________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ આત્મા એ જ સર્વોચ્ચ સત્તા છે. તેથી જ શ્રી રાનડ કહે છે કે- "ઈશ્વર એ ઈશ્વર નથી, જો તે આત્મચેતના સાથે સંલગ્ન ન હોય, સત્તા એ સત્તા નથી જે તે આત્મ-ચેતનાની પ્રતિષ્ઠા ન કરતી હોય.
આ દષ્ટિ બિંદુઓ ઉપરાંત બ્રહ્મના કેટલાંક લક્ષણોની ચર્ચા ઉપ.માં છે તે જોઈએ.
લક્ષણના- (૧) સ્વરૂપ લક્ષણ અને (૨) તટસ્થલક્ષણ એમ બે પ્રકાર વેદાનપરિબાપા પ્રમાણે પાડવામાં આવે છે. (૧) જે લક્ષણને પદાર્થમાંથી દૂર કરવામાં આવતાં મૂળ પદાર્થ જ રહેતો નઈં તેને સ્વરૂપ લક્ષણ કહે
છે. જેમ કે- સચ્ચિદાનંદ બ્રહ્મ, સત્ય, જ્ઞાન, અનંત બ્રહ્મ વગેરે (ર) જે લક્ષણ સ્થાયી નથી પરંતુ બદલાયા કરતું હોય છે તેને તટસ્થ લક્ષણ કહે છે. દા.ત. જેમાંથી
સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. આ
સત્ય શબ્દએમ સૂચન કરે છે કે, એ તત્ત્વનો આપણને અપરોક્ષ અનુભવ થતાં હોઈ તેની હસ્તી નિશ્ચિત અને નિઃસર્જે છે, 'જ્ઞાન' શબ્દ એમ સૂચન કરે છે કે તત્ત્વ ચૈતન્યરૂપ છે, "અનંત" શબ્દ એ તત્ત્વ સર્વગ્રાહી અને અપરિમિત છે એમ સૂચવે છે. આ ઉપ.માં આ પ્રમાણે આપેલાં લક્ષણો સ્વરૂપ લક્ષણ છે, બ્રહ્મનાં વિશેષણો નથી.
પ્રો. હિરિયાણા કહે છે તેમ, “અંત સંમત પરમ સતુ વા બ્રહ્મ માત્ર અનિર્વચનીય જ નથી, તે અય પણ છે, કેમ કે જે ક્ષણે તેને જ્ઞાનનો વિષય બનાવવામાં આવે તે જ ક્ષણે તે જ્ઞાતા જોડે સંબંદ્ધ થઈ જવાથી "સગુણ" બની જાય છે." 0 અપરોક્ષાનુભૂતિ :
ઉપ.નું જ્ઞાન અનુભૂતિનું જ્ઞાન છે. ઋષિઓએ જે આત્માનુભવ કરવો તેને વ્યકત કરવા માટે રસ્તુત્ય પ્રયત્ન કર્યો છે. અહીં ઋષિ તર્કનો આશ્રય લે છે, તે માત્ર અનુભૂતિને વ્યક્ત કરવા માટે જ છે, સહાયક તરીકે જ છે. અહીં તર્કનો જ્યાં જયાં આશ્રય લેવાયો છે ત્યાં પણ તે અનુભૂતિના સમથે સહાયક તરીકેની જ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવ વચ્ચે તફાવત દર્શાવતા પ્રા. દવે જણાવે છે કે પ્રત્યક્ષ અનુભવમાં કોઈ દશ્ય કે મૂર્તિ પદાર્થ જ અનુભવાય છે; જયારે અનુભૂતિમાં અદશ્ય કે અમૂર્તનો અનુભવ હોવાથી પ્રત્યક્ષાનુભવથી તેને જુદી દર્શાવવા અપરોક્ષાનુભૂનિ એવો શબ્દ વપરાયો છે. બ્રહ્મની અનુભૂતિ પ્રજ્ઞાતિ વડે થાય છે. આથી જ એતરેય ઉપ.પ્રજ્ઞાન બ્રહ્મ" એવું ભારપૂર્વક કહે છે."
આ અનુભૂતિજન્ય બ્રહ્મનું વર્ણન કરતાં મહો. જણાવે છે કે તે પ્રજ્ઞાન છે. સત્યનું લક્ષણ પણ
૧૬૯
For Private And Personal Use Only