે જયોતિ પ્રકાશિત થાય છે, તે જ્યોતિનું જ્ઞાન સ્પર્શ દ્વારા શરીરમાં જણાતી ઉષ્ણતાથી પ્રાપ્ત કરી શકાય છે. તેને સાંભળવાનો ઉપાય દર્શાવતા કહે છે કે- બન્ને કાનમાં આંગળીઓ બંધ કરી દેતા રથનો અવાજ, અથવા પ્રગટ અગ્નિનો અવાજ શરીરની અંદર સાંભળી શકાય છે. જે આ જ્યોતિની ઉપાસના કરે છે તે દર્શનીય અને યશસ્વી બને છે. -
છાં. ઉપ માં આદિત્ય મંડલ અને હૃદય મંડલમાં સંવાદરૂપે ઉપાસ્યબ્રહ્મનું નિરૂપણ છે. બ્રહ્માંડના આદિત્ય મંડલમાં શબલ બ્રહ્મરૂપે(ચિત્ર બ્રહ્મરૂપે) અને પિંડાંડના હૃદય મંડલમાં શ્યામ બ્રહ્મરૂપે આ આત્મદેવને ઓળખવાના છે, હૃદય મંડલમાંથી વિના વેગથી આદિત્ય મંડલના શબલ બ્રહ્મને જે
For Private And Personal Use Only