________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) ઉપપન્ન ભિક્ષા :
જો કોઈ બ્રાહ્મણ મઠમાં જ તૈયાર ભોજન લઈ આવે તો તેને મોનામિલાપી સાધુ ઉપપન્ન ભિક્ષા કહે છે.
જરૂર પડે તો મ્લેચ્છને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરવી. પરંતુ બૃહસ્પતિ સમાન પૂજયનું ઘર હોય તો પણ એક જ જગ્યાએથી ભિક્ષા ગ્રહણ ન કરવી. સંન્યાસીએ હંમેશાં યાચિત અથવા અયાચિત ભિક્ષાને ગ્રહણ કરવી. વાયુ બધાને સ્પર્શ કરે છે, અગ્નિ બધું બાળે છે, જળમાં મળ-મૂત્ર નાખવામાં આવે છે છતાં જળ દૂષિત થતું નથી. તેવી જ રીતે અન દોષથી સંન્યાસી દૂષિત થતો નથી.'
ધૂમાડા રહિત, મુસલના શબ્દથી હિત, આગઠરી ગઈ હોય, લોકો ભોજન કરી રહ્યા હોય ત્યાં બપોર પછીના સમયે ભિક્ષા માટે જવું.
આપત્તિના સમયે સંન્યાસી નિન્દનીય, પતિત અને પાખંડીને છોડીને બધાં જ વને ત્યાં ભિક્ષા માંગી શકે છે.
આરુણિ ઉપ જણાવે છે કે, અન્નને ઔષધિની સમાન ગ્રહણ કરે, અથાતુ થોડું ભોજન કરે, જે પ્રાપ્ત થાય તેમાં સંતોષ માને
અન્ન ન મળે તો પકવાન ગ્રહણ કરી શકાય છે. “પા અથવા કાચ અન્ન સંગ્રહ માટે માંગવાથી અધોગતિ પ્રાપ્ત થાય છે. ખાવા-પીવાની લાલચવાળો, વસ્ત્ર, ગરમ વસ્ત્ર, રેશમી કપડા વગેરે વસ્તુઓ ગ્રહણ કરવાથી ચોક્કસપણે સંન્યાસીનું પતન થાય છે. તેણે આ બધી વસ્તુઓનો ત્યાગ કરી હંમેશાં અદ્વૈતરૂપી નૌકામાં બેસીને જીવનમુક્ત અવસ્થા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
શ્રીમદ્ શંકરાચાર્ય જણાવે છે કે, સંન્યાસયોગી ભાંજના સમયે તેનો સ્વાદ જાણતો નથી, શય્યા ઉપર શયન કરીને તેનું સુખ ભોગવતો નથી, માર્ગમાં ચાલતા-ચાલતા પણ પોતાના લક્ષ્ય તરફ સ્થિર રહે છે. ભોજન માટે ત્યાજય પદાર્થ :
સંન્યાસીને માટે ઘી કૂતરાના મૂત્ર સમાન, ખાંડ શરાબ સમાન, તેલ અવરના મૂત્રની સમાન, લસણ યુક્ત પદાર્થ, અડદ વગેરે ગોમાંસની સમાન છે. દૂધ મૂત્રની સમાન છે. તેથી પ્રયત્નપૂર્વક આ બધાનો ત્યાગ કરવો. એટલું જ નહીં સંન્યાસી ઘીને ધિરની સમાન અને એકત્ર કરેલા ભોજનને માંસની સમાન ત્યજી દે છે.
૧૪૯
For Private And Personal Use Only