________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
પૂરક ગણાવે છે. પ્રેમાં શાકાયન્ન મુનિ જણાવે છે કે– "પ્રકૃતિની વિભિન્નતાને કારણે ગુણ, ઈચ્છના
બંધનમાં બંધાઈ જાય છે, તેની મુક્તિ ત્યારે જ થાય છે, જયારે ઈચ્છાઓનાં દોષ દૂર થાય અને તે બુદ્ધિથી જોવા લાગે. જેને આપણે અભિલાષા, કલ્પના, સંશય, વિશ્વાસ, અવિશ્વાસ વગેરે કહીએ છીએ તે માત્ર બુદ્ધિ જ છે. પોતાની કલ્પનામાં જ અંધકારથી આક્રાન્ત થઈને ગુણોમાં વહીને વિચલિત થઈને, અનિશ્ચિત, દિક્યૂઢ, અપગ, ઇચ્છાઆવી આક્રાન્ત, કર્તવ્યમૂઢ એવી ધારણાઓથી બંધાઈ જાય છે. "આ હું છું, તે મારું છે અને એ પ્રમાણે પોતાની આત્માને પોતે જ બાંધી લે છે; જેવી રીતે પક્ષી પોતે પોતાને માળામાં બાંધી લે છે. તેથી તે મનુષ્ય જે ઈચ્છા, કલ્પના અને ધારણાને વશીભૂત હોય છે, તે ગુલામ હોય છે અને જે તેનાં વશમાં ન હોય તે સ્વતંત્ર હોય છે. તેથી મનુષ્યએ પોતાની ઈચ્છા, કલ્પના અને ધારણાથી મુક્ત રહેવું જોઈએ તે જ સ્વાતંત્ર્યનું લક્ષણ છે, બ્રહ્મ પ્રાપ્તિનો માર્ગ છે.
ન
દાસગુપ્તે વાસ્ત્યનમુનિના ભાષ્યમાંથી ઉદાહરણ આપી સાંખ્ય અને યોગ વચ્ચેનો ભેદ દર્શાવતા જણાવે છે કે "સાંખ્યની દષ્ટિએ કોઈ વસ્તુ ઉત્પન્ન કે નાશ પામતી નથી; શુદ્ધ ચેતનામાં કોઈ પરિવર્તન આવતું નથી. બધું જ પરિવર્તન શરીર, ઇન્દ્રિયો, મન તથા બાહ્ય પદાર્થોમાં થાય છે. યોગનો મત છે કે સંપૂર્ણ સૃષ્ટિ પુરુષના કર્મ ઉપર આધારિત છે. બધા જ દોષ અને પ્રવૃતિ કર્મને કારણે જ શક્ય બને છે. ચેતના સ હોય છે. જે અસતુ હોય તે સત્તાનાં આવી શકે છે અને જે ઉત્પન્ન છે તે વિનષ્ટ થાય છે. આ મત વ્યાસભાષ્યથી ભિન્ન છે, તેમજ ન્યાય દર્શનની નજીક છે. જો વાત્સ્યાયનનાં કથનને સત્ય માનીએ તાં એ પ્રતીત થાય છે કે સૃષ્ટિની રચના પાછળ કોઈક ઉદ્દેશ્ય રહેલો છે, આ ધારણા સાંખ્ય યોગ પાસેધી લીધી છે.
સાંખ્યના પચ્ચીસ તત્ત્વોનાં ચાર વર્ગો નીચે પ્રમાણે છે :”
(૧) પ્રકૃતિ, (૨) પ્રકૃતિ-વિકૃતિ, (૩) વિકૃતિ, (૪) અનુભવરૂપ તેમાં પ્રથમ તત્ત્વ તે પ્રકૃતિ, પ્રધાન. એ આત્મસર્જક શક્તિ, જે કયારેય ઉત્પન્ન થઈ નથી; પરંતુ સર્વેને સર્જે છે. ત્યાર પછીના સાત તત્ત્વો- (૧) મહ બુદ્ધિ, (૨) અહંકાર, (૩) પંચ તન્માત્રાઓ, જે પ્રકૃતિ-વિકૃતિ બન્ને છે. કારણ કે તેઓ ઉત્પન્ન થાય છે માટે વિકૃતિ છે, પોતાન.માંથી ઉત્પન્ન કરે છે માટે પ્રકૃ િછે. જયારે દશ ઇન્દ્રિયો, મન અને પંચ મહાભૂતો માત્ર વિકૃતિસૃષ્ટિ છે. કારણ કે તેઓ ઉત્પન્ન થાય છે, પરંતુ પોતાનામાંથી કોઈને ઉત્પન્ન કરતા નથી. આ ઉપરાંત ૨૫મું તત્ત્વ તે "પુરુષ" અર્થાત્ આત્મા જે નિર્ગુણ, નિરાકાર, દષ્ટા છે. આ પચીસ તત્ત્વોને નીચે પ્રમાણે કોઠામાં ગોઠવી શકાય..
$9
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
גי