________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
ઇન્દ્ર આ ઉપદેશ ગ્રહણ કરી પરત જાય છે, પરંતુ મનમાં વિચાર જાગે છે કે સ્વપ્ન દૂર થતાં આત્મા પણ દૂર થઈ જાય. આ શંકાથી તે ફરીથી બ્રહ્મા પાસે આવીને બત્રીસ વર્ષ તપશ્ચર્યાપૂર્વક બ્રહ્મચર્ય પાળીને રહે છે. અંતે પ્રજાને "સ્વપ્ન રહિત ગાઢનિદ્રમાં જે અનુભવાય છે તે આત્મા છે.“ એમ સમજાવે છે. તેમા પણ શંકા જતાં ફરીથી પાંચ વર્ષ બ્રહ્મચર્યપૂર્વક રહે છે. ત્યારબાદ તેને આત્માનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે– "શરીર મરણશીલ છે અને આત્મા અમર, સુખદુઃખ શરીરને છે. અશરીરી આત્માને તે સ્પર્શતાં નથી. આથી શરીર અને તેના ધર્મોથી પર જનારો આત્માને જાણે છે. આત્મા શરીરમાં રહે છે તેથી જ શરીર જુદી જુદી ક્રિયાઓ કરે છે અને આનંદ પામે છે. પરંતુ આત્મા શરીરમાં રહ્યો છતાં અકર્તા છે. મન એ આત્માની દૈવી આંખ છે. પરંતુ આત્મા કશું જ ભોગવતો નથી. આત્માના આવા સ્વરૂપને દેવો પણ ચિંતવે છે, જૅ આત્માને મેળવે છે તે સમગ્ર જગત અને તમામ કામનાઓ મેળવે છે.” આમ આ ઉપદેશ ગ્રહણ કરી, પૂર્ણ સંતોષ મેળવી ઇન્દ્ર દેવો પાસે પાછો જાય છે.૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઉપદેશમાં આત્માના ખ્યાલનો ધીરે-ધીરે વિકાસ થાય છે, આ આત્મજ્ઞાન તપશ્ચર્યા અને જિજ્ઞાસા ન હોય તેને આપી ન શકાય. કારણ કે આ આત્મા અને બ્રહ્મની એકતા એ ઉપનિષદોના ઋષિઓ માટે સાબિતીનો નહિ, પરંતુ અનુભૂતિનો જ વિષય હોવાથી અહીં દરેક તબક્કે પ્રજાપતિ આત્માનું સ્વરૂપ સમજાવી. તે જ બ્રહ્મ છે એવું પણ કહે છે. આમ ધીરે ધીરું મનોવૈજ્ઞાનિક રીતે યોગ્યતા પ્રાપ્ત થતી જાય છે તેમ પ્રજાપતિ વ્યાપક આત્માના ખ્યાલને સ્પષ્ટ કરતાં જાય છે.
શ્વેતકેતુ આણિ વચ્ચેના સંવાદમાં બ્રહ્મતત્ત્વનું નિરૂપણ માનસિકતાને કેન્દ્રમાં રાખીને થયેલ છે. પંદર દિવસના ઉપવાસ બાદ શ્વેતકેતુને ઋચાઓ યાદ આવી નથી, પિતાજીની સૂચનાથી ભોજન કરે છે. પછી ઋચાઓ યાદ આવે છે. અહીં મને સાથે આ બાબત સંકળાયેલી છે. મોજનનાં સૂક્ષ્મતમ અંશથી મન બને છે. જો આ મન સ્થિર હોય તો જ જ્ઞાન સરળતાથી ધારણ કરી શકાય અને વ્યક્ત કરી શકાય. અહીં પણ શ્વેતકેતુની સમજણનાં વિકાસ માટે અને અભિમાનને દૂર કરવા માટે સર્વપ્રથમ તાં એકદમ પૂછવામાં આવે છે.” તારા ગુરુએ તને એવું શિખડાવ્યું છે કે- 'એકને જાણવાથી સર્વને જાણી લેવાય." તુરંત જ અભિમાની શ્વેતકેતુ જવાબ આપે છે, 'મારાં ગુરુજીને જ તે આવડતું નહીં હોવ." આમ માનસિક સ્થિતિ જાણીને તેને દૂર કરવા માટે નિમક, વટવૃક્ષ વગેરે નવ ઉદા. દ્વારા પરબ્રહ્મ એ જ આત્મા છે અને તે જ આ સંપૂર્ણ જગતમાં વિલસી રહ્યું છે." તેમ ઉપદેશ આપવામાં આવે છે. આ જ બાબત ભક્તકવિ નરસિંહ મહેતા પણ કહે છે.
આ સર્વે દૃષ્ટાન્તો માનસિક તત્ત્વોરૂપે બ્રહ્મની કલ્પના કરી અંતે આત્મતત્ત્વ તરફ દોરી જાય છે,
૧૮
For Private And Personal Use Only