________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લહરો માયારૂપી વાયુ દ્વારા ઉત્પન અને વિલીન થાય છે. મારો આ દેહને આ પ્રકારનો કોઈ સંબંધ નથી, જેવો આકાશનો મેઘ સાથે છે. તેથી આ જાગ્રત, સ્વપ્ન, સુપ્તિ વગેરે અવસ્થાઓથી મારે શું
સંબંધ છે?૫૭
શાસ્ત્ર અભ્યાસ વર્જિત :
સંન્યાસીને માટે શાસ્ત્ર અભ્યાસ ટની ઉપર લાદેલા કેશર જેવો છે. તેણે માત્ર સ્વરૂપાનુસંધાન જ કરવાનું છે. યોગ, મંત્ર-તંત્રનો અભ્યાસ વગેરે બધાં જ શાસ્ત્રો વર્જિત છે. કદાચ જો કોઈ સંન્યાસી યોગ વગેરે શાસ્ત્રનો અભ્યાસ કરે તો તે મૃતક શરીર ઉપર કરેલો અલંકારાની જેમ વ્યર્થ છે. એટલું જ નહીં સંન્યાસીના કર્મ અને વિદ્યાની વિરુદ્ધ છે.
સંન્યાસીએ નામ-સંકીર્તન વગેરેમાં પણ ભાગ લેવો ન જોઈએ, કારણ કે કોઈપણ કમનું ફળ ભોગવવું જ પડે છે. – સંન્યાસીએ દરેક બાબતને એરંડીના તેલના ફીણની જેમ ત્યજી દેવી જોઈએ. તેણે દેવતાઓનો પ્રસાદ પણ ન લેવો જોઈએ, અને કોઈ બાહ્ય દેવતાની પૂજા પણ ન કરવી જોઈએ.
મૈત્રેયી ઉપર પણ જણાવે છે કે, સંન્યાસીને માટે તત્ત્વનો વિચાર ઉત્તમ છે. શાસ્ત્રનો વિચાર મધ્યમ છે. મન્ટોની સાધના અધમ છે, તીર્થાટન તેનાથી પણ વધુ અધમ છે. તીર્થાટન બંધનકારક એટલા માટે બની જાય છે કે એક તીર્થની યાત્રા પૂરી કર્યા બાદ બીજા તીર્થની યાત્રા કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે એક ઈચ્છાને જાગૃત થવાનું બળ મળતાં અન્ય ઈચ્છાઓ પણ જાગૃત થાય અને એ રીતે શુભ ઈચ્છઓ પણ બંધનકારક બને છે. પુનર્જન્મને માટે કારણભૂત બને છે. બ્રહ્માનુભવ તો જાતે જ થઈ શકે છે. કોઈ શ્રેષ્ઠ વિદ્વાન હોય તેથી મોક્ષ પ્રાપ્ત થઈ જતો નથી; તે પણ કાગડાની જેમ પેટ ભરવા માટે અહીં-તહીં ભટકે છે. બ્રહ્માનુભવ માટે તે વાસ્તવિક અનુભવ જરૂરી છે. દેવપૂજા)બાહ્યપૂજા:
પત્થર, સોનું, માટી વગેરેથી બનાવેલી મૂર્તિની પૂજા મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાવાળા માટે યોગ્ય નથી; કારણ કે તેનાથી બંધ અને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે. તેથી સંન્યાસીએ બહારની પૂજાના ત્યા કરી લે હૃદયમાં રહેલા આત્માની જ પૂજા કરવી,
દેવતાની પૂજા ન કરવી કે પૂજનોત્સવમાં ન જવું. મોહરૂપ માં મુખ્ય પામી હોય છે અને જ્ઞાનરૂપ પુત્રનો જન્મ થયેલ હોય છે, તેથી જન્મ-મરણનું સૂતક લાગેલું જ હોય છે. તેથી કેવી રીતે સંધ્યા થઈ શકે ?” એટલું જ નહીં જ્ઞાનરૂપી સુર્ય સતત ઉદય થયેલો હોય છે, તેથી સૂર્યનો ઉદય-અસ્ત થતાં નથી,
For Private And Personal Use Only