________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તેમાં આ વિશાળતા જ મહત્ત્વની છે. વિકાસની પૂર્ણ શક્યતાઓ તેમાં જ રહેલી છે. “આથી જ હેગલના પૂર્ણત્વના વિચારમાં રહેલો ક્રમિક વિકાસ બ્રહ્મતત્ત્વની વિચારણામાં જોઈ શકાય છે અને એ દષ્ટિએ એ બન્નેને સમાન પણ ગણી શકાય તેમ છે. હેગલનું પૂર્ણત્વ વિચાર, વિરોધ અને સમન્વય પ્રાપ્ત કરતું ફરતું સતત વૃદ્ધિ પામતું રહે છે, એ જ વાત બ્રહ્મતત્વને પણ લાગુ પડે છે. તફાવત માત્ર એટલો જ છે કે હેગલનું પૂર્ણત્વ સંપૂર્ણપણે બૌદ્ધિક ધોરણોને વરેલું છે, જ્યારે ઉપનિષદોનું બ્રહ્મતત્ત્વ પામવાનો–સાક્ષાત્કારનો આદર્શ હોઈ ધર્મને પણ સ્પર્શે છે, પૂર્ણત્વ એ બૌદ્ધિક સમજણનો વિષય છે. બ્રહ્મ અનુભૂતિઓનું કેન્દ્ર છે.”
આમ બ્રહ્મ અનુભૂતિનું કેન્દ્ર છે અને વ્યાપક છે. તેથી જ વ્યાપકતાવિશાળતા જ સૌનો આદર્શ રહે તે માટે ઉપનિષદો આ જ બાબતને જુદા જુદા દષ્ટિબિંદુથી રજૂ કરે છે. છા, ઉપ.માં સનસ્કુમાર નારદઋષિને બ્રહ્મ વિષયક વર્ણન કરતાં જણાવે છે કે-નામ, વાણી, મન, સંકલ્પ, ચિત્ત, ધ્યાન, વિજ્ઞાન, બલ, અન્ન, જલ, તેજ, આકાશ, સ્મરણ, આશા, પ્રાણ એમ ક્રમશ: ઘૂળથી સૂમ તરફ વર્ણન કરી પ્રાણ જ શ્રેષ્ઠ છે તેમ જણાવે છે. આ પ્રાણામાં જ જગતુ સ્થિત છે. આ પ્રાણ જ પિતા વગેરે છે તેમ જે નિશ્ચય કરે છે, તે “અતિવાદી" કહેવાય છે. તે છુપાવવું ન જોઈએ.
આ જ વાત આગળ વધારતાં સત્ય, વિજ્ઞાન, મનન, શ્રદ્ધા, નિષ્ઠા, કૃતિ (કર્મ), સુખ એમ ક્રમશ: જણાવી ભૂમાજનિતિશય સુખરૂપ બ્રહ્મ છે, તેમ જણાવે છે. આ ભૂમા અવિનાશી છે, આશ્રય હતા છે. પોતાની મહિમામાં જ સ્થિત છે. 'બૂમ' એટલે જ વિશાળતા. વિશાળતામાં જ સુખ છે. આનંદ છે અને તે જ પરબ્રહ્મ છે.
મુકિતકો પણ પરતત્ત્વને માટે "મા" શબ્દનો પ્રયોગ કરતાં જણાવે છે કે- તે દૃશિ અથાંનું જ્ઞાન સ્વરૂપ શુદ્ધ, અવિક્રિય તથા સ્વભાવથી જ નિર્વિપથ છે. તે આગળ, પાછળ, ઉપર, નીચે એમ બધી તરફથી સંપૂર્ણ છે. અહીં છે. ઉપ.ની યુતિમાં, "નાખ્યત્પધ્ધતિ, વાવતિ " વગેરેમાં ભૂમાથી અતિરિક્ત અન્ય કોઈપણ વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. તેથી જ તો તે ભૂમા પોતાનાથી અતિરિક્ત અન્ય કોઈને જોતા કે સાંભળતો નથી. પોતાનાથી અન્ય દર્શન ત્યારે જ શકય બને છે જયારે ન હોય ત્યારે અદ્વૈત હોય ત્યારે નહીં. તેથી જ તેની મહિમા પોતાનામાં જ પ્રતિષ્ઠિત છે અથવા નથી.
આ ભૂમા" જ ઉપર, નીચે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ સર્વત્ર વ્યાપ્ત છે. જ્ઞાની પુરુષ આત્મદષ્ટિથી તે બૂમાને આ પ્રમાણે જાણે છે તે સર્વ શક્તિમાન અને યથેચ્છ ગતિ કરનાર બને છે.
૧૬૩
For Private And Personal Use Only