________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ છે. યોગ એટલે જોડાવું તે, મનુષ્યનું પ્રભુ સાથે જોડાવું તેનું નામ યોગ. શરીર, પ્રાણ, મન, હૃદય, જ્ઞાન શક્તિ વગેરે કોઈપણ કરણ દ્વારા એ યોગ થઈ શકે.
'યોગ' શબ્દનો અર્થ તૈયારી ઉપાય, ધ્યાન, સંગતિ અને યુક્તિના અર્થમાં થાય છે. શ્રી ભાણદેવ અમરકોશની આ વ્યાખ્યાની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે– "તૈયારી(અધ્યાત્મની તૈયારી); આધ્યાત્મિક વિકાસનો ઉપાય, ધ્યાન, સંગતિ(સંવાદિતા) અને આધ્યાત્મિક વિકાસની યુક્તિ, આમ આ વ્યાખ્યા પ્રમાણે શરીર, પ્રાણ, મન અને બુદ્ધિથી આધ્યાત્મિક વિકાસ માટે જે કંઈ કરવામાં આવે તેને યોગ કહે છે તેથી યોગની વ્યાપક વ્યાખ્યા કરતાં શ્રી ભાણદેવ લખે છે કે "યોગ એટલે પરમ સત્યની પ્રાપ્તિ માટેની સાધન પદ્ધતિ." અથવા "આત્મ દર્શન, વિજ્ઞાન અને કળા.""
ગીતામાં કર્મોની કુશળતાને યોગ કહેલ છે. કર્મ બંધન ન લાગે તે રીતે કર્મ કરવાં તે કર્મમાં કુશળતા કહેવાય છે. નિષ્કામભાવે કરેલ કર્મથી બંધન લાગતું નથી; પરિણામ સ્વરૂપે તે કર્મ પુનર્જન્મનું કારણ બનતું નથી. કર્મોમાં કુશળતાનો અર્થ વશીકરણ, જદુ, ઇન્દ્રજાલ, મારણ, ઉચ્ચાટન વગેરે વિદ્યા નઘો.13
"યોગ એટલે ભગવાન સાથે મિલન – ભગવાન સાથે એકતા એ એકતા વિશ્વથી પરંપરાપરમાં, વિરાટ્સ કે વ્યક્તિમાં પોતાનામાં થાય, યા તો આપણા પગની જેમ એકી સાથે ત્રણે પ્રકારની એકતા પણ હોય. બીજી રીતે કહીએ તો યોગ એટલે એવી ચેતનાની પ્રાપ્તિ કે જેથી માનવ પોતાની શુદ્ર અહંતા, વિક્તિક મન, અંગત પ્રાણ તથા શરીર વગેરેથી મર્યાદિત થયા વિના, પરમ પુરુષોત્તમ જોડે, વા તો વિશ ચેતના જોડે કે પછી, પોતાની અંદર રહેલી કોઈ ગહન આંતરચેતના પ્રત્યે એકતા અનુભવી શકે, તેથી તે પરમ સત્યરૂપને ઓળખતો થાય છે.' યોગનું મહત્ત્વ:
યો અદભૂત અને ચમત્કારિક નધી, જેવી રીતે યંત્રમાં વીજળી અધ વરાળ શક્તિ અંકો કરીને કાર્ય કરે છે, તેમ શરીરમાં રહેલી પ્રાકૃતિક શક્તિને કેન્દ્રિત કરી નિશ્ચિત દિશા તરફ વાળી ઈચ્છિત કાર્યસિદ્ધિ માટે પ્રેરિત કરવી તે યોગ છે. આ લો વાસ્તવિક છે અને અનુભવી શકાય છે, જોઈ શકાય છે, આ યોગમાં જીવન કૃત્રિમ ન બની જાય તેનું ધ્યાન રાખવાનું છે. યોગ માટે સંસાર શેડવાની જરૂર નથી, પર જનક વગેરેની જેમ મોહ છોડી– આક્તિઓ ત્યજીએ તો જંગલમાં કે એકાંતમાં જવાની જરૂર નથી. જીવનમાં કયારેક ત્યાગની જરૂર પડે, એકોતની જરૂર પડે તો થોડા સમય માટે યોગ્ય છે. પરંતુ હંમેશને માટે સંસાર ત્યાગની નહીં. કારણ કે મનુષ્ય પોતાનાં આંતર જીવન પ્રત્યે દષ્ટિ કરી પૂર્ણ જીવન
For Private And Personal Use Only