________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
એકાગ્રચિત્ત બની, આત્મબુધ્ધિનો પરિત્યાગ કરવો, નિર્વિકલ્પરૂપ આત્મામાં બુદ્ધિને સ્થિર કરપી તેને પાર્થ પ્રત્યાહાર આત્મવેત્તા મહાત્માઓએ ગણાવેલ છે.પ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણાયામના ૧ર કારના અભ્યારાને યોગચૂડામણિ ઉપ.માં વત્પાહાર ગણાવેલ છે.''
મહર્ષિ પતંજલિના૮ મતાનુસાર ઇન્દ્રિયો વિષયમાં નહીં પરંતુ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે તેને પ્રત્યાહાર કહેવાય છે. શ્રી ભાણદેવ પણ જણાવે છે કે– ઇન્દ્રિયો વિષયોન્મુખી મટીને ચિત્ત સ્વરૂપાકાર ધારણ કરે ત્યારે પ્રત્યાહાર થાય છે અને સાધનો ધારણા, ધ્યાન વગેરે અનરંગયોગની સાધના માટેનો ભાર્ગ મોકળો થાય છે."
પ્રત્યાહાર માટે ઇન્દ્રિયોને વિષયો પરથી દૂર કરવી પડે છે, પરંતુ ફક્ત ભાલેન્દ્રિયોને બળપૂર્વક રોકવાથી પ્રત્યાહાર સિદ્ધ થતો નથી, પરંતુ મન ઉપર અંકુશ લગાવો જરૂરી છે. જો મનથી વિષયોનું ધ્યાન કરવામાં આવે અને કર્મેન્દ્રિયોને બલપૂર્વક રોકવામાં આવે તો તે ગીતાની દૃષ્ટિએ મિથ્યાચાર છે.‘se
ઉપર્યુક્ત બધી બાબતનો વિચાર કરતા સમજી .કાય છે કે, પોતાનાં મૂળ સ્વરૂપમાં સ્થિર થવું તે પ્રત્યાહાર છે. પરંતુ મૂળ સ્વરૂપમાં સ્થિર થવા માટે મન અને બુદ્ધિની સ્થિરતા ૪રૂરી છે, તેને સ્થિર કરવા માટે વાયુ ઉપર કાબુ મેળવવાં જરૂરી છે, વાયુ ઉપર કાબુ મેળવવા માટે પ્રાણાયામ અને મિતાહાર જરૂરી છે, ધ્યાન જરૂરી છે, ચિત્તની સ્થિરતા જરૂરી છે. તેથી તે દરેકને પ્રત્યાહાર ગણાવે છે. વાયુ સ્થિરતા હોય તો જ કુંડલિની જાગૃત કરી શકાય છે અને પરમતત્વનો અનુભવ કરી શકાય છે.
મહર્ષિ દયાનંદ પ્રત્યાહારનું ફળ દર્શાવતા જણાવે છે કે જિતેન્દ્રિય મનુષ્ય જે જગ્યાએ પોતાનું મન લાવવા ઈચ્છે છે તે જગ્યાએ લગાવી શકે છે, તેમાં જ રોકી શકે છે કે ચલાવી શકે છે. ત્યારબાદ તેને જ્ઞાન થઈ જતાં હંમેશ સત્યમાં પ્રીતિ થઈ જય છે અને અસત્યમાં કયારેય નહીં અને ત્યારે જ મોક્ષનો રા ભાગી થાય છે."
શ્રી ભાણદેવને મતે જ્યાં સુધી સાધકનું ચિત્ત બાહ્ય જગતના વિષયોમાં રમમાણ હોય છે, ત્યાં સુધી તે અધ્યાત્મ્ય પય પર પ્રગતિ કરી શકતો નથી. આપણા ચિત્તનો વિધો રાથેનો સંપર્ક ઇન્દ્રિયા કરા થાય છે. ઇન્દ્રિયો સાધારણતઃ વિષયોન્મુખી હોય છે. જ્યારે આ સાધારણ પ્રક્રિયા ઊટી બને એટલે કે ઇન્દ્રિયો વિષયોન્મુખી મટીને ચિત્તસ્વરૂપાકાર ધારણ કરે ત્યારે પ્રત્યાહાર થાય છે અને સાધનો ધારણા ધ્યાન વગેરે અંતરંગયોગની સાધના માટેનો નાર્ગ મોકળો ઘાય છે.
400
For Private And Personal Use Only