________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
જળને માટે ઉદર જ પાત્ર છે, જલાશયનો કિનારો તેનું નિવાસસ્થાન છે. આ જ પ્રમાણે સંન્યાસીએ નિત્ય આચમનની પણ જરૂર નથી; કારણ કે તે દિવસ-રાત આત્માનુસંધાનમાં જ સંલગ્ન રહે છે, તેથી તેના માટે હંમેશાં દિવસ જ હોય છે. આરુણિ ઉપ. પણ લૌકિક અગ્નિને જઠરાગ્નિમાં અને વાણીરૂપ અગ્નિમાં ગાયત્રીને સમાવિષ્ટ કરવાનું જણાવે છે.
23
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષાબાદ દંડ, 'અમય સર્વભૂતે......' એ મંત્રથી અભિમંત્રિત વાંસનો દંડ, અને કોપીન ધારણ કરે.૨૪ કમંડલ અને વલ્કલ વસ્ત્રને ધારણ કરવાનો આદેશ ગુરુ આપે છે, દંડની બાબતમાં સંન્યાસો પ જણાવે છે કે; દંડ વાસનો હોવો જોઈએ, સૌમ્ય, ત્વચા સહિત અને એક સમાન દૂરી ઉપર ગાંઠોવાળો હોવો જોઈએ. તે સ્મશાન વગેરે અપવિત્ર જગ્યાઓ ઉપર ઊગેલ ન હોવો જોઈએ. તે બળેલ, ફાટેલ કે કીડાઓથી ખવાયેલ ન હોવો જોઈએ. તેની ઊંચાઈ નાક, મસ્તક કે ભ્રમર સુધીની હોવી જોઈએ. દંડનો સંબંધ આત્માની સાથે દર્શાવેલ છે. દંડ એટલા માટે ધારણ કરવામાં આવે છે કે; જો સંન્યાસના નિયોનું પાલન કરવામાં નહીં આવે તો, તેને દંડ પડશે, તેની યાદ અપાવવા માટે છે તેથી સંન્યાસીએ દંડથી કપારેય અલગ ન થવું, દંડ વગર વિચરણ ન કરવું.
こく
કમંડલ કૃતિકા અથવા કાષ્ઠ નિર્મિત હોવું જોઇએ જેથી તેમાં મોહ ઉત્પન્ન ન થઈ જાય.
સંન્યાસીના પ્રકાર :
સંન્યાસીની વ્યાખ્યા, અધિફાર, ધારણ વિધિ બાદ તેનાં (૧) વૈરાગ્ય-સંન્યાસી, (૨) જ્ઞાન—સંન્યાસી, (૩) જ્ઞાનવૈરાગ્ય-સંન્યાસી અને (૪) કર્મ–સંન્યાસી એમ મુખ્ય ચાર પ્રકાર આપે છે. (૧) વૈરાગ્ય—સંન્યાસી :
વિષયો તરફ તૃષ્ણારહિત તેમજ પૂર્વજન્મના પુણ્યોના ફલ સ્વરૂપે વૈરાગ્ય થવાથી જે સંન્યાસ લઈ લે છે. તે વૈરાગ્ય સંન્યાસી કહેવાય છે.
(૨) જ્ઞાન સંન્યાસી
૧૪૩
܀܀
શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી, દુનિયાની સારી-નરસી બાબતોનો અનુભવ અને શ્રવણ, પ્રપંચથી ઉપરાંત અર્થાત્ થાકીને, દેહવાસના, શાસ્ત્રવાસના, લોકવાસનાનો ત્યાગ, બધી જ સાંસારિક વાસનાનો વમનની સમાન ગણી તેનો ત્યાગ, સાધન-ચતુષ્ટયથી યુક્ત ઘઈને જે સંન્યાસ ગ્રહણ કરે છે તે શાની–સંન્યાસી છે. આ જ્ઞાની સંન્યાસી હંમેશાં સંપૂર્ણ વિશ્વના કલ્યાણની ભાવના પોતાના મનથી
કરે સ
For Private And Personal Use Only