________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરુણિ ઉપ.માં જણાવેલ છે કે; સર્વ પ્રથમ પોતાના પુત્રનો; ત્યારબાદ બંધુ-બાધવ વગેરેનો
ત્યાગ કરવો. એટલું જ નહીં સંપૂર્ણ બ્રહ્માંડનો પણ ત્યાગ કરી દેવો; એટલે કે કોઈપણ બાબતની ઈચ્છ ન રાખવી. દંડ, કૌપીન અને શરીર ઢાંકવા માટે જરૂરી વસ્ત્ર જ પાસે રાખવું બાકી બધું છોડી દેવું.
k
કુંડિકા ઉપ." સંન્યાસના અધિકાર વિશે જણાવે છે કે, ધન વગેરેને પુત્રોમાં વહેંચીને – તેમજ ગ્રામ સંબંધી કાર્યો તેમને સોંપીને વનમાં જવું અને પવિત્ર દેશમાં ભ્રમણ કરવું.
ચોર કેદખાનામાંથી છૂટીને દૂર જઈને વસે છે, તે જ રીતે જ્ઞાની પુરુપે સંન્યાસ ગ્રહણ કરી પોતાના દેશથી દૂર નિવાસ કરવો જોઈએ. અહંકારરૂપ પુત્ર, ધનરૂપ ભાઈ, મોહરૂપ ઘર અને આશારૂપ પત્નીને છોડે છે તે તરત મુક્ત થઈ જાય છે.
1
સંન્યાસ ધારણ વિધિ :
–
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈપણ કાર્ય નિયમ વિધિપૂર્વક ધારણ કરવામાં આવે છે. જાતકર્મ સંસ્કાર, બ્રહ્મચર્યાશ્રમ માટે યજ્ઞોપવીત વિધિ, ગૃહસ્થાશ્રમ માટે લગ્નસંસ્કાર વિધિ, આમ દરેક કાર્ય વિધિપૂર્વક – નિયમપૂર્વક ઐહણ કરવામાં આવે છે. એ જ પ્રમાણે સંન્યાસાશ્રમમાં પ્રવેશ કરતી વખતે સંન્યાસ ધારણ કરવાની વિધિ દર્શાવતાં સંન્યાસાંપનિષદમાં જણાવ્યું છે કે; સર્વ પ્રથમ પોતાનું જે કાંઈ ઋત્વિક તથા અન્ય વસ્તુ – સંપત્તિ વગેરે બ્રાહ્મણો તથા અન્ય સુપાત્રોને દાન કરવાનો સંકલ્પ કરવામાં આવે. આહ્વનીય, ગાર્હપત્ય, દક્ષિણાગ્નિ તેમજ સભ્ય અને આવસસ્થ્યને પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાનએ, પાંચ વાયુઓમાં આરોપિત કરે. ત્યારબાદ પોતાના પુત્રને પાસે બેસાડીને, તેની તરફ જોઈને; "સ્ત્ય યજ્ઞ: ત્ત્વ સર્વમ્" આ મન્ત્રનો પાઠ કરીને આહુતિ આપવામાં આવે છે. આ આહુતિની સાથે પોતાની શિખાને કાપીને તથા યજ્ઞોપવીતને ઉતારી જળમાં પ્રવાહિત કરવા માટે રાખી લેવામાં આવે છે. જો સંન્યાસ ધારણ કરનાર પુરુષ અપુત્ર હોય તો પોતાનામાં જ પુત્રની ભાવના કરીને ``f યજ્ઞ'', ''ત્ન સર્વમ્" એ મન્ત્રોનો મનમાં જ ઉચ્ચાર કરવો. ત્યારબાદ દીક્ષા ગુરુ દિક્ષિત વ્યક્તિનાં કાનમાં ''તત્વમસિ'' એ મન્ત્રનું ઉચ્ચારણ કરે. ત્યાર પછી ' મેં, જુવઃ, ૐ સ્વ:' એ ત્રણેય મહવ્યાકૃતિનું મનમાં ધ્યાન ધરતા-ધરતા "સચતું મયા, સંન્યસ્ત મા, સંન્યસ્ત થયાનું ત્રણ વાર ઉચ્ચારણ કરે. પ્રથમ વખત ઉચ્ચારણ મંદ સ્વરથી, દ્વિતીય વાર મધ્યમ સ્વરી અને તૃતીય વાર ઉચ્ચત્તમ સ્વરથી ઉચ્ચારણ કરવામાં આવે છે.
કોઈ એમ પ્રશ્ન ઉપસ્થિત કરે કે, યજ્ઞોપવીત, શિખા વગેરેનો ત્યાગ તો દોષરૂપ છે. તેના જવાબમાં ઉપ.નાં ઋષિ જણાવે છે કે, સંન્યાસીને માટે આત્મ-રૂપ ધ્યાન જ યજ્ઞોપવીત છે, વિદ્યા તેની શિખા છે.
૧૪૨
For Private And Personal Use Only