________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાનોમાં ધારણા કરવાર્થી પૃથ્વી, જલ, તેજ, વાયુના સંયોગથી યોગીનું મૃત્યુ થતું નથી અને તે આકાશગમન કરનાર બને છે.
શ્રી ભાણદેવના'* મતે ધારણાના વિષયો પાંચ સ્વરૂપના હોય છે– (૧) બારી વિષયો મૂર્તિ, ચિત્ર, ઓમકાર વગેરે. (૨) મનોમય આ જ વિષયો આગળ જતાં મનોમય બને છે. (૩) પોતાના શરીર પર: નાસાગ્ર, ભૂમધ્ય વગેરે. ૪) શરીરાત્તવતી હૃદય, આજ્ઞાચક વગેરે. (૫) અતીન્દ્રિય અનુભવ : નાદશ્રવણ, યાંતિદર્શન, દિવ્યસ્પર્શ વગેરે. તેઓશ્રીએ કરેલી ધારણા અને થયેલી ધારણા એમ બે પ્રકારની ગણાવી; થયેલી ધારણા ઉત્તમ છે તેમ જણાવે છે.
: » ધારણાનો અભ્યાસ ત્યારે જ સિદ્ધ થાય છે. જયારે યોગીશ્વર એવા શ્રી સદગુરુના વચનમાં દઢ વિશ્વાસ અને ચિત્તમાં નિર્મલ વૈરાગ્ય રાખી ધીરજ સાથે આગ્રહપૂર્વક અભ્યાસ કરવામાં આવે. એટલું જ નહીં નિશ્ચિત કરેલ સમયે પ્રારંભ અને અંત કરવામાં આવે તો ઉત્તમ સાધકને ઝડપથી, મધ્યમને ત્રણ માસમાં અને મંદ ગતિવાળાને થોડાંક વધુ સમય બાદ અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ધારાની સિદ્ધિ માટે મનની એકાગ્રતા જરૂરી છે, મનની એકાગ્રતા અત્યંત કઠિન છે. તેથી જ શ્રીમદ્ ભગવદગીતાઝ ઉ-સાહપૂર્વક સતત પ્રયત્ન કરવાનું જણાવે છે,
આ રીતે સતત ઉત્સાહ રાખીને જ્ઞાની પુરુષે હંમેશાં પોતાના આત્મામાં બાંધમય, આનંદમય અને કલ્યાણમય પરમાત્માની ધારણા કરતાં-કરતાં સર્વ ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વળી મનમાં અને પછી પરમાત્મામાં લગાવવી તે પણ ધારણા જ છે."* (9) દયાન :
યોગચૂડામણિ ઉપ. બાર ધારણાને ધ્યાન ગણાવે છે. જયારે શ્રી જ. ઉપ.૧૭ જે પરમાત્મા યોગેશ્વરનાં ઈશ્વર, વિયરોગની ઔષધિ તે સત્ય સ્વરૂપ પરબ્રહ્મ પરમેશ્વરનું ધ્યાન કરવું અને એવી માવના કરવી કે હું તે જ છું.
અન્ય પ્રકાર વાવતા શ્રી જ. દ. ઉપ." જણાવે છે કે બધાના ઈશ્વર, રવ - સ્વરુપ, આનંદમય, આદિ-મધ્ય-અંત રહિત, સ્થૂળ-પ્રપંચ રહિત, જળ અને પૃથ્વીથી વિલક્ષણ પરમેશ્વર છે તેનું ચિંતન કરવું અને બુદ્ધિ દ્વારા એવી ભાવના કરવી કે તે પરબ્રજા પર હું જ છું
પૂ. શ્રી ગુરુદેવ ધારણાના દેશમાં સ્થાનમાં ચિત્તવૃત્તિનો વધારાની જેમ અખંડ પ્રવાહ ચાલે ધ્યાન કહેવાય એમ કહે છે. મહર્ષિ પતંજલિ પણ શરીરના જે જે દેશમાં સ્થાનોમાં ધારણાનું વિધાન કરવામાં આવ્યું છે, તે ને સ્થાનોમાં ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહે છે.
૧૦૨
For Private And Personal Use Only