________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
પગથી મસ્તક સુધી દરેક અંગોને પોષણ કરનાર શિરાઓનો આધાર બિન્દુ છે. ખેચરી મુદ્રાની મદદથી જીલ્લાના કપાલ કુહુરને બંધ કરી લેવામાં આવે તો બિસ્થિર થાય છે. રમણી સાથેનાં આલિંગનનો પણ તેના ઉપર પ્રભાવ પડતો નથી. જો બિપાત થાય તો યોનિમુદ્રા દ્વારા શક્તિપૂર્વક તેને રોકીને ઊર્ધ્વગામી બનાવી શકાય છે.
જબિન્દ્ર શુક્લ નામનું સફેદ અને લાલ નામનું મહારજ એમ બે પ્રકારનાં છે. તેમાં રજનું સ્થાન રવિ સ્થાન છે અને શુક્લનું ચન્દ્ર સ્થાન. બન્નેના ભેગા થવાથી દેહ દિવ્યકાંતિમાન બની જાય છે. આ ' બન્નેની એકતાને જે યોગી જાણી લે છે અને અનુભવી લે છે તે યોગી શ્રેષ્ઠ યોગ જાણનાર છે.
સિદ્ધયોગી શ્રીમન્નથુરામ શર્માએ ખેચરી મુદ્રાને સિદ્ધ કરવાની પદ્ધતિ ખૂબ સરસ રીતે સમજાવી છે. આ મુદ્રા કઠિન અને કષ્ટ સાધ્ય છે....
આ મુદ્રા સિદ્ધ થતાં વિષ, મૃત્યુ વગેરેનો ભય ચાલ્યા જાય છે. વગેરે બાબતોની સાથે સિદ્ધ કરવામાં રાખવાની સાવધાની સાથેની વિસ્તૃત વિગતો પૂ. ગુવે આપેલ છે.
ધારણા, ધ્યાન, પ્રત્યાહાર વગેરે ક્રિયાઓ એકબીજાની પૂરક છે. આસનથી રોગનો નાશ થાય છે. પ્રાણાયામથી પાપ નાશ પામે છે. પ્રત્યાહારથી મનના વિકાર દૂર થાય છે અને ધારણાથી પૈર્થ મળે છે, તેમજ સમાધિથી અદ્ભુત ચૈતન્ય પ્રાપ્ત થાય છે. એ રીતે શુભાશુભ કર્મોનો નાશ થતાં મોક્ષ પ્રાપ્તિ થાય છે.
For Private And Personal Use Only