________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Q ઈશ્વરવાદ :
"ઈશ્વરવાદ કે Theism શબ્દ ડૉ. મેકનીકોલ અનુસાર ત્રણ બાબતનો નિર્દેશ કરે છે- (૧) વ્યક્તિ સ્વરૂપ ઈશ્વરની કલ્પના, (૨) ઈશ્વરનો નૈતિક પ્રભાવ, (૩) જીવો સાથે ઈશ્વરનો આંતર સંબંધ. ઈશ્વરવાદ આ રીતે ઈશ્વરના વ્યક્તિત્ત્વ પર ભાર મૂકે છે. જગતના વિવિધ ધર્મોમાં ભક્તિનો પ્રસાર આ વ્યક્તિ સ્વરૂપે ઈશ્વરને આભારી છે."e
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદો વ્યક્તિત્ત્વ સ્વરૂપ ઈશ્વરને નિરૂપતા નથી, પરંતુ સાકાર સ્વરૂપે વૃક્ષ, પાન, જળ વગેરેમાં રહેલો ગણાવી, સમગ્ર ભૂત સૃષ્ટિના મૂળ તરીકે નિરૂપે છે. તેમાં પ્રાચીન ઉપ. કરતાં પાછળના પ. ઈશ્વરવાદની નજીક છે. તેમાં ઈશ્વરને બ્રહ્મની સમકક્ષ મૂકવામાં આવેલ છે. તેમાં સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા વગેરે ગુણો બ્રહ્મ સમક્ષ નિરૂપવામાં આવે છે. અહીં આ નિરૂપણ આત્મવાદી દ્રષ્ટિબિંદુથી જ થાય છે. મૈત્રેથી ઉપ.માં હૃદય કમળની વચ્ચમાં રહેલ કર્મોના સાક્ષીરૂપ, પરમ પ્રેમના વિષયરૂપ પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ, જે મન અને વાણીથી જાણી શકાતા નથી. તે આદિ- અંત રહિત છે. મહાદેવ જણાવે છે કે— તે હું જ છું, અન્ય બીજું કશું જ નહીં, તેમ જણાવી ગુરુ, સિદ્ધિ વગેરે હું જ છું; સદાશિવ રહિત હું જ બ્રહ્મ છું તેમ જણાવે છે.
D મનોવૈજ્ઞાનિક દષ્ટિબિંદું :
આત્મા અને બ્રહ્મની એકતા જ ઉપનિષદોને અભિપ્રેત છે. જે આ દૃષ્ટિબિંદુમાં જોઈ શકાય છે. આધુનિક સમયમાં મનોવૈજ્ઞાનિક અને શારીરિક દષ્ટિબિંદુમાં જે મંદ અભિપ્રેત છે તે ઉપ.નાં દષ્ટાઓને ન હતાં અને એ સહજ છે. કારણ કે; માનસિક સ્થિતિની અસર હંમેશા શારીરિક સ્થિત ઉપર થતી હોય
છે.
આત્માને જાણનારો સમગ્ર જગતને મેળવે છે. તેમ ઇન્દ્ર અને વિરોચન જાણે છે. તેથી આત્મતત્ત્વને જાણવાની જિજ્ઞાસાથી સમિત્પાણિ થઈ પ્રજાપતિ બ્રહ્મા પાસે જાય છે. બન્ને બત્રીસવર્પ બ્રહ્મચર્યપૂર્વક રહે છે. પછી પ્રજાપતિ તેમને ઉપદેશ આપે છે કે "નેત્રમાં જું દેખાય છે, તે પુરુષ, આત્મા છે. તે અમર, અભય છે અને તે જ બ્રહ્મ છે." તેથી બન્ને શરીરને શણગારી સરોવરમાં પડતાં પ્રતિબિંબનેં જુએ છે.'' તે આત્મા છે એમ પ્રજાપતિ કહે છે, બન્ને જાય છે વિરોચન શરીરને જ આત્મા દર્શાવતા આ ઉપદેશને લઈને દાનવો પાસે પાછો જાય છે. જયારે શંકા જતાં ઇન્દ્ર પ્રજાપતિ પાસે સમિન્યાધિ થઇને જાય છે. બત્રીસ વર્ષ બ્રહ્મચર્યપૂર્વક રહે છે. પ્રજાપતિ ઉપદેશ આપે છે કે- 'સ્વપ્નમાં જે સુખપૂર્વક ભ્રમણ કરે છે, તે આત્મા છે....તે જ બ્રહ્મ છે."
૧૪૭
For Private And Personal Use Only