________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જા.દઉપ ૨૯ પૂરક, કુંભક અને રેચકક્રિયાઓ દ્વારા પ્રાણને સંયમિત કરવામાં આવે છે તેને પ્રાણાયામ કહે છે. નાં-કાર, ૪-કાર અને ૫-કાર અં ત્રણ વાણ, કમશઃ પૂરક, કુંભક અને રેચકથી જોડાયેલ છે, તેનું એકત્ર થવું તે જ પ્રણવ છે.
પૂ. ગુરુદેવ ૩૦ શ્વાસોચ્છવાસની ગતિનો અવરોધ કરી પ્રાણને રોકવો તેને પ્રાણાયામ કહે છે. તેઓશ્રી પ્રણવના મંત્ર સહિતના પ્રાણાયામને સગર્મ અને મંત્રવિનાના પ્રાણાયામને અગર્મ કહે છે. તેમજ રેચક, પૂરક અને કુંભક એમ ત્રણ પ્રકાર ગણાવે છે.
પ્રાણાયામનું મહત્ત્વ દર્શાવતા જણાવે છે કે– પ્રાણાયામથી શરીરના મલ નાશ પામતાં વાયુ સ્થિર થતા ચિત્ત સ્થિર થાય છે, ચિત્ત સ્થિર થતાં ઉત્સાહ વધે છે અને મોક્ષ તરફ આગળ વધાય છે.
પ્રાણાયામનું મહત્ત્વ દર્શાવતાં શ્રી જા. દ. ઉપર જણાવે છે કે– નાકનાં અગ્રભાગમાં, નાભિમધ્ય તથા પગનાં અંગૂઠા ઉપર પ્રાણ ધારણ કરનાર વ્યકિત બધાં જ રોગોથી મુક્ત થઈને સો વર્ષ સુધી જીવન જીવે છે. નાભિમધ્ય, જિહામૂલ, ભૂમધ્ય, નાભિ, નેત્ર, શિર વગેરે સ્થાનમાં પ્રાણને રોકવાથી બધી જ વ્યાધિઓ નષ્ટ થઈ જાય છે. જે તે સ્થાનમાં પ્રાણને રોકવો હોય, તે તે સ્થાનમાં મનોવૃત્તિ રાખી પ્રાણ ત્યાં ગમન કરે છે તેવી ભાવના કરવી. આમ કરવાથી સરળતાથી પ્રાણજય કરી શકાય છે. હાથના અંગૂઠાથી
ને કાન, તર્જની આંગળીઓથી બને નેત્ર તેમજ અન્ય આંગળીઓ દ્વારા નસકોરાને બંધ કરીને મૂધમાં પ્રાણને ધારણ કરવાથી પ્રાણ બ્રહ્મરન્દ્રમાં પ્રવેશ કરી જાય છે, જેનાથી અત્યંત આનંદની અનુભૂતિ થાય છે. આ જ ઉપ. આગળ વધતાં જણાવે છે કે- રેચક તથા પૂરક વગર માત્ર કુંભક કરવાથી શરીર ભૂમિથી ઉપર ઉઠવા લાગે છે."
પ્રાણાયામના અભ્યાસ તારા મૃત્યુને પણ જીતી શકાય છે."છો. ઉપ.પ્રાણાયામનું મહત્વ દર્શાવતા પરોક્ષ રીતે જણાવે છે કે બધાં પ્રાણીઓ પ્રાણામાંથી જ ઉત્પન્ન થાય છે, તેમાં રહે છે અને તેમાં જ લીન થાય છે.
પ્રાણાયામના અભ્યાસ કરનાર પવાસનમાં બેસી, શિવરૂપ ગુરુને નમસ્કાર કરી, નાસા દાટ રાખી એકાએકાંતમાં પ્રાણાયામનો અભ્યાસ કરવો. 13
દોર થી બંધાયેલું પક્ષી અંતે મૂળ સ્થાને પરત આવે છે, તેમ અન્ય જગ્યાએ આશ્રય ન મળવાથી મન પ્રાણનો જ આશ્રય લે છે. તે આ મન વિકારથી ઘેરાયેલું હોય તો ઇન્દ્રિયોની ચંચળતા વધે છે. તેથી જો મન ઉપર અંકુશ આવે તો વાસનાને રોકી શકાય અને સન્માર્ગે આગળ વધી શકાશે. આ મનને સુનિયોજિત
For Private And Personal Use Only