________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
અનેક છે, જો તેમ ન હોય તો એક આત્માના જન્મથી સર્વ આત્માનો જન્મ અને એકના મૃત્યુથી સર્વ આત્માનું મૃત્યુ થઈ જાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંખ્ય જીવને શુદ્ધ ચિત્ત અને બધાં જ લક્ષર્ણાથી રહિત માને છે. જયારે વેદાન્ત બધાં જ જીવોને એક જ આત્માના અથવા શુદ્ઘચિત્ત અથવા બ્રહ્મનું જ સ્વરૂપ માને છે, પરંતુ સાખ્ય અનુસાર તે વાસ્તવિક અને અનેક છે.” સાખ્યસૂત્રો પણ છે.
મૈત્રાયણી ઉપ જણાવે છે કે કર્તાપણ ભૂતાત્માનું જ હોય છે, અંદર રહેલી આત્મા તો શુદ્ધ અને પ્રેરક છે. તે ઇન્દ્રિયો દ્વારા કાર્ય કરે છે. તે ભૂતાત્મા જ ત્રણ ગુણોથી સંયુક્ત થઈને અનેક પ્રકારનો થઈ જાય છે અને ત્રણ ગુણોથી યુક્ત થઈ ચે રાસી લાખ યોનિમાં ઘૂમતો રહે છે. પરંતુ ત્રણ ગુણોથી યુક્ત ભૂતાત્મા કરતાં તેને પ્રેરણા આપનાર ત્રણ ગુણોથી રહિત પુરુષ(અત્મા) ભિન્ન છે. જેવી રીતે ચક્ર થી ચક્ર ચલાવનાર કુંભાર ભિન્ન છે.
(૩) ગુણ :
સાંખ્યદર્શનમાં ગુણોનું અલગ અસ્તિત્ત્વ નથી. તે ગુણ સત્ત્વ રજ–તમ એ ત્રણ છે. આ ત્રણ ગુણ દરેક તત્ત્વની અંદર સમાહિત હોય છે. શ્રીમદ્ ભગવદ્ગીતા પ્રશ્ન જણાવે છે. તેમ આ પૃથ્વી ઉપર, આકાશમાં કે દેવલોકમાં પણ એવું કોઈ સત્ત્વ નથી કે જે પ્રકૃતિના આ ત્રણ ગુણોથી મુક્ત હોય.
38
યોગચૂડામણિ ઉપ.પ સત્ત્વ, રજ, તમાં ગુણને આધારે જ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એમ ત્રણ દેવોનું વિભાજન કરે છે. તેમાં ચ્ય બ્રહ્મા, રાજસ, રક્તવર્ણ જે પ્રવૃત્તિનો સૂચક છે, તેથી તે સૃષ્ટિના રચયિતા છે. ૐ' કાર સાત્ત્વિક, શુક્લવર્ણ અને વિષ્ણુ કહેવાય છે. સત્ત્વગુણ હંમેશાં બીજાને મદદરૂપ થવાની ભાવના ધરાવે છે. તેથી જ વિષ્ણુ પાલન કાં છે. 'મ' કાર તમોગુણ કૃષ્ણવર્ણ અને રુદ્ર નામથી ઓળ ખાય છે. રુદ્ર સૃષ્ટિનો સંહાર કરનાર દેવતા છે. સાંખ્યમાં ત્રણેય ગુણાં સાથે મળીને કાર્ય કરે છે, એજ રીતે અહીં પણ સત્ત્વ-રજ-તમને સાથે મળીને કાર્ય કરતાં જોઈ શકાય છે. જેમાં સત્ત્વ પાલન કરતાં વિષ્ણુ, રજો સૃષ્ટિ કરતાં બ્રહ્મા અને તમો સૃષ્ટિ સંહાર કરનાં દ. તે દરેક તત્ત્વની પાછળ અત્યંત સૂક્ષ્મરૂપે રડેલાં જ હોય છે. આ ગુણની બાબત બાહ્ય પદાર્થોને જ નહીં આંતરિક બૌદ્ધિક ગુણોને પણુ લાગુ પડે છે. તેને ધર્મ પણ કહેવામાં આવે છે. કારણ કે તેની અભિવ્યક્તિ ધર્મનાં રૂપમાં થાય છે.
સૂક્ષ્મ દ્રવ્યોનાં રુપમાં સ્વયં-પ્રકાશ અને ઉર્ધ્વગામી, પરિવર્તનશીલ ગુપ્ત સત્ત્વ કહેવાય છે. ગતિ અને ઊર્જાના તત્ત્વોવાળો વિભાગ રજોગુણ કહેવાય છે. પ્રતિરોધ કરનાર, દ્રાત્મક, સ્થૂળ, ભૌતિક
વર
For Private And Personal Use Only