________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ભૂમા જ સર્વત્ર છે તે બાબત સત્યકામ જાબાલને "ચારેય દિશાઓની જેમ બ્રહ્મ ચાર કલાઓ વક્ત અને પ્રકાશયુક્ત છે." એમ સૌડ જે ઉપદેશ આપે છે તેમાં પણ વ્યક્ત થાય છે.
અહિં સર્વત્ર બ્રહ્મ છે, પ્રકાશમય છે પરંતુ તેને એકાદ સ્વરૂપ જણાવે છે તેથી હજુ અસ્પષ્ટ હોય
તેમ લાગે છે,
સત્યકામને અગ્નિએ અનાવા" નામના બ્રહ્મના પાદની ઉપાસના કરવાનું જણાવ્યું. પૃથ્વી કલા, અંતરિક્ષ કલા, સ્વર્ગકલા, સમુદ્રકલા, એ ચારપાંદવાળું બ્રહ્મ છે. જે તેની ઉપાસના કરે છે તે અક્ષય લોકને પ્રાપ્ત કરે છે. અહીં પણ પૃથ્વી વગેરે સર્વત્ર બ્રહ્મ જ છે તેમ પરોક્ષ રીતે અગ્નિદેવ જણાવે છે.
સ અગ્નિકલા, સૂર્યકલા, ચન્દ્રકલા, અને વિદ્યુતકલા એ પ્રમાણે બ્રહ્મનાં જયોનિયમાનું પદ વિશે જણાવે છે. જયારે મપક્ષી પ્રાણ કલા છે, ચક્ષુ કલા છે, શોત્ર કલા છે. મન કલા છે. હે સૌમ્ય આ ચાર કલાવાળો, "આયતનવાનું" નામના પાદરની ઉપાસના જણાવે છે અને અંતે આચાર્યશ્રી સોળકલાવાળા પૂર્ણ બ્રહ્મનો ઉપદેશ આપે છે. અહીં આ રીતના વિકાસ એ સત્યકામ જાબાલની સમજણનો વિકાસ છે. બ્રહ્મ તો પૂર્ણ જ છે, ક્રમશઃ આગળ વધતાં સત્યકામને પૂર્ણબ્રહ્મનું જ્ઞાન થાય છે.
સત્યકામ જાબાલનાં શિષ્ય ઉપકસલને સત્યકામ પ્રવાસે જાય છે ત્યારે ગર્લપત્ય વગેરે અગ્નિ "વિશાળતા જ બ્રહ્મ છે એ ઉપદેશ પરોક્ષ રીતે આપે છે.
અગ્નિ ઉપકસલને જણાવે છે કે–"પ્રાણ" જ બ્રહ્મ છે, "ક" જ બ્રહ્મ છે. "ખ" બ્રહ્મ છે, તે જ "ક" છે. આ પ્રમાણે "પ્રાણ" અને તેની સાથે સંબંધિત આકાશનો ઉપદેશ આપે છે. આકાશ વિશાળતાનું પ્રતીક છે, તે જ બ્રહ્મ છે.
ગાéપચાગ્નિ, પૃથ્વી, અન્ન અને આદિત્ય એ મારા જ ચાર સ્વરૂપ છે. "સૂર્યમાં પણ જે પુરુષ દેખાય છે તે હું જ છું" દક્ષિણાગ્નિ જણાવે છે કે- જળ દિશાઓ, નક્ષત્ર, ચન્દ્રમાં એ મારું જ શરીર છે, "ચન્દ્રમામાં જે પુરુષ દેખાય છે, તે હું જ છું." આલ્હનીય અગ્નિ જણાવે છે કે – પ્રાણ, સ્વર્ગ, આકાશ અને વિધુતુ એ ચાર મારું શરીર છે. વિધુતુમાં “જે પુરુષ દેખાય છે ને હું જ છું."
આ વિધા અગ્નિએ આપી હોવાથી અગ્નિવિધા તરીકે પ્રસિદ્ધ છે. આત્મજ્ઞાનની વિદ્યા હોવાથી આત્મવિદ્યા તરીકે પણ ઓળખાય છે. આ વિદ્યાની ઉપાસના કરનાર પૂર્ણ આયુબ માંગવી, યશસ્વી બની અગ્નિલોકને પ્રાપ્ત કરે છે.
અગ્નિએ આપેલા આ ઉપદેશ બાદ ગુરુ સત્યકામ ઉપદેશ આપતાં જણાવે છે કે "ચક્ષુમાં જે
For Private And Personal Use Only