________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદાન્ત : ૪.૪
હું બ્રહ્મ - ૪.૪.૧ ?
તત્ત્વજ્ઞાનમાં આ વિશ્વનું અંતિમ સતું શું છે એ વિચાર કેન્દ્રસ્થાને છે. ઉપનિષદો આ અંતિમ સની શોધ માટે સંનિષ્ઠ પ્રયત્નો કરે છે. તે બાબતે જુદી જુદી પદ્ધતિઓ અપનાવે છે અને અનેકવિધ મંતવ્યો રજૂ કરે છે. ઋષિઓ પોતાની અંતિમ સતની શોધના તારણો રજૂ કરે છે. આ અલગ-અલગ તારણોમાં ક્રમિક વિકાસ પણ જઈ શકાય છે. આ વિકાસ એ અંતિમ સતુનો વિકાસ નથી, એ તો પૂર્ણ જ છે, પરંતુ ઋષિઓનાં અભ્યાસનો વિકાસ છે.
વૃક્ર ધાતુ ઉપરથી બ્રહ્મ' શબ્દ બન્યાં છે, હું- વૃદ્ધિ થવી,વધવું. આ શબ્દ ચેતન, ફુરણ અને પ્રગતિ પણ દર્શાવે છે. ઋગ્વદમાં બ્રહ્મ શબ્દ ‘સ્તુતિના અર્થમાં છે, તેમજ ઉપ.માં 'સત્યને પણ બ્રહ્મ કહેવામાં આવ્યું છે.
હોંગ માને છે કે બ્રહ્મનો અર્થ સ્તુતિ થાય છે, અને તેની વ્યુત્પત્તિ "શૃંદ એટલે વધવું એ ધાતુમાંથી થયેલી છે. એ પછી બ્રહ્મનો અર્થ નિસર્ગની શક્તિ અને આગળ જતાં પરમ સત્ય અથવા પરમાર્થ સત્ થવા લાગ્યો, રથના મત પ્રમાણે બ્રહ્મ અર્થ પહેલાં દેવી તરફ વાળેલી સંકલ્પ શક્તિ થતો હતો, પછી તેનો અર્થ સૂક્ત અથવા મન થવા લાગ્યો, ને છેવટે પરમ સત્યના અર્થમાં તે શબ્દ વપરાતો થયો. ઑલ્ડન બર્ગના મતે બ્રહ્મ' શબ્દનો અર્થ વેદકાળમાં જાદુ કે અભિચારનાં મગ્ન એવો થતા હતા. બ્રાહ્મણકાળમાં તે યજ્ઞમાં વપરાતા સ્તુતિના સૂક્તો માટે વપરાવા લાગ્યો. ધીરે ધીરે એ શબ્દ વિશ્વને ઉત્પન્ન કરનાર મહાશક્તિને માટે વપરાતો થયો. ડૉયસન માને છે કે બ્રહ્મનો અર્થ સ્તુતિ અથવા પ્રાર્થના છે. એ
સ્તુતિ આત્માને ઉન્નત કરે છે, ને એવી સ્થિતિમાં આપણે સત્યનું દર્શન કરી શકીએ છીએ. એટલે એ સત્યને માટે બ્રહ્મ' શબ્દનો ઉપયોગ થવા લાગ્યાં. મંકસમૂલર તેના મૂળ અર્થ વાણી માને છે, 'બૃહસ્પત્તેિ કે ‘વાચસપનિ એ શબ્દમાં આ બધું જોવા મળે છે. જે બોલે છે તે બ્રહ્મ છે.'
વિશાળતા જ બ્રહ્મ છે, તેમાં જ પરમસુખ છે. રહસ્યવાદ તાત્ત્વિ વિચારણા અને ધાર્મિક પ્રયત્નોને સંકલિત કરવાની યથાર્થ ભૂમિકા છે. જેમાં વિશાળતા જ જરૂરી છે. કારણ કે તે જ બુદ્ધિ અને ભાવનાની અપેક્ષાઓને સંયોજિત કરનાર વિચારધારા છે. ભારતીય ચિંતન ઈશ્વરવાદની ભૂમિ તરફ આગળ વધે
For Private And Personal Use Only