________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
() જ્ઞાન–વૈરાગ્ય-સંન્યાસીર :
ક્રમપૂર્વક સર્વ શાસ્ત્રોનો અભ્યાસ કરી, બધ અનુભવ પ્રાપ્ત કરી, જ્ઞાન અને વૈરાગ્યનાં તત્વોને યોગ્ય રીતે સમજીને, દેહને જ માત્ર બાકી રાખીને જે સંન્યાસ ગ્રહણ કરે છે તે જ્ઞાન–વૈરાગ્ય સંન્યાસી છે.
(૪) કર્મ-સંન્યાસી:
બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ એમ ત્રણેય આશ્રમોનું પાલન કરી વૈરાગ્ય ન થવા છતાંનિયમાનુસાર સન્યાસ ગ્રહણ કરે છે તે કર્મ-સંન્યાસી. કહેવાય છે.
સંન્યાસીઓના આ આતરિક લક્ષણોને આધારે ચાર પ્રકાર આપ્યા બાદ બાહ્ય દેખાવ અને આચરણને આધારે (બ) કુટીચક, (વી બદક, (હંસ, (૪) પરમહંસ, (૬) તુરીયાતીત અને (3) અવધૂત એમ છ પ્રકાર આપે છે.* () કુટીચકર શિખા અને યજ્ઞોપવીત ધારણ કરે છે. દંડ, કમંડલ, કૌપીન ચાદર, કંધાને ધારણ કરે છે, પિતા-માતા અને ગુરુની આરાધના કરે છે, એક જ સ્થાન પર રહી અન ગ્રહણ કરનાર, શ્વત ઊર્ધ્વ ત્રિપુંડ કરનાર અને ત્રણ દંડ ધારણ કરે છે. કુટીચક સંન્યાસીએ ધીરે—ધીરે કુટુમ્બ, કુટી, પાત્ર અને સ્થાનનો ત્યાગ કરવો જોઈએ.
(વ) બહૂદક : શિખા વગેરેને અન્ય બધી જ બાબતમાં કુટીચકની સમાન હોય છે. પરંતુ ફકત આઠ ગ્રાસ જ ભોજન ગ્રહણ કરે છે.
(૪) હંસ જટાધારી, ત્રિપુંડ, ઊર્ધ્વ પંડધારી, નિશ્ચિત જગ્યા વગર માંગીને ખાનાર, ફક્ત કપીનને ધારણ કરનાર હોય છે.
(૪) પરમહંસઃ શિખા, યજ્ઞોપવીત રહિત, પાંચ ઘરેથી હાથમાં જ ભિક્ષા ગ્રહણ કરનાર, એક કાંપીને અને ચાદર રાખનાર, એક દંડ રાખનાર અથવા ભસ્મ ધારણ કરનાર તેમજ સર્વનો ત્યાગ કરનાર હોય છે.
(૬) તુરીયાતીત : સર્વત્યાગી, ગોમુખવૃત્તિવાળો, ત્રણ ઘરેથી ફળ અથવા અન્નની ભિક્ષા ગ્રહણ કરનાર, દેહમાત્ર ધારણ કરનાર અર્થાતુ નગ્ન રહેનાર અને પોતાના શરીરને મૃત સમાન સમજીને જીવન પ્રસાર કરનાર છે.
તુરીયાતીત અને અવધૂત શ્રેણીના સંન્યાસી ભ્રમર-કીટ ન્યાયની સમાન પોતાના સ્વરૂપનું અનુસન્ધાન કરતાં-કરતાં કેવલ્યમાં સ્થિત રહે છે.
૧૪૪
For Private And Personal Use Only