________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યજ્ઞાનની પ્રતીતિ કરાવવા માટે પરબ્રહ્મ યક્ષરૂપે પ્રગટ થાય છે. દેવો તેને ઓળખી શકતા નથી. તેને જાણવાની ઈચ્છાથી સર્વપ્રથમ અગ્નિને મોકલવામાં આવે છે. અગ્નિ પોતાની શક્તિની પ્રશંસા કરે છે. યક્ષ તેને તણખું બાળવાનું કહે છે. ખૂબ જ શક્તિ સાથે ઘણાં પ્રયત્નો કરવા છતાં તે નિષ્ફળ જાય છે. પરત આવે છે. પછી વાયુ દેવતાને મોકલવામાં આવે છે. તે પોતાની બડાઈ હાંકે છે. તેને પણ ઘાસનું તણખલું આપવામાં આવે છે, તે ઉડાડી શકતો નથી. અંતે ઇન્દ્રનો વારો આવે છે. ઇન્દ્ર યક્ષ પાસે જાય છે, ત્યાં તે અંતધ્યાન થઈ જાય છે. ઉમા હૈમવતી પ્રગટ થાય છે, તે યક્ષનો પરિચય પરમતત્ત્વરૂપે ઇન્દ્રને આપે છે. આરૂપક પણ અનિ, વાયુ અને આકાર જેવાં વૈશ્વિક તત્ત્વ કરતાં બ્રહ્મની સર્વોપરીતા પ્રગટ કરે છે. આ બ્રહ્મની શક્તિને કારણે જ અગ્નિ પ્રકાશે છે, વાયુ વાય છે, આમ વૈશ્વિક કરતાં તે બ્રહ્મની સર્વોપરીતા સ્પષ્ટ કરે છે.
આ કથામાં વિધુતું એ ગુણવાહ કરહસ્યબોધક શબ્દ છે. ત્યાં જ તેનું બીજું નામ 'વન’ (સુંદર છે. તે ઘવને સૌદર્યની છાયા વડે આ જગતુ અને સચેતન પ્રાણીઓમાં ભાગ્ય, રમ્યતા વગેરે ધર્મોનું આપણને જ્ઞાન થાય છે. આ કથાનું એ રહસ્ય પણ છે કે અભિમાનીને બ્રહ્મજ્ઞાન થતું નથી, નિરાભિમાનીને જ થાય છે. દંભરહિતતા આવવાથી અને ઉમા હૈમવતીના શરણે જવાથી જ ઇન્દ્રને બ્રહ્મજ્ઞાન થયું હતું.
આ સર્વોપરી અંતરાત્માની માન્યતા બાદ સાતમાં અધ્યાયમાં નારદ-સનકુમારના સંવાદમાં એમ કહેવાય છે કે, નારદ આત્મજ્ઞાનના અભાવમાં શોકમગ્ન છે. તેને ક્રમશઃ આગળ વધારતાં સવંથી અધિક "પ્રાણ" છે એમ કહેવામાં આવે છે. ''અન્ન જળ, અગ્નિ, આકાશ જેવાં વૈશ્વિક તત્ત્વોની સાથે વાણી, મન, સંકલ્પ, સ્મૃતિ વગેરે જેવાં શારીરિક તત્ત્વો પણ નિરૂપાયાં છે. અહીં શુદ્ધ અર્થમાં વિશ્વનિર્માણ મીમાંસાનો સંદર્ભ નથી, પરંતુ અંતિમ "સ" આત્મા જ છે એ માન્યતા જોઈ શકાય છે. ત્યારબાદ જ 'વિશાળતામાં સુખ છે, અહપતામાં નીિં." એ પ્રસિદ્ધ ઉક્તિ આવે છે. આ ભાવાર્થ એ છે કે આત્મનિષ્ઠ બનવામાં આ વૈશ્વિક તત્ત્વોને નકારવાનાં નથી પણ તેની વિશાળતા આત્મામાં અનુભવવાની છે.”
આ વિશ્વનાં સંપૂર્ણ આધાર તે પરબ્રહ્મ જ છે. તેને સમજાવતાં ઋપિ અત્યંત સંક્ષિપ્ત સૂત્ર "તજજલાનું આપે છે. આ સૂત્રનો અર્થ છે, જગતુ તેમાંથી જ જમે છે, તેમાં જ સ્થિર રહે છે અને તેમાં જ લય પામે છે. બ્રહ્મસૂત્રમાં પણ "જન્માવસ્ય યતઃ"રસૂત્ર દ્વારા આ જ બાબત કહેવામાં આવી છે. તેમજ શ્રીમદ્ શંકરાચાર્ય આ બાબતને સમજાવતાં "આ જગતુ તે બ્રહ્મમાંથી આવિર્ભાવ પામે છે તેમાં જ રહે છે અને તેમાં જ લય પામે છે. તેમ જણાવી તૈત્તિ. ની સ્મૃતિ દષ્ટાન્તરૂપે આપે છે.
૧૬૬
For Private And Personal Use Only