________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- સંન્યાસયોગ – ૪.૩ |
- અને ઉના ઉપસર્ગપૂર્વક કરેv' ધાતુથી નિર્મિત 'મમ્' ને જોડીને - શબ્દ બને છે. આ ધાતુથી સંન્યાસ યોગનો અર્થ છે, "સારી રીતે સંપૂર્ણ રૂપથી કર્મોનો પરિત્યાગ કરવો" તે સંન્યાસ છે.
આ ઉપરાન્ત ' ધાતુ હોવું એ અર્થમાં યુકત થાય છે. તેની સાથે '' અને 'જિં ઉપસર્ગપર્વ' મુવિ ધાતુથી સંન્યાસ શબ્દની વ્યુત્પત્તિ થાય છે. જેનો અર્થ છે. સમ્યક રૂપથી “સર્વ થઈ જવું." અર્થાત્ બ્રહ્મમય બની જવું છે. આ બન્ને ધાતુ ઉપરાંત સ્પ ર્વ અને ધાતુથી પણ સંન્યાસ શબ્દની વ્યુત્પત્તિ થાય છે. "wવેશન – નજીક બેસવું. અથાંત સંપૂર્ણ રીતે પરમેશ્વરની નજીક તેનાં શરણમાં જવું પોતાને પરમેશ્વરનાં ચરણોમાં સમર્પિત કરી દેવા અને બધી જગ્યાએ બધાં જ સમયે અત્યંત ભાવનાથી પરમાત્મા સાથે તરૂપ બની જવું તે સંન્યાસ છે. મૈત્રેયી ઉપ.માં મહાદેવ ભગવાન મૈત્રેયને આ જ બાબત જણાવતાં કહે છે કે, કર્મોને છોડી દેવા એ સંન્યાસ નથી, પરંતુ સમાધિમાં જીવ અને પરમાત્માની એકતાનું ભાન થવું તે સંન્યાસ છે.
મહર્ષિ દયાનંદ સરસ્વતીની દષ્ટિએ સંન્યાસ એટલે, "બ્રબ તથા તેની આજ્ઞામાં સ્થિત રહેવું તેમજ દુષ્ટ કર્મોનો ત્યાગ કરવામાં આવે તે સંન્યાસ.”
આશ્રમ સંન્યાસ અને ભાવના સંન્યાસ એમ બે પ્રકાર છે. સંન્યાસયોગનો સંબંધ બીજા પ્રકારથી છે. જેમાં સર્વકર્મ પરિત્યાગ, સર્વવૈભવ, નિરાકૃતિ, પરવેરાગ્ય અને પૂરાં ગુણ તૃષ્ણા આ સંન્યાસયોગનું અનિવાર્ય તત્ત્વ છે. ગીતા પણ સર્વ કર્મ ફલ ત્યાગને જ સંન્યાસ ગણાવે છે.
સંન્યાસનો અધિકારી?
સામાન્ય વ્યવહારમાં પણ યોગ્યતાનો વિચાર કર્યા બાદ કાર્ય સોંપવામાં આવે છે. જયારે સંન્યાસ એ મોક્ષરૂપ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ માટે હોય, સંન્યાસીના વાણી-વર્તનની અસર સમાજ ઉપર પડતી હોય છે. તેથી તે બાબતમાં યોગ્યતાનો સર્વ પ્રથમ વિચાર કરવો પડે. આ બાબતે મૈત્રેયી ઉપ. જણાવે છે કે જેણે બધી જ ઈચ્છાઓ સહિત દેહની મમતાનો ત્યાગ કરેલ હોય તે સંન્યાસના અધિકારી છે. આ પ્રમાણે વૈરાગ્ય આવે ત્યારે વિદ્વાન મનુષ્ય સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. અન્યથા ચોક્કસપણે પતન થાય છે. જે મનુષ્ય પૈસા, અન્ન, વસ્ત્રો કે નામનાના લોભથી સંન્યાસ ગ્રહણ કરે છે. તે સંસાર અને સંન્યાસ બન્નેમાંથી ભ્રષ્ટ થાય છે, તેને ક્યારેય મુક્તિ પ્રાપ્ત થતી નથી.
For Private And Personal Use Only