________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહરૂપ આ બંધ મૃત્વરૂપી હાથીની નિવૃત્તિ કરનારો છે. હિતનો ઉપદેશ કરનાર શ્રી ગુરુની પાસેથી શીખી ચિરકાલપર્યત જો આ બંધનો અભ્યાસ નિરંતર કરે તો વૃદ્ધ પુરુષ પણ યુવાન દેખાય છે. ૨ (૪) જાલંધર બંધ :૨૪૩
નીચેની તરફ જવાવાળા આકાશ અને જળને જે મસ્તકમાં જ સ્થિર રાખે છે તેને જાલન્ધર બંધ કહે છે. જે દુઃખ અને કષ્ટ સમૂહનો નાશ કરે છે.
જાલંધર બંધથી કંઠનું સંકોચન થાય છે, તેથી અમૃત અગ્નિમાં પડતું નથી અને વાયુ સ્થિર થાય છે. આ બધે શરીરમાંની નાડીઓને બાંધે છે તેમજ પાલની અંદરના છિદ્રમાં જે ચંદ્રામૃત રહે છે તેને નીચે જતું અટકાવે છે. માટે આ મુદ્રાનું નામ જાલંધર બંધ કહે છે. આ બંધ નાડીઓને જ નહીં, ઈડા–પિંગલાના રસ્તંભન દ્વારા વિશુદ્ધ નામના ચક્રનું બંધન થવાથી શરીરમાંના સોળ આધારોનું પણ બંધન થાય છે. અંગૂઠો. ઘૂંટી, જાનુ, સાઘળ, સીવની, લિંગ, નાભિ, હૃદય, ગ્રીવા(ડૉક), કંઠ, જીભ, નાસિકા, ભ્રકુટી, લલાટ, મૂર્ધા અને બ્રહ્મરંધ્ર એ સોળ આધાર કહેવાય છે.-૮૪ (૫) મહામુદ્રા ૧૪૧
દાઢી છાતી ઉપર રાખીને, ડાબા પગથી યોનિ સ્થાનને લાંબા સમય સુધી દબાવીને જમણા પગને સીધાં ફેલાવીને બન્ને હાથથી ધોગ્ય રીતે તેને પકડવો, બન્ને બગલમાં ધીરે-ધીરે શ્વાસ ભરવો, ધીરે-ધીરે રેચક કરવો, તે બધા જ પ્રકારની વ્યાધિઓને નષ્ટ કરનાર મહામુદ્રા છે.
પ્રથમ ચન્દ્ર નાડીથી ડાબી) અભ્યાસ કરે, પછી સુર્ય(જમણી) નાડીથી અભ્યાસ કરે, બને સમાન સંખ્યામાં થઈ જાય ત્યારે અભ્યાસ બંધ કરે. આ મુદ્રાના પ્રભાવથી અપથ્ય પણ પથ્ય બની જાય છે, નીર ભોજન રસવાન બની જાય છે, વિષ પણ અમૃત સમાન બની જાય છે, લવ. કોઢ, મ ગન્દર વગેરે રોગો આ મુદ્રાના અભ્યાસથી નાશ પામે છે. આ મુદ્રા ગુપ્ત રાખવી જેને–તન ન દર્શાવવી.
આ મુદ્રાના અવાસથી વાસી, રસહીન, સૂકું વગેરે ભોજન પચી જાય છે અને અમૃત સમાન બને છે. ક્ષયરોગ, કોઢ, ઉદાવત, ગુલ્મરોગ, અજીર્ણ, જ્વર, પ્રમેહને ઉદરરોગ નાશ પામે છે. : (૬) ખેચરી મુદ્રા છે ?
જીહાને પાછી વાળી કપાલ કુષ્ઠરના ભાગમાં પ્રવેશ કરાવી બને મિરની મધ્યમાં દષ્ટિ સ્થિર કરવી તેને ખેચરી મુદ્રા કહે છે. આ મુદ્રા સિદ્ધ થવાથી રોગ, મરણ, ભૂખ, પાનાં મય રહેતો નથી. આ ખેચરી મુદ્રાથી જેનું ચિત્ત અને જીલ્લા આકાશમાં વિચરણ કરે છે તેવા યોગીને ઋષિ નમસ્કાર કરે છે. -
૧૧૫
For Private And Personal Use Only