________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રજ્ઞાન જ છે. બ્રહ્મ આકાશ સ્વરૂપ, શિવ, શાશ્વત, દોષ-શૂન્ય, આલમ્બન શૂન્ય, કારણ રહિત, અનિર્વચનીય, સતુ-અસથી રહિત, અત્યંત સુખરૂપ તે બ્રહ્મ સર્વવ્યાપક છે. અને
આ અનુભૂતિને કેનો."નેતિ નેતિ" તરીકે વર્ણવે છે. કેન.માં ગુણધર્મોથી વિશિષ્ટ બ્રહ્મ તે ઉપાસ્ય અને ગુણધર્મોથી વિરહિત શુદ્ધ સ્વભાવરૂપ(સત્ય-જ્ઞાન–અનંત) બ્રહ્મતે જોય–એવો વિવેક કરી આપણાં જ્ઞાનેન્દ્રિયો અને મન વડે જે જે વિશિષ્ટરૂપમાં આપણે બ્રહ્મને ચિંતવીએ અથવા ધ્યાનમાં લઈએ તે રૂપ ખરું બ્રહ્મ સ્વરૂપ નથી, પરંતુ જે અંતર્યામી ચેતનવડે આપણી જ્ઞાનેન્દ્રિયો અને મન વિશિષ્ટ કાર બ્રહ્મને સમજે છે અથવા ઉપાસે છે તે ચેતન ખરૂ બ્રાહ્ય છે. તેથી જ કેનો. જણાવે છે કે ત્યાં આંખ, વાણી, કાન પહોચી શકતાં નથી. તેનું સ્વરૂપ બુદ્ધિથી પણ દર્શાવી શકાય તેમ નથી. પરંતુ શ્રુતિ અને પૂર્વ આચાર્યોના અનુભવ કથનથી જ જાણી શકાય છે. તેથી જ અખાભગત પણ આ અનુભવને "નેતિ નેતિ દ્વારા જ વ્યક્ત કરે છે.'
મૈત્રા. ઉપ. બ્રહ્મને સત્ સ્વરૂપ દર્શાવે છે. કેનો, પણ 'મસ્ત' શબ્દ દ્વારા આ સન જ નિર્દેશ કરે છે, જે આને નથી જાણતો તેને માટે મહાનુ અનર્થ સર્જાય છે. 0 સત્-અસત્ બ્રહ્ય:
ઋગ્વદમાં જ નાસદીય સૂક્તમાં પરમતત્ત્વનું તે અસતું નથી અને તું પણ નથી એમ વર્ણન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાનુભૂતિમાં વર્ણન જેવું જ છે, કારણ કે અનુભૂતિને સ્પષ્ટ વ્યક્ત કરી શકાતી નથી, તેથી ઋષિ 'સતુ-અસતુ એમ બન્ને રીતે વ્યક્ત કરે છે. છ. ઉપ.માં જ આ સૃષ્ટિની ઉત્પત્તિ તે પરબ્રહ્મમાંથી થઈ છે, જે "સ" પણ છે અને અસુત” પણ છે.
સર્વપ્રથમ અસતું હતું, તેમાંથી સતુ ઉત્પન્ન થયું, તે ‘સમાંથી બ્રહ્માંડ, બ્રહ્માંડમાંથી પૃથ્વી અને ઘી(આકાશ' એવા બે ભાગ ઉત્પન્ન થયા. તેમાંથી પર્વત વગેરે વસ્તુઓ ઉત્પન થઈ. આમ સર્વ પ્રથમ માત્ર એક જ "અસતું હતું. જ્યારે ઉદાલક આરુણિ પોતાનાં પુત્રને સમજાવે છે કે, સર્વપ્રથમ માત્ર "સ" હતું તેને બહુ થવાની ઈચ્છા થતાં તેમાંથી જ આ સ્થાવર-જંગમ સુષ્ટિ ઉત્પન્ન થઈ. તે સમજાવવા માટે ત્રિવૃત્કરણનો સિદ્ધાન્ત આપે છે. આમ છાઉપ. પણ મૂળ પરબ્રહ્મનું સંતુ-અસતું" રૂપે નિરૂપણ કરે છે.
સત્ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતાં બ્રહ્મનું નિરૂપણ ચેતકેતુ-આરુણિના સંવાદમાં વટવૃક્ષ, નિમક વગેરે દષ્ટાંત તેમજ નારદ–સનસ્કુમાર સંવાદમાં મન, સંકલ્પ એ રીતે ક્રમશ: અને તું જ પરબ્રહ્મ છે. તેમાંથી જ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, તેમ જણાવેલ છે.
૧૭૦
For Private And Personal Use Only