________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માત્રાવાળો ઉત્તમ કહેવાય છે. હલકા પ્રાણાયામથી પરસેવો, મધ્યમથી ધ્રુજારી અને ઉત્તમથી આસન
પર ઊઠતું અનુભવાય છે. આજ બાબત જણાવીને શ્રી જા. દ. ઉપ.માં કહ્યું છે કે જ્યાં સુધી શ્રેષ્ઠ પ્રાણાયામ સિદ્ધ ન થાય ત્યાં સુધી નિગ્ન અને મધ્યમ શ્રેણીના પ્રાણાયામનો અભ્યાસ કરતાં રહેવું. કારણ કે ઉત્તમ પ્રાણાયામ સિદ્ધ થતાં અત્યંત સુખની અનુભૂતિ થાય છે. પરંતુ પ્રાણાયામ કરતી વખતે એ બાબત ધ્યાનમાં રાખવી – પ્રાણવાયુ શરીરમાં સ્થિત હોય ત્યાં સુધી અપાનને રોકવો. પ્રાણાયામથી મનને જીતી શકાય છે. (પ) પ્રત્યાહાર :
યોગ સૂત્રકારનાં મતે ઇન્દ્રિયો પોત પોતાના વિષયોમાંથી પાછી હદીને ચિત્તસ્વરૂપ આકાર ધારણ કરે તે પ્રત્યાહાર છે. તેનાંથી ઈન્દ્રિયો ઉપર પરમ સંયમ સિદ્ધ થાય છે.
પોતાના સ્વભાવથી વિષયોમાં વિચરણ કરતી ઇન્દ્રિયોને બળપૂર્વક વિષયોમાં વાળવી તે પ્રત્યાહાર છે. યોગચૂડામણિ ઉપ. પણ આ જ બાબત કહે છે. વિશેષમાં જા. દ. ઉપ.માં જણાવેલ છે કે મનુષ્યને જે કાંઈ દેખાય છે તે પ્રશ્ન છે. એવો ભાવ કરી, મનને બ્રહ્મમાં એકાગ્ર કરવું તે પ્રત્યાહાર છે. તેમજ મૃત્યુના સમય સુધી જે કોઈ શુદ્ધ અથવા અશુદ્ધ કર્મ કરે, તે પરમાત્માને સમર્પિત કરી દે તે પ્રત્યાહાર છે, એટલે કે નિત્ય અને નૈમિત્તિક કમ લોકસંગ્રહની ભાવના સાથે નિષ્કામભાવે કરવા તે પણ પ્રત્યાહાર છે. શ્રીમદ્ ભગવદગીતા પણ આ જ બાબત કહે છે.
વાયુને એક સ્થાનમાંથે લઈ બીજા સ્થાનમાં સ્થાપવો, એટલે કે દંતમૂળમાં વાયુને લઈ કમાં, કંઠમાંથી હૃદયમાં, ત્યાંથી નાભિમાં, નાભિમાંથી કુંડલિનીમાં, ત્યાંથી મૂલાધારમાં સ્થાપિત કરવાં. ત્યારબાદ ત્યાંથી કાટીના બન્ને માગમાં, ત્યાંથી જાંઘના મધ્યભાગમાં, જાંધોમાંથી ચૂંટણીમાં, ત્યાંથી પડીઓમાં, ત્યાંથી પગમાં, પગમાંથી અંગૂઠામાં લઈ જઈને ત્યાં વાયુને રોકવો. તેને પ્રાચીન કાળથી પ્રત્યાહારમાં રત રહેનારા મહાત્માઓ પ્રત્યાહાર કહે છે. આ જ બાબત સિદ્ધ હઠયોગી મહાત્મા પૂજયપાદ શ્રીમન્નથુરામ કાએ પણ શ્રી વાગતુમમાં કહી છે. તેઓશ્રી અંગૂઠાથી શરૂ કરીને બ્રહ્મરંધમાં લાવે અને ત્યાં ચિર કરી, ફરી અંગૂઠા સુધી લાવે તેને પ્રત્યાધર ગણાવે છે. ક
સ્વનિક આસનમાં સ્થિર ચિત્તે બેસીને નાકનાં બને છિદ્રો દ્વારા વાયુને ખેચીને પગથી નિક ધી ધારણ કરવો, બન્ને પગ, મૂલાધાર, નાભિકન્દ, હૃદયનાં મધ્યભાગમાં, કંઠ મૂળ, તાલુ, ઘમરનાં મધ્ય ભાગમાં લલાટ અને મસ્તકમાં વાયુને ધારણ કરવા, તેને વાયુ ધારણાત્મક પ્રત્યાહાર કહેવામાં
આવું છે ?"
For Private And Personal Use Only