________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નપુસક, પતિત, અંગહીન, સ્ત્રી તરફ અત્યંત આસક્ત, બહેશે, મંગો, બાળક, પાખંડી, પદ્યન્તકારી, લિંગી(વેશધારી) વૈખાનસહર બ્રાહ્મણ, વેતન લેનાર અધ્યાપક, કુષ્ઠરોગી, અગ્નિહોત્ર ન કરનાર તેમજ શોકજન્ય ઘટના બની હોય તેનાં પરિણામે વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય તેને સંન્યાસ લેવાનો અધિકાર નથી. તેમજ વ્રત, યજ્ઞ, તપ, દાન, હોમ, સ્વાધ્યાય, સત્ય અને પવિત્રતાથી રહિત હોય તેને પણ સંન્યાસનો અધિકાર નથી, પરંતુ તેઓ આતુર સંન્યાસી બની શકે છે, કમ સંન્યાસી નહીં.
ભારતીય સંસ્કૃતિમાં ચાર વર્ષની જેમ ચાર આશ્રમની વ્યવસ્થા છે, (૧) બ્રહ્મચર્યાશ્રમ (૨) ગૃહસ્થાશ્રમ (૩) વાનપ્રસ્થાશ્રમ અને (૪) સંન્યાસશ્રમ છે. સંન્યાસગ્રામ એ મોક્ષ પ્રાપ્તિ અર્થે છે. સામાન્ય રીતે બ્રહ્મચર્ય બાદ ગૃહસ્થ, ત્યારબાદ વાનપ્રસ્થ આશ્રમમાં રહી; સંન્યાસાશ્રમ ગ્રહણ કરવાનું વિધાન છે. પરંતુ જો વૈરાગ્ય ઉત્પન્ન થાય તો આ ક્રમ વગર સીધો જ સંન્યાસ ગ્રહણ કરી શકાય તેમ જણાવેલ છે " ભગવાન બુદ્ધ, વ્યાસપુત્ર શુકદેવ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ દયાનંદ સરસ્વતી વગેરે તેનાં જવલંત ઉદા. છે. આરુણિ ઉપ.પણ આ જ બાબત કહે છે.
બ્રહ્મવિધાનો અધિકારી સંન્યાસનો અધિકારી છે. શ્રીમદ્દ શંકરાચાર્યએ બ્રહ્મસૂત્ર માધ્યમાં જણાવ્યું છે. કે, "નિત્યાનિત્ય વસ્તુવિવેક, ઈહામંત્રાર્થ ફલોગ વિરાગ, સમાદિ છ સંપત્તિ, મુમુક્ષુત્વ એ ચાર સાધનોની અપેક્ષા છે.
શ્રીમદ્ શંકરાચાર્યને મતે બ્રહ્મવિધાનો અભ્યાસનો માત્ર બ્રાહ્મણને જ અધિકાર છે; શૂદ્ર વગેરેને નહીં. તેથી જ તેઓ છા, ઉપ માં આવતા રાજા જાગ્રુતિ ઉપાખ્યાનમાં જયારે મહર્ષિ ૨ક્વ રાજા માટે 'સૂર' શબ્દ વાપરે છે. ત્યાં તે શબ્દને સમજાવતાં 'છે. ૩૫, ભાણમાં જણાવે છે કે ત્યાં રાજા શૂદ્ર નથી, પરંતુ તે શોકથી ઘેરાયેલો છે, તેથી તેને શુદ્ર કહે છે.”
- શૂદ્રને પણ બ્રહ્મવિદ્યાનો અધિકાર છે, તે બાબત સત્યકામ જાબાલના દષ્ટાન ઉપરથી સમજી શકાય છે. ગતા" પણ આ જ બાબતને અનુમોદન આપતાં જણાવે છે કે, સ્ત્રી, વંધ્ય, શુદ્ર તથા પાપ નિવાળા પુરુષ પણ મારી શરણમાં આવીને મોક્ષપદને પામે છે."
સંન્યાર ધારણ કરતાં પહેલાં માતા-પિતાની આજ્ઞા મેળવવી જરૂરી છે. વિશેષ કરીને માતાની આજ્ઞા જરૂરી છે, કારણ કે પુત્ર ઉપર તેનો વિશેષ અધિકાર છે. એટલું જ નહીં પની, પુત્ર, બિન્દુઓ વગેરે પાસેથી પણ સંન્યાસની અનુમતી મેળવવી જરૂરી છે. કારણ કે તેના તરફ પણ કોઈને કોઈ કર્તવ્ય બાકી રહેતું હોય છે. તે પૂર્ણ કર્યા વગર સંન્યાસમાંથી પડતી થાય છે. તેથી તે બધાની આજ્ઞા બાદ સંન્યાસનો અધિકાર પ્રાપ્ત થાય છે.
૪૧
For Private And Personal Use Only